________________
૯,
પુરુષવેદ : પુરુષત્વ સંબંધી કામ-વાસના અર્થાતુ સ્ત્રી સંભોગની ઈચ્છા પુરુષવેદ છે. નપુંસક વેદ : જીવમાં (પ્રાણી) સ્ત્રીત્વ સંબંધી અને પુરુષત્વ સંબંધી બન્ને વાસનાઓનું હોવું નપુંસકવેદ
કહેવાય છે. બંનેના સંભોગની ઈચ્છા જ નંપુસકવેદ છે. કામ-વાસનાની તીવ્રતાની દૃષ્ટિથી જૈન વિચારકોનાં અનુસાર પુરુષની કામ-વાસના શીઘ્ર ઉત્પન્ન થઈ જાય છે અને શીધ્ર શાંત પણ થઈ જાય છે. સ્ત્રીની કામ-વાસના મોડેથી ઉત્પન્ન થાય છે. પરંતુ એકવાર ઉત્પન્ન થઈ જવા પર ઘણા લાંબા સમય સુધી શાંત થતી નથી. નપુંસકની કામ-વાસના શીઘ્ર ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ શાન્ત મોડેથી થાય છે. આ પ્રમાણે ભય, શોક, ધૃણા, હાસ્ય, રતિ, અરતિ અને કામ-વિકાર તે ઉપઆવેગ છે. આ પણ વ્યક્તિના જીવનને ખૂબજ પ્રભાવિત કરે છે. ક્રોધ આદિની શક્તિ તીવ્ર હોય છે એટલા માટે તે આવેગ છે તે વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરવાના સિવાય તેના આંતરિક ગુણો-સમ્યક દૃષ્ટિકોણ આત્મ-નિયંત્રણ આદિને પણ પ્રભાવિત કરે છે. ભય આદિ ઉપ-આવેગ વ્યક્તિનાં આંતરિક ગુણોને એટલા પ્રત્યક્ષ પ્રભાવિત કરતા નથી. જેટલા શારીરિક અને માનસિક સ્થિતિને કરે છે. તેની શક્તિ અપેક્ષાકૃત ક્ષીણ થાય છે. એટલા માટે તે ઉપ-આવેગ કહેવાય છે.'
જૈન સુત્રોમાં આ ચાર પ્રમુખ કષાયોને ચંડાલ ચોકડી” કહેવામાં આવે છે. આમાં અનંતાનુબંધી આદિ જે વિભાગ છે તેને સદૈવ ધ્યાનમાં રાખવું જોઈએ. અને હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે કષાયોમાં તીવ્રતા ન આવે, કારણ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના કારણે સાધક અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ કરે છે અને સમ્યગ્દષ્ટિ બની શકતા નથી. આ જન્મ-મરણના રોગની અસાધ્યવસ્થા છે. અપ્રત્યાખ્યાન કષાયના થવાથી સાધક, શ્રાવક કે ગૃહસ્થ સાધકનાં પદ પર પડી જાય છે. તે સાધકના આંશિક ચરિત્રનો નાશ કરી દે છે. તે વિકારોની દુ:સાધ્યાવસ્થા છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન કષાયની અવસ્થામાં સાધુત્વ પ્રાપ્ત થતું નથી. આને વિકારોની પ્રયત્ન-સાધ્યાવસ્થા કહી શકાય છે. સાધકે પોતાના જીવનમાં ઉપર કહેલ ત્રણ પ્રકારનાં કષાયોને સ્થાન આપવું ન જોઈએ. કારણ કે આનાથી તેની સાધના કે ચારિત્ર ધર્મનો નાશ થઈ જાય છે. એટલું જ નહિ સાધકને પોતાની અંદર સંજ્વલન કષાયને પણ સ્થાન આપવું ન જોઈએ. કારણ કે જ્યાં સુધી ચિત્તમાં સૂક્ષ્મતમ ક્રોધ, માન, માયા અને લોભ રહે છે ત્યાં સુધી સાધક પોતાના લક્ષ્ય-નિર્વાણની પ્રાપ્તિ કરી શકતા નથી. સંક્ષેપમાં અનંતાનુબંધી ચોકડી કે કષાયોની તીવ્રતમ અવસ્થા યથાર્થ દૃષ્ટિકોણની ઉપલબ્ધિમાં બાધક છે. અપ્રત્યાખ્યાની ચોકડી કે કષાયોની તીવ્રતર અવસ્થા આત્મ નિયંત્રણમાં બાધક છે. પ્રત્યાખ્યાની ચોકડી કે કષાયોની તીવ્ર અવસ્થા શ્રમણ જીવનની ઘાતક છે. આ પ્રમાણે સંજ્વલન ચોકડી કે અલ્પ-કષાય પૂર્ણ નિષ્કામ જે વિતરાગ જીવનની ઉપલબ્ધિમાં વિનરૂપ છે. એટલા માટે સાધકે સૂક્ષ્મતમ કષાયોને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે એના હોવાથી તેની સાધનામાં પૂર્ણતા આવી શકતી નથી. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આત્મહિત (ચાહનાર) ઈચ્છનાર સાધક પાપની વૃદ્ધિ કરનાર ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર દોષોને પૂર્ણત: છોડી દે છે. લેશ્યા સિદ્ધાંત
જૈન વિચારકોના અનુસાર જેના દ્વારા આત્મા કર્મોથી લિપ્ત થાય છે કે બંધનમાં આવે છે તે લેશ્યા છે. જૈનાગમોમાં લેશ્યા બે પ્રકારની માની છે - ૧. દ્રવ્ય લેશ્યા : દ્રવ્ય લેશ્યા સૂક્ષ્મ ભૌતિક તત્ત્વોથી નિર્મિત તે આંગિક સંરચના છે. જે આપણા મનોભાવો
અને તજ્જનિત કર્મોનું સાપેક્ષ રૂપમાં કારણ અથવા કાર્ય બને છે. જે પ્રમાણે પિત્ત દ્રવ્યની વિશેષતાથી સ્વભાવમાં ક્રોધીપણું આવે છે અને ક્રોધનાં કારણે પિત્તનું નિર્માણ વધારે પણ થાય છે. તે જ પ્રમાણે આ સૂક્ષ્મ ભૌતિક તત્વોથી મનોભાવનાના કારણે આ સૂક્ષ્મ સંરચનાઓનું નિર્માણ થાય છે. આના સ્વરૂપનાં સંબંધોમાં પં. સુખલાલજી અને રાજેન્દ્રસૂરિજી એ નીચે પ્રમાણેના ત્રણ મતોનો ઉલ્લેખ કરેલ છે૧. લેગ્યા - દ્રવ્ય કર્મ-વર્ગણાથી બનેલ છે. આ મત ઉતરાધ્યયનની ટીકામાં છે. ૨. લેગ્યા - દ્રવ્ય બધ્યમાન કર્મપ્રવાહ રૂપ છે. આ મત પણ ઉત્તરાધ્યયનની ટીકામાં વાદિવેતાલ શાંતિસૂરિનો છે.
૧. જૈન સાઈકોલોજી પૃ. ૧૩૧ - ૧૩૪ ૩. દશવૈકાલિક સૂત્ર - ૮૩૭
૨. તમે અનંત શક્તિના સ્ત્રોત છો. પૃ. ૪૭ ૪. અભિધાન રાજેન્દ્ર કોષ - ખંડ-૬, પૃ. ૬૭૫
45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org