________________
ક્રિયા કર્મ કહેવાય છે. પ્રત્યેક પ્રવૃત્તિ પછી ચાહે તે માનસિક હોય, વાચિક હોય કે શારીરિક હોય કર્મ છે. પરંતુ જૈન પરંપરામાં જ્યારે અમે કર્મ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો ત્યાં એ ક્રિયાઓ ત્યારે જ કર્મ બને છે જ્યારે તે બંધનનું કારણ હોય. મીમાંસા દર્શનમાં કર્મનું તાત્પર્ય યજ્ઞ-યાગ આદિ ક્રિયાઓથી લેવાય છે. ગીતા આદિમાં કર્મનો અર્થ પોતાના વર્ણાશ્રમના અનુસાર કરેલ કર્મોથી લેવામાં આવેલ છે. યદ્યપિ ગીતા એક વ્યાપક અર્થમાં પણ કર્મ શબ્દનો પ્રયોગ કરે છે. તેના અનુસાર મનુષ્ય જે પણ કરે છે કે કરવાનો આગ્રહ રાખે છે તે બધી પ્રવૃત્તિઓ કર્મની શ્રેણીમાં આવે છે. બૌદ્ધ દર્શનમાં ચેતનાને જ કર્મ કહ્યું છે. બુદ્ધ કહે છે કે "ભિક્ષુઓ કર્મ ચેતના જ છે.” એવું હું એટલા માટે કહું છું કે ચેતનાનાં દ્વારા જ વ્યક્તિ કર્મને કરે છે તે કાયાથી, મનથી કે વાણીથી.' આ પ્રમાણે બૌદ્ધ દર્શનમાં કર્મના સમુત્થાન કે કારકને જ કર્મ કહેવાય છે.
બૌદ્ધ દર્શનમાં આગળ ચેતના કર્મ અને ચેતયિત્વ કર્મની ચર્ચા થયેલ છે. ચેતના કર્મ માનસિક કર્મ છે. ચેતયિત્વા કર્મ વાચિક અને કાયિક કર્મ છે. પરંતુ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેને કર્મસિદ્ધાંતમાં કર્મ શબ્દ અધિક વાચિક અર્થમાં ગૃહિત થયેલ છે. તેમાં માત્ર ક્રિયાને જ કર્મ કહેલ નથી. પરંતુ તેના હેતુ કારણને પણ કર્મ કહેલ છે. આચાર્ય દેવેન્દ્રસૂરિએ લખે છે કે જીવની ક્રિયાનો હેતુ જ કર્મ છે. પરંતુ અમે માત્ર હેતુને પણ કર્મ કહી શકતા નથી, હેતુ તેનાથી નિષ્પન્ન ક્રિયા અને તે ક્રિયાનું પરિણામ બધુ મળીને જૈનદર્શનમાં કર્મની પરિભાષાને સ્પષ્ટ કરે છે. પં. સુખલાલજી સંઘવી લખે છે કે મિથ્યાત્વ, કષાય આદિ કારણોથી જીવ દ્વારા જે કરાય છે તે કર્મ કહેવાય છે. મારી દૃષ્ટિથી આની સાથે-સાથે કર્મમાં તે ક્રિયાના વિપાકને પણ મેળવવું પડશે. આ પ્રમાણે કર્મનો હેતુ ક્રિયા અને ક્રિયા-વિપાક બધુ મળીને કર્મ કહેવાય છે. જૈન દાર્શનિકોએ કર્મના બે પક્ષ માનેલ છે
૧. રાગ-દ્વેષ અને કષાય : આ બધા મનોભાવ ભાવકર્મ કહેવાય છે. ૨. કર્મ પુદગલ : આ દ્રવ્ય કર્મ કહેવાય છે. એ ભાવકર્મનું પરિણામ હોય છે. સાથે જ મનોજન્ય-કર્મની ઉત્પત્તિનું
નિમિત્ત કારણ પણ હોય છે. એ પણ યાદ રાખવું જોઈએ કે એ કર્મ હેતુ (ભાવ-કર્મ) અને કર્મ-પરિણામ
(દ્રવ્ય-કર્મ) પણ પરસ્પર કાર્ય-કારણભાવ રાખે છે. બધા આસ્તિકદર્શનોએ એક એવી સત્તાને સ્વીકાર કરેલ છે કે જે આત્મા કે ચેતનાની શુદ્ધતાને પ્રભાવિત કરે છે. તેને વેદાંતમાં માયા, સાંખ્યમાં પ્રકૃતિ, ન્યાય-દર્શનમાં અદષ્ટ અને મીમાંસામાં અપૂર્વ કહેવાય છે. બૌદ્ધ દર્શનમાં તેને અવિદ્યા અને સંસ્કાર (વાસના)નાં નામથી જાણી શકાય છે. યોગદર્શનમાં તેને આશય કહેવાય છે. તો શૈવ-દર્શનમાં તે પાશ કહેવાય છે. જૈનદર્શન આત્માની વિશુદ્ધતાને પ્રભાવિત કરનારી શક્તિને 'કર્મ” કહે છે. જૈનદર્શનમાં કર્મનાં નિમિત્ત કારણોનાં રૂપમાં કર્મ-પુદ્ગલનો પણ સ્વીકાર કરેલ છે. જ્યારે તેનાં ઉપાદાનના રૂપમાં આત્માને જ માનેલ છે. આત્માના બંધનમાં કર્મ-પુદ્ગલ નિમિત્ત-કારણ છે અને સ્વયં આત્મા ઉપાદાન-કારણ હોય છે. કર્મનું ભૌતિક સ્વરૂપ :
જૈનદર્શનમાં કર્મ ચેતનાથી ઉત્પન્ન ક્રિયા માત્ર નથી. પરંતુ તે સ્વતંત્ર તત્વ પણ છે. આત્માના બંધનનું કારણ શું છે? જ્યારે આ પ્રશ્ન જૈન દાર્શનિકોની સમક્ષ આવ્યું તો તેને બતાવ્યું કે આત્માના બંધનનું કારણ કેવળ આત્મા ન હોય શકે. વાસ્તવમાં કષાય (રાગ-દ્વેષ) અથવા મોહ (મિથ્યાત્વ) આદિ જે બંધની મનોવૃત્તિઓ છે તે પણ સ્વયમેવ ઉત્પન્ન થઈ શકતી નથી. જ્યાં સુધી તે પૂર્વબદ્ધ કર્મ-વર્ગણાઓ વિપાકનાં રૂપમાં ચેતનાની સમક્ષ ઉપસ્થિત થતી નથી. જે પ્રમાણે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી શરીર-રસાયનોