SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવમાં જગત-વૈવિધ્ય અને વૈયક્તિક ભિન્નતાઓની તાર્કિક વ્યાખ્યાનો આ પ્રયત્નોમાં કર્મ-સિદ્ધાંતનો વિકાસ થયેલ છે. જેમાં પુરૂષવાદની પ્રમુખ ભૂમિકા રહેલ છે. કર્મ-સિદ્ધાંત ઉપર્યુક્ત સિદ્ધાંતોનો પુરૂષવાદની સાથે સમન્વયનો પ્રયત્ન છે. શ્વેતાશ્વતરોપનિષદ્ર (૧૧-૨)ના પ્રારંભમાં જ આ પ્રશ્ન ઉપાડેલ છે કે અમે કોના દ્વારા પ્રેરિત થઈને સંસાર-યાત્રાનું અનુવર્તન કરી રહ્યા છે. ઋષિએ આ જિજ્ઞાસા પ્રગટ કરે છે કે- 'શું કાળ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, ભૂત-યોનિ અથવા પુરૂષ આ બધાનો સંયોગ જ આનું કારણ છે. વાસ્તવમાં આ બધી વિચારધારાઓમાં પુરૂષવાદને છોડીને બાકી બધા વિશ્વ-વૈચિત્ર્ય અને વૈયક્તિક- વૈવિધ્યની વ્યાખ્યાના માટે કોઈ ને કોઈ બાહ્ય-તથ્ય પર જ જોર આપી રહી હતી. આપણે આમાંથી કોઈપણ સિદ્ધાંતને માનીએ, વૈવિધ્યનું કારણ વ્યક્તિથી ભિન્ન જ માનવુ પડશે, પરંતુ આવી સ્થિતિમાં વ્યક્તિ પર નૈતિક દાયિત્વનું આરોપણ સંભવ થઈ શકતું નથી. (કદાચ) અમે જે પણ કંઈ કરીએ છીએ અને જે કંઈપણ પામીએ છીએ તેનું કારણ બાહ્ય તથ્ય જ છે. તો પછી અમે કોઈપણ કાર્યના માટે નૈતિકદષ્ટિથી ઉત્તરદાયી કહેવાતા નથી. જો વ્યક્તિ, કાળ, સ્વભાવ, નિયતિ અથવા ઈશ્વરની ઈચ્છાઓનું એક માત્ર સાધન છે તો તે એ કઠપુતળીના સમાન છે. જે બીજાના ઈશારા પર જ કાર્ય કરે છે. પરંતુ આવી સ્થિતિમાં પુરૂષમાં ઈચ્છા-સ્વાતંત્ર્યનો અભાવ માનવા પર નૈતિક ઉત્તરદાયિત્વની સમસ્યા ઉભી થાય છે. સામાન્ય મનુષ્યને નૈતિકતાનાં પ્રતિ આસ્થાવાન બનાવવા માટે આવશ્યક છે કે વ્યક્તિને તેના શુભાશુભ કર્મોનાં પ્રતિ ઉત્તરદાયી બનાવવા જોઈએ અને તે ત્યારે જ સંભવ છે જ્યારે તેના મનમાં વિશ્વાસ હોય. તેને તેની સ્વતંત્ર ઈચ્છાથી કરાયેલ પોતાના જ કર્મોનું પરિણામ પ્રાપ્ત થાય છે. આજ કર્મ-સિદ્ધાંત છે. અહીં એ જ્ઞાતવ્ય છે કે કર્મ-સિદ્ધાંત ઈશ્વરીય કૃપા કે અનુગ્રહનાં વિરોધમાં જાય છે, તે તો એવું માને છે કે ઈશ્વર પણ કર્મફળ- વ્યવસ્થાને અન્યથા કરી શકતા નથી. કર્મનો નિયમ જ સર્વોપરી છે. કર્મ-સિદ્ધાંત અને કાર્યકારણનો નિયમ : આચારના ક્ષેત્રમાં આ કર્મસિદ્ધાંતની