________________
1ST
છે.
જૈન કર્મ-સિદ્ધાંત અને અન્ય દર્શન :
ઐતિહાસિક દૃષ્ટિથી વેદોમાં બતાવેલ ઢતનો સિદ્ધાંત કર્મ નિયમનો આદિ સ્ત્રોત છે. કદાચ ઉપનિષદોના પૂર્વના વૈદિક સાહિત્યમાં કર્મ સિદ્ધાંતના કોઈ સુસ્પષ્ટ વિવેચન મળતા નથી. છતાં પણ તેમાં ઋતુનાં નિયમની વ્યાખ્યા આ રૂપમાં કરી શકાય છે. પ્રો. દલસુખભાઈ માલવણિયાના શબ્દોમાં કર્મ જગત વિચિત્રતાનું કારણ છે. એવો વાદ ઉપનિષદોનો સર્વ-સમ્મતવાદ હોય, એવું કહી ન શકાય. ભારતીય ચિંતનમાં કર્મ-સિદ્ધાંતનો વિકાસ જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણેય પરંપરાઓમાં થયેલ છે. કદાચ આ એક ભિન્ન વાત છે કે જૈનોએ કર્મ-સિદ્ધાંતનું જે ગંભીર વિવેચન કરેલ છે તે અન્ય પરંપરાઓમાં ઉપલબ્ધ નથી.' વેદોનાં માટે જે મહત્વ ઋતનું, મીમાંસકોના માટે અપૂર્વનું, નૈયાયિકોના માટે અદષ્ટનું, વેદાંતોનાં માટે માયાનું અને સાંખ્યોનાં માટે પ્રકૃતિનું છે. તે જ જૈનોના માટે કર્મનું છે. સામાન્ય દૃષ્ટિથી જોવા પર વેદોમાં ઋત, મીમાંસકોમાં અપૂર્વ, નૈયાયિકોનું અદૃષ્ટ, અતિઓની માયા, સાંખ્યોની પ્રકૃતિ અને બૌદ્ધોની અવિધા કે સંસ્કાર પર્યાયવાચી જેવા લાગે છે. કારણકે વ્યક્તિના બંધન અને તેના સુખ-દુ:ખની સ્થિતિઓમાં આની મુખ્ય ભૂમિકા છે. છતાં પણ એના સ્વરૂપમાં દાર્શનિક દૃષ્ટિથી અંતર પણ છે. આ વાત અમારે દૃષ્ટિગત રાખવી પડશે. ઈસાઈ ધર્મ અને ઈસ્લામ ધર્મમાં પણ કર્મ-નિયમને સ્થાન મળે છે. છતાં પણ ઈશ્વરીય અનુગ્રહ પર અધિક બળ આપવાના કારણે તેઓમાં કર્મ-નિયમનાં પ્રતિ આસ્થાનાં સ્થાન પર ઈશ્વરનાં પ્રતિ વિશ્વાસ જ પ્રમુખ રહેલ છે. ઈશ્વરની અવધારણાનાં અભાવના કારણે ભારતની શ્રમણ પરંપરા કર્મ-સિદ્ધાંતનાં પ્રતિ અધિક આસ્થાવાન્ રહેલ છે. બૌદ્ધ દર્શનમાં પણ જૈનોનાં સમાન જ કર્મ-નિયમને સર્વોપરિ માનેલ છે. હિંદુ ધર્મમાં પણ ઈશ્વરીય વ્યવસ્થાને કર્મ-નિયમનાં આધીન બતાવેલ છે. એમાં ઈશ્વર કર્મ-નિયમનો વ્યવસ્થાપક થઈને પણ એને આધીન જ કાર્ય કરે છે.
જૈન કર્મ-સિદ્ધાંતનો વિકાસ ક્યા ક્રમથી થયો છે- આ પ્રશ્નનું સમાધાન એટલું સરળ નથી. જેટલું આપણે સમજીએ છીએ. સામાન્ય રૂપથી તો એ છે કે જૈનધર્મની જેમ આ પણ અનાદિ છે. પરંતુ વિદ્વત્ વર્ગ આને સ્વીકાર કરતા નથી. કદાચ જૈન કર્મ-સિદ્ધાંતના વિકાસનું કોઈ સમાધાન આપવું હોય તો તે જૈન આગમ અને કર્મ-સિદ્ધાંત સંબંધી ગ્રંથોના કાળક્રમના આધાર પર જ આપી શકાય છે. તેના સિવાય અન્ય વિકલ્પ નથી. જૈન આગમ સાહિત્યમાં આચારાંગ પ્રાચીનતમ છે. તે ગ્રંથમાં જૈન કર્મ-સિદ્ધાંતનું કદાચ વિસ્તૃત સ્વરૂપ ઉપલબ્ધ ન હોય પરંતુ તેની મૂળભૂત અવધારણાઓ અવશ્ય ઉપસ્થિત (રહેલી છે. કર્મથી ઉપાધિ કે બંધન થાય છે. કર્મ રજ છે. કર્મથી આશ્રવ થાય છે. સાધકે કર્મ શરીરને સોધી કાઢવો જાઈએ એવો વિચાર તેમાં પરિલક્ષિત હોય છે. એનાથી એ જ ફલિત થાય છે કે આચારાંગનાં સમયમાં કર્મને સ્પષ્ટ રૂપથી બંધનનું કારણ મનાતું હતું અને કર્મના ભૌતિક પક્ષની સ્વીકૃતિની સાથે એ પણ મનાતુ હતુ કે કર્મની નિર્જરા કરી શકાય છે. સાથે-સાથે આચારાંગમાં શું શુભાશુભ કર્મોનો શુભાશુભ વિપાક થાય છે. એ અવધારણા પણ માન્ય છે. તેના અનુસાર બંધનનું મૂળ કારણ મમત્વ છે. બંધનથી મુક્તિનો ઉપાય, મમત્વનું વિસર્જન અને સમત્વનું સર્જન છે.'
સૂત્રકૃતાંગનું પ્રથમ શ્રુતસ્કંધ પણ આચારાંગથી થોડુ જ જુદુ મનાય છે. સૂત્રકૃતાંગના કાળમાં આ પ્રશ્ન ઘણો જ ચર્ચિત હતો કે કર્મનું ફળ સંવિભાગ સંભવ છે કે નહીં ? આમાં સ્પષ્ટ રૂપથી એ પ્રતિપાદિત કરેલ છે કે વ્યક્તિ પોતાના સ્વકૃત કર્મોનાં વિપાકનો અનુભવ કરે છે. બંધનનાં સંબંધમાં સૂત્રકૃતાંગ સ્પષ્ટ રૂપથી કહે છે કે કેટલાક વ્યક્તિ કર્મ અને અકર્મને વીર્ય (પુરૂષાર્થ) કહે છે. આનું તાત્પર્ય એ છે કે કર્મના સંદર્ભમાં એ વિચાર લોકોના મનમાં (ઉદ્દભવે) ઉત્પન્ન થઈ ગયો હતો કે જો કર્મ જ બંધન છે તો પછી અકર્મ અર્થાત્ નિષ્ક્રિયતા જ બંધનથી બચવાના ઉપાય હશે. પરંતુ સૂત્રકૃતાંગના અનુસાર અકર્મનો અર્થ નિષ્ક્રિયતા નથી. આમાં પ્રતિપાદિત એ છે કે પ્રમાદ કર્મ છે અને અપ્રમાદ અકર્મ છે. કોઈપણ ક્રિયાની બંધકતા તેની ક્રિયારૂપ થવા પર નહીં પરંતુ તેની પાછળ રહેલ પ્રમત્તતા કે અપ્રમત્તતા પર નિર્ભર છે. અહીં પ્રમાદનો અર્થ છે આત્મ-ચેતના (Self awareness) નો અભાવ. જે આત્માનો વિવેક જાગૃત નથી અને જે કષાયયુક્ત છે તે જ પરિસુખ કે પ્રમત્ત છે અને જેનો વિવેક જાગૃત છે અને જે વાસનામુક્ત છે તે જ
૧. પં. દલસુખભાઈ માલવણિયા, આત્મ-મીમાંસા (જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ) ૨. રવિન્દ્રનાથ મિશ્રા, જૈન કર્મસિદ્ધાંતનો ઉદ્દભવ અને વિકાસ (પાર્શ્વનાથ શોધપીઠ વારાણસી-૫, ૧૯૮૫) પૂ.૮
50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org