________________
નોકષાય' કહેવાય છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી વિચાર કરતા નોકષાય તે પ્રાથમિક સ્થિતિ છે. જેનાથી કષાય ઉત્પન્ન થાય છે. આવેગોની તીવ્રતાની દૃષ્ટિથી નોકષાય ઓછા તીવ્ર હોય છે અને કષાય અધિક તીવ્ર હોય છે. મ કારક પણ કહેવાય છે. જૈન ગ્રંથોમાં આની સંખ્યા નવ માની છે - ૧, હાસ્ય - સુખ કે પ્રસન્નતાની અભિવ્યક્તિ હાસ્ય છે. જૈન વિચારણાની અનુસાર હાસ્યનું કારણ પૂર્વ-કર્મ
કે વાસના સંસ્કાર છે. શોક - ઈષ્ટ વિયોગ અને અનિયોગથી સામાન્ય વ્યક્તિમાં જે મનોભાવ જાગ્રત થાય છે તે શોક કહેવાય
છે. શોક ચિત્તવૃત્તિની વિકલતાનું દ્યોતક છે. અને આ પ્રમાણે માનસિક સમત્વનું ભંગ કરનાર છે. ૩, રતિ (સચિ) : અભિષ્ટ પદાર્થો પર પ્રીતિભાવ અથવા ઈન્દ્રિય-વિષયોમાં ચિત્તની અભિરતતા જ રતિ છે.
આના કારણે જ આસક્તિ અને લોભની ભાવનાઓ પ્રબલ થાય છે.' અરતિ : ઈન્દ્રિય-વિષયોમાં અરુચિ જ અરતિ છે. અરુચિ નો ભાવ જ વિકસિત થઈને ધૃણા અને દ્વેષ બને છે. રાગ અને દ્વેષ તથા રુચિ અને અરુચિમાં પ્રમુખ એ જ છે કે રાગ અને દ્વેષ માનસની સક્રિય અવસ્થાઓ છે. જ્યારે રુચિ અને અરુચિ નિષ્ક્રિય અવસ્થાઓ છે. રતિ અને અરતિ પૂર્વ-કર્મ-સંસ્કારજનિત સ્વાભાવિક રુચિ અને અરુચિનો ભાવ છે. ધૃણા : ધૃણા કે જુગુપ્સા અરુચિનું જ વિકસિત રુપ છે. અરુચિ અને ધૃણામાં ફકત માત્રાત્મક અંતર જ છે. અરુચિની અપેક્ષા છૂણામાં વિશેષતા એ છે કે અરુચિમાં પદાર્થ-વિશેષનાં ભોગની અરુચિ હોય છે, પરંતુ તેની ઉપસ્થિતિ સહ્ય હોય છે. જ્યારે ધૃણામાં તેનો ભોગ અને તેની ઉપસ્થિતિ બંને જ અસહ્ય હોય
છે. અરુચિનું વિકસિત રુપ ધૃણા અને ધૃણાનું વિકસિત રુપ દ્વેષ છે. ૬. ભય : કોઈ વાસ્તવિક કે કાલ્પનિક તથ્યથી આત્મ-રક્ષાનાં નિમિત્તથી બચવાની પ્રવૃત્તિ જ ભય છે. ભય
અને ધૃણામાં પ્રમુખ અંતર એ છે કે ઘણાના મૂળમાં દ્રષ-ભાવ રહે છે. જ્યારે ભયમાં આત્મરક્ષણનો ભાવ પ્રબલ હોય છે. ધૃણા ક્રોધ અને દ્વેષનું એક રુપ છે. જ્યારે ભય લોભ કે રાગની જ એક અવસ્થા છે.
જૈનાગમોમાં ભય સાત માન્યા છે. જેમકે - (૧) ઈહલોક ભય : અહીં લોક શબ્દ સંસારના અર્થમાં ન લેતા જાતિનાં અર્થમાં લીધેલ છે. સ્વજાતિનાં પ્રાણીઓથી
અર્થાતુ મનુષ્યોના માટે મનુષ્યોથી ઉત્પન્ન થનાર ભય. (૨) પરલોક ભય : અન્ય જાતિના પ્રાણિઓથી થનાર ભય, જેમકે- મનુષ્યોના માટે પશુઓનો ભય. (૩) આદાન ભય : ધનની રક્ષાના નિમિત્તે ચોર-ડાકૂ આદિ ભયનાં બાહ્ય કારણોથી ઉત્પન્ન ભય. (૪) અકસ્માત ભય : બાહ્ય નિમિત્તનાં અભાવમાં સ્વકીય કલ્પનાથી નિર્મિત ભય અથવા અકારણ ભય. ભયનું
આ રુપ માનસિક જ હોય છે. જેને મનોવિજ્ઞાનમાં અસામાન્ય ભય કહેવામાં આવે છે. (૫) આજીવિકા ભય : આજીવિકા કે ધનોપાર્જનનાં સાધનોની સમાપ્તિ (વિચ્છેદ)નો ભય. કેટલાંક ગ્રંથોમાં આના
સ્થાન પર વેદના ભયનો ઉલ્લેખ છે. રોગ કે પીડાનો ભય વેદનાનો ભય છે. (૬) મરણ ભય : મૃત્યુનો ભય. જૈન અને બૌદ્ધ વિચારણામાં મરણ-ધર્મતાનું સ્મરણ તો નૈતિક દૃષ્ટિથી આવશ્યક
છે. પરંતુ મરણ ભય (મરણાશા અને જીવિતાશા)ને નૈતિક દૃષ્ટિથી અનુચિત માનેલ છે. (૭) અશ્લોક (અપયશ) ભય : માન-પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડના ભય. ૭. સ્ત્રીવેદ : સ્ત્રીવેદનો અર્થ છે. સ્ત્રીત્વ સંબંધી કામ-વાસના અર્થાત્ પુરુષથી સંભોગની ઈચ્છા. જૈન વિચારણામાં
લિંગ અને વેદમાં અંતર છે. લિંગ આંગિક સંરચનાનું પ્રતીક છે. જ્યારે વેદ તત્સંબંધી વાસનાઓની અવસ્થા છે. આ આવશ્યક નથી કે સ્ત્રી-લિંગ હોવાથી સ્ત્રીવેદ, હોય જ, જૈન વિચારણાના અનુસાર લિંગ (આંગિક રચના)નું કારણ નામકર્મ છે. જ્યારે વેદ (વાસના)નું કારણ ચારિત્ર મહોનીય કર્મ છે.
૧. અભિધાન રાજેન્દ્ર કોષ - ખંડ-૭ પૃ. ૧૧પ૭ ૩. શ્રમણ આવશ્યક સૂત્ર – ઉપાધ્યાય અમર મુનિ ભય સૂત્ર
૨. તેજ ખંડ-૬ પૃ. ૪૬૭
44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org