SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ)ના આધાર પર છ ભાગોમાં વિભાજીત કર્યા. જૈન વેશ્યા સિદ્ધાંતનો ષવિધ વર્ગીકરણ આના આધાર પર જ થયેલ છે. છતાં પણ જૈન-વિચારકોએ માત્રાત્મક અંતરોના આધાર પર વેશ્યાઓનાં ત્રણ, નવ, એકયાસી અને બસો તેતાલીસ (૨૪૩) ઉપભેદ પણ ગણાવેલ છે. પરંતુ આપણે આપણી આ ચર્ચાને પવિધ વર્ગીકરણ સુધી જ મર્યાદિત રાખશું. ૧. કૃષ્ણ લેશ્યા (અશુભતમ મનોભાવોથી યુક્ત વ્યક્તિત્વનાં લક્ષણ : આ નૈતિક વ્યક્તિત્વનું બધાથી નિકૃષ્ટ રૂપ છે. આ અવસ્થામાં પ્રાણીનાં વિચાર અત્યંત હલકા અને ક્રૂર હોય છે. વાસનાત્મક પક્ષ જીવનનાં સંપૂર્ણ કર્મક્ષેત્ર પર હાવી રહે છે. પ્રાણી પોતાની શારીરિક, માનસિક અને વાચિક ક્રિયાઓ પર નિયંત્રણ કરવામાં અસમર્થ (અક્ષમ) રહે છે. તે પોતાની ઈન્દ્રિયો પર અધિકાર ન રાખી શકવાના કારણ વગર કોઈ પ્રકારનાં શુભાશુભ વિચારના તે ઈન્દ્રિય-વિષયોની પૂર્તિમાં સદૈવ નિમગ્ન બની રહે છે. આ પ્રમાણે ભોગ-વિલાસમાં આસક્ત હોય તો તે તેની પૂર્તિના માટે હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર અને સંગ્રહમાં લાગેલા રહે છે. સ્વભાવથી તે નિર્દય અને નૃશંસ હોય છે અને હિંસક કર્મ કરવામાં તેને જરાપણ અરૂચિ થતી નથી તથા પોતાના સ્વાર્થ સાધનનાં નિમિત્ત બીજાનું મોટામાં મોટું અહિત કરવામાં સંકોચ કરતા નથી. કૃષ્ણ લેશ્યાથી યુક્ત પ્રાણી વાસનાઓનાં અંધ પ્રવાહથી જ ભાવિત હોય છે. એટલા માટે ભાવાવેશમાં તેમાં પોતાના હિતાહિતનો વિચાર કરવાની ક્ષમતા પણ હોતી નથી. તે બીજાનું અહિત એટલા માટે કરતા નથી કે તેનાથી તેનું પોતાનું કોઈ હિત થશે પણ તે તો પોતાના ક્રૂર સ્વભાવને વશીભૂત હોય તેવું કર્યા કરે છે અને પોતાના હિતના અભાવમાં પણ તે બીજાનું અહિત કરતા રહે છે. ૨. નીલ-લેશ્યા (અશુભતર મનોભાવોથી યુક્ત વ્યક્તિત્વનું લક્ષણ : આ નૈતિક વ્યક્તિત્વનો પ્રકાર પહેલાની અપેક્ષા કંઈક બરાબર હોય છે. પરંતુ અશુભ જ હોય છે. આ અવસથામાં પણ પ્રાણીનો વ્યવહાર વાસનાત્મક પક્ષથી ભાવિત હોય છે. પરંતુ તે પોતાની વાસનાઓની પૂર્તિમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા લાગે છે. માટે તેનો વ્યવહાર પ્રગટ રૂપમાં તો કંઈક પ્રમાર્જીત રહે છે. પરંતુ તેની પાછળ કુટિલતા જ કામ કરે છે. તે વિરોધીનું અહિત અપ્રત્યક્ષ રૂપથી કરે છે. એવા પ્રાણી ઈર્ષાળુ, અસહિષ્ણુ, અસંયમી, અજ્ઞાની, કપટી, નિર્લજ્જ, લંપટ, દ્વેષ-બુદ્ધિથી યુક્ત, રસ લોલુપી અને પ્રમાદી હોય છે. છતાં પણ તે પોતાની સુખ-સુવિધાનું સદૈવ ધ્યાન રાખે છે, તે બીજાનું અહિત પોતાના હિતના નિમિત્તે કરે છે. તે પોતાના અલ્પ હિતનાં માટે બીજાનું મોટુ અહિત પણ કરી દે છે. જે પ્રાણીઓથી તેનો સ્વાર્થ સંધાય છે તે પ્રાણીઓના હિતનું પોષણ-ન્યાયનાં અનુસાર તે કંઈક ધ્યાન અવશ્ય રાખે છે, પરંતુ મનોવૃત્તિ દૂષિત જ હોય છે. જેમ- બકરી પાળનાર બકરાને એટલા માટે નથી ખવડાવતો કે તેનાથી બકરાનું હિત થશે, પરંતુ એટલા માટે ખવડાવે છે કે તેને મારવાથી અધિક માંસ મળશે. આવા વ્યક્તિ બીજાનાં બાહ્ય રૂપમાં જે પણ હિત કરતા દેખાય છે તેના પાછળ તેનો ગહન સ્વાર્થ છુપાયેલ રહે છે. ૩. કાપોત લેશ્યા (અશુભ મનોવૃત્તિ)થી યુક્ત વ્યક્તિત્વનું લક્ષણ : આ મનોવૃત્તિ પણ દૂષિત છે. આ મનોવૃત્તિમાં પ્રાણીનો વ્યવહાર, મન, વચન, કર્મથી એક રૂપ થતું નથી તેની કરણી અને કથની અલગ હોય છે. મનોભાવોમાં સરળતા હોતી નથી, કપટ અને અહંકાર હોય છે. તે પોતાના દોષોને સદૈવ છૂપાવવાની કોશિશ કરે છે. તેનો દૃષ્ટિકોણ અયથાર્થ અને વ્યવહાર અનાર્ય હોય છે. તે વચનથી બીજાની ગુપ્ત વાતોને પ્રગટ કરનાર અથવા બીજાનાં રહસ્યોને પ્રગટ કરી તેનાથી પોતાનું હિત સાધનાર, બીજાનાં ધનનું અપહરણ કરનાર અને માત્સર્ય ભાવોથી યુક્ત હોય છે. આવા વ્યક્તિ બીજાનું અહિત ત્યારે જ કરે છે જ્યારે તેનાથી તેની સ્વાર્થ સિદ્ધિ થાય છે.' ૪. તેજો-લેશ્યા (શુભ મનોવૃત્તિ)થી યુક્ત વ્યક્તિત્વના લક્ષણ : આ મનોદશા પવિત્ર હોય છે. આ મનોભૂમિમાં પ્રાણ પાપભીરુ હોય છે. અર્થાત તે અનૈતિક આચરણની તરફ પ્રવૃત્ત થતા નથી. તે સુખાપેક્ષી હોય છે. પરંતુ કોઈ અનૈતિક આચરણ દ્વારા તે સુખોની પ્રાપ્તિ કે પોતાનો સ્વાર્થ સાંધતા ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૪૨૧-૨૨ ૨. તેજ, ૩૪ ૨૩-૨૪ ૩. તેજ, ૩૪૨૫-૨૬ 47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy