________________
૩. વેશ્યા-યોગ પરિણામ છે. અર્થાતુ શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓનું પરિણામ છે. આ મત આચાર્ય હરિભદ્રનો છે.' ભાવ લેશ્યા : ભાવલેશ્યા આત્માના અધ્યવસાય કે અંત:કરણની વૃત્તિ છે. પં. સુખલાલજીના શબ્દોમાં ભાવલેશ્યા આત્માનો મનોભાવ છે. જે સંક્લેશ અને યોગથી જોડાયેલ છે. સંકલેશના તીવ્ર, તીવ્રતમ, મંદ, મંદતર, મંદતમ આદિ અનેક ભેદ હોવાથી વેશ્યા (મનોભાવ) વાસ્તવમાં અનેક પ્રકારની છે. છતા પણ
સંક્ષેપમાં છ ભેદ કરીને (જૈન) શાસ્ત્રોમાં તેનું સ્વરુપ વર્ણન કરેલ છે. ઉત્તરાધ્યયન સૂત્ર' માં લેશ્યાઓનાં સ્વરૂપનું વર્ણન વિવિધ પક્ષોના આધાર પર વિસ્તૃતરુપથી થયેલ છે. છતાં પણ અમે પોતાના વિવેચનને વેશ્યાઓનાં ભાવાત્મક પક્ષ સુધી જ મર્યાદિત રાખવું યોગ્ય સમજશું. મનોદશાઓમાં સંકલેશની જૂનાધિકતા અથવા મનોભાવોની અશુભત્વથી શુભત્વની તરફ વધવાની સ્થિતિઓનાં આધાર પર જ તેના વિભાગ કરેલ છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત આ બે મનોભાવોમાંથી તેની તારતમ્યતાના આધાર પર છ ભેદ કરેલ છેઅપ્રશસ્ત મનોભાવ
પ્રશસ્ત મનોભાવ કુષ્ણ લેશ્યા-તીવ્રતમ અપ્રશસ્ત મનોભાવ,
તેજો વેશ્યા- પ્રશસ્ત મનોભાવ, ૨. નીલ ગ્લેશ્યા - તીવ્ર અપ્રશસ્ત મનોભાવ, ૫. પદમ વેશ્યા - તીવ્ર પ્રશસ્ત મનોભાવ, ૩. કાપોત લેશ્યા-અપ્રશસ્ત મનોભાવ,
૬. શુકલ-લેશ્યા- તીવ્રતમ પ્રશસ્ત મનોભાવ. લેશ્યાઓ અને નૈતિક વ્યક્તિત્વનું શ્રેણી વિભાજન :
લેશ્યાઓ મનોભાવોનું વર્ગીકરણ માત્ર નથી, પરંતુ તે ચારિત્રના આધાર પર કરેલ વ્યક્તિત્વના પ્રકાર પણ છે. મનોભાવ અથવા સંકલ્પ આંતરિક તથ્ય નથી. પણ તે ક્રિયાઓનાં રૂપમાં બાહ્ય અભિવ્યક્તિ પણ ઈચ્છે છે. વાસ્તવમાં સંકલ્પ જ કર્મમાં રૂપાન્તરિત થાય છે. બેડલેનું આ કહેવું યોગ્ય છે કે- 'કર્મ સંકલ્પનું રૂપાન્તરણ છે. મનોભૂમિ કે સંકલ્પ વ્યક્તિના આચરણનું પ્રેરક સૂત્ર છે. પરંતુ કર્મક્ષેત્રમાં સંકલ્પ અને આચરણ બે અલગ-અલગ તત્વ રહેતા નથી. આચરણથી સંકલ્પોની મનોભૂમિકાનું નિર્માણ અને સંકલ્પોની મનોભૂમિકા પર જ આચરણ સ્થિત થાય છે. મનોભૂમિ, આચરણ અથવા ચરિત્રનો ઘનિષ્ઠ સંબંધ છે.
એટલું જ નહિં, મનોવૃત્તિ સ્વયંમાં પણ એક આચરણ છે. માનસિક કર્મ પણ કર્મ જ છે. માટે જૈન વિચારકોએ જ્યારે લેશ્યા-પરિણામની ચર્ચા કરી તો તે માત્ર મનોદશાઓની ચર્ચા કરી તો તે માત્ર મનોદશાઓની ચર્ચાઓ સુધી જ મર્યાદિત રહ્યા નહિ. પરંતુ તેવોએ તે મનોદશાથી પ્રત્યુત્પન્ન જીવનનાં કર્મ-ક્ષેત્રમાં ઘટિત થનાર વ્યવહારોની પણ ચર્ચા કરી અને આ પ્રમાણે જૈન વેશ્યા-સિદ્ધાન્ત વ્યક્તિત્વનાં નૈતિક પક્ષનાં આધાર પર વ્યક્તિત્વનાં નૈતિક પ્રકારોનું વર્ગીકરણનો જ સિદ્ધાંત બની ગયો. જૈન વિચારકોએ આ સિદ્ધાંતનાં આધાર પર એ બતાવેલ છે કે- નૈતિક દૃષ્ટિથી વ્યક્તિત્વ યા તો નૈતિક હશે અથવા અનૈતિક હશે’ આ પ્રમાણે બે વર્ગ થશે. ૧. નૈતિક અને ૨. અનૈતિક. આને ધાર્મિક અને અધાર્મિક અથવા શુકલપક્ષી અને કૃષ્ણપક્ષી પણ કહેવાય છે. એક વર્ગ એવો છે કે જે નૈતિકતા અથવા શુભની તરફ ઉન્મુખ છે. બીજો વર્ગ એ છે કે જે અનૈતિકતા અથવા અશુભની તરફ ઉન્મુખ છે. આ પ્રમાણે નૈતિક ગુણાત્મક અંતરનાં આધાર પર વ્યક્તિત્વનાં આ બે પ્રકાર બને છે. પરંતુ જૈન-વિચારક માત્ર ગુણાત્મક વર્ગીકરણથી સંતુષ્ટ નથી થતા અને તેવોએ તે બે ગુણાત્મક પ્રકારોના ત્રણ-ત્રણ પ્રકારના માત્રાત્મક અંતરો (જધન્ય, મધ્યમ અને
૧. દર્શન અને ચિંતન, ભાગ-૨, પૃ. ૨૯૭ ૨. (ક) અભિધાન રાજેન્દ્ર કોષ. ખંડ-૬ પૃ. ૬૭૫
| (ખ) ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૪/૩ ૩. એથિકલ સ્ટડીઝ પૃ.૬૫.
46 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org