એટલી જ આવશ્યકતા છે જેટલી વિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય-કારણ સિદ્ધાંતની. જે પ્રમાણે કાર્ય-કારણ સિદ્ધાંતના અભાવમાં વૈજ્ઞાનિક વ્યાખ્યાઓ અસંભવ હોય છે તેજ પ્રમાણે કર્મસિદ્ધાંતના અભાવમાં નીતિશાસ્ત્ર પણ અર્થ-શૂન્ય થઈ જાય છે. - પ્રો. વેંકટરમણનાં શબ્દોમાં કર્મ-સિદ્ધાંત કાર્યકારણ સિદ્ધાંતના નિયમો અને માન્યતાઓનું માનવીય આચારનાં ક્ષેત્રમાં પ્રયોગ છે. જેની ઉપ-કલ્પના એ છે કે જગતમાં સર્વ કાર્ય કોઈ નિયમના આધીન છે. મેક્સમૂલર લખે છે કે એ વિશ્વાસ છે કે કોઈપણ સારા-ખરાબ કર્મ ફળ આપ્યા વગર સમાપ્ત થતા નથી. નૈતિક જગતનો એવો જ વિશ્વાસ છે. જેમ ભૌતિક જગતમાં ઉર્જાની અવિનાશિતાનો નિયમ છે.' (કદાચ) જો કર્મસિદ્ધાંત અને વૈજ્ઞાનિક કાર્યકારણ-સિદ્ધાંતમાં સામાન્યરૂપથી સમાનતા પ્રતીત થતી હોય તો તેમાં એક મૌલિક અંતર પણ એ છે કે જ્યાં કાર્યકારણ-સિદ્ધાંતનું વિવેચન જડ તત્વનું ક્રિયા-કલાપ છે. તે જ કર્મસિદ્ધાંતનું વિવેચન ચેતના સત્તાના ક્રિયા-કલાપ છે માટે કર્મસિદ્ધાંતમાં તેવી જ પૂર્ણ નિયતતા હોતી નથી, જેવી કાર્યકારણ-સિદ્ધાંતમાં હોય છે. આ નિયતતા અને સ્વતંત્રતાનો સમાન સંયોગ છે, કર્મ સિદ્ધાંતની મૌલિક સ્વીકૃતિ એ જ છે કે પ્રત્યેક શુભાશુભ ક્રિયાનો કોઈ પ્રભાવ કે પરિણામ અવશ્ય હોય છે. સાથે તે કર્મ-વિપાક કે પરિણામનો ભોક્તા તે જ હોય છે જે ક્રિયાનો કર્તા હોય છે અને કર્મ તેમજ વિપાકની આ પરંપરા અનાદિકાળથી ચાલી રહી છે. કર્મ-સિદ્ધાંતની ઉપયોગિતા : કર્મ સિદ્ધાંતની વ્યવહારિક ઉપયોગિતા એ છે કે તે ફક્ત અમને નૈતિકતાના પ્રતિ આસ્થાવાન બનાવે છે, પરંતુ તે અમારા સુખ-દુઃખ આદિના સ્ત્રોત અમારા વ્યક્તિત્વમાં જ શોધીને ઈશ્વર અને પ્રતિવેશી અર્થાત અન્ય વ્યક્તિઓનાં પ્રતિ કટુતાનું નિવારણ કરે છે. કર્મસિદ્ધાંતની સ્થાપનાનું પ્રયોજન એ જ છે કે નૈતિક કૃત્યોનાં અનિવાર્ય ફળનાં આધાર પર તેઓનાં પ્રેરક કારણો તેમજ અનુવર્તી પરિણામોની વ્યાખ્યા કરી શકાય તથા વ્યક્તિઓને અશુભ કે દુષ્કર્મોથી વિમુખ કરી શકાય. 9. Maxmular - Three Lectures on Vadanta Philosophy, P. 165. 49 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy