________________
નથી. ધાર્મિક અને નૈતિક આચરણમાં તેની પૂર્ણ આસ્થા હોય છે. માટે તે કૃત્યોના કરવામાં આનંદ પ્રાપ્ત કરે છે. જે ધાર્મિક કે નૈતિક દૃષ્ટિથી શુભ છે. આ મનોભૂમિમાં બીજાના કલ્યાણની ભાવના પણ હોય છે. સંક્ષેપમાં આ મનોભૂમિમાં સ્થિત પ્રાણી પવિત્ર આચરણવાળા, નમ્ર, વૈર્યવાનું, નિષ્કપટ, આકાંક્ષારહિત, વિનીત, સંયમી અને યોગી હોય છે.' તે પ્રિય અને દઢ પ્રેમી તથા પરહિતૈષી હોય છે. આ મનોભૂમિ પર બીજાનું અહિત તો સંભવ હોય છે. પરંતુ ફક્ત તે સ્થિતિમાં કે જ્યારે બીજા તેના હિતોનો નાશ કરવા ઉતરી પડે છે. ૫. પદ્મ-લેશ્યા (શુભતર મનોવૃત્તિ)થી યુક્ત વ્યક્તિત્વનું લક્ષણ :
આ મનોભૂમિમાં પવિત્રતાની માત્રા પાછળની ભૂમિકાની અપેક્ષાએ અધિક હોય છે. આ મનોભૂમિમાં ક્રોધ, માન, માયા અને લોભ રૂપ અશુભ મનોવૃત્તિઓ અતિઅલ્પ અર્થાત્ સમાપ્તપ્રાય થઈ જાય છે. પ્રાણી સંયમી તથા યોગી હોય છે. તથા યોગ-સાધનાના ફળસ્વરૂપ આત્મજયી અને પ્રફુલ્લચિત હોય છે. તે અલ્પભાષી, ઉપશાંત અને જીતેન્દ્રિય હોય છે.' ૬. શુકલ-લેશ્યા (પરમ શુભ મનોવૃત્તિ)થી યુક્ત વ્યક્તિત્વનું લક્ષણ :
આ મનોભૂમિ શુભ મનોવૃત્તિની સર્વોચ્ચ ભૂમિકા છે. પાછળની મનોવૃત્તિના બધા શુભ ગુણ આ અવસ્થામાં વર્તમાન રહે છે. પરંતુ તેની વિશુદ્ધિની માત્રા અધિક હોય છે. પ્રાણી ઉપશાંત, જીતેન્દ્રિય અને પ્રસન્નચિત્ત હોય છે. તેના જીવનનો વ્યવહાર એટલો મૃદુ હોય છે કે તે પોતાના હિતના માટે બીજાને થોડું પણ કષ્ટ દેવા માટે ઈચ્છતા નથી. મન, વચન, કર્મથી એકરૂપ હોય છે તથા તેના પર તેનું પૂર્ણ નિયંત્રણ હોય છે. તેને માત્ર પોતાના આદર્શનો બોધ રહે છે. કોઈપણ અપેક્ષા વગર તે માત્ર સ્વકર્તવ્યનાં પરિપાલનમાં સદૈવ જાગરુક રહે છે. સદા સ્વ-ધર્મ અને સ્વ-સ્વરૂપમાં નિમગ્ન રહે છે.' કર્મસિદ્ધાંત :
કર્મ સિદ્ધાંતનો ઉદ્ભવ સૃષ્ટિ વૈચિત્ર્ય (વિચિત્રતા), વૈયક્તિક – ભિન્નતાઓ, વ્યક્તિની સુખ દુઃખાત્મક અનુભૂતિઓ અને શુભાશુભ મનોવૃત્તિઓનાં કારણની વ્યાખ્યાના પ્રયાસોમાં જ થયો છે. સૃષ્ટિ વૈચિત્ર્ય અને વૈયક્તિક ભિન્નતાઓનાં કારણની ખોજના આ પ્રયાસોમાં વિભિન્ન વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે. શ્વેતાશ્વેતરોપનિષદ્, અંગુત્તરનિકાય અને સૂત્રકૃતાંગમાં અમને આ વિભિન્ન વિચારધારાઓની ઉપસ્થિતિનો સંકેત મળે છે. મહાભારતનાં શાંતિપર્વમાં આ વિચારધારાઓની સમીક્ષા પણ કરેલ છે. આ સંબંધમાં મુખ્ય માન્યતાઓ નીચે પ્રમાણે છે - ૧. કાળવાદ : આ સિદ્ધાંત સૃષ્ટિ- વૈવિધ્ય અને વૈયક્તિક-વિભિન્નતાઓના કારણે કાળનો સ્વીકાર કરે છે. જેનો
જે સમય કે કાળ હોય છે ત્યારે જ તે ઘટિત થાય છે. જેમ પોતાની ઋતુ (સમય) આવે ત્યારે જ વૃક્ષ પર ફળ લાગે છે. સ્વભાવવાદ : સંસારમાં જે પણ ઘટના ઘટિત થાય છે કે હોય છે. તેનો આધાર વસ્તુઓનો પોત-પોતાનો સ્વભાવ છે. સંસારમાં કોઈપણ સ્વભાવનું ઉલ્લંઘન કરી શકતા નથી. નિયતિવાદ : સંસારની બધી જ ઘટનાક્રમ પૂર્વ નિયત છે. જે જેના રૂપમાં થાય છે તે તેવા જ હોય છે.
તેને કોઈ અન્ય કરી શકતા નથી. ૪. યદચ્છાવાદ : કોઈપણ ઘટનાનો કોઈ નિયત હેતુ કે કારણ હોતુ નથી, સમસ્ત ઘટનાઓ માત્ર સંયોગનું
જ પરિણામ છે. યદચ્છાવાદ હેતુના સ્થાન પર સંયોગ (chance) ને પ્રમુખ બનાવી દે છે. મહાભૂતવાદ : સમગ્ર અસ્તિત્વનાં મૂળમાં પંચમહાભૂતોની સત્તા રહેલ છે. સંસાર તેના વૈવિધ્યમય વિભિન્ન સંયોગોનું જ પરિણામ છે. પ્રકૃતિવાદ : વિશ્વ-વૈવિધ્ય ત્રિગુણાત્મક પ્રકૃતિનો જ ખેલ છે. માનવીય સુખ-દુઃખ પણ પ્રકૃતિના જ આધીન છે. ઈશ્વરવાદ : ઈશ્વર આ જગતનાં રચયિતા અને નિયામક છે. જે કંઈ પણ થાય છે તે બધુ તેની ઈચ્છા
કે ક્રિયા-શક્તિનું પરિણામ છે. ૮. પુરૂષવાદ : વૈયક્તિક વિભિન્નતા અને સાંસારિક ઘટનાક્રમનાં મૂળમાં પુરૂષનો પુરૂષાર્થ જ પ્રમુખ છે.
૧. ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૪૨૭-૨૮ ૨. તેજ - ૩૪ ૨૯-૩૦
૩.
તેજ - ૩૪ ૩૧-૩૨
48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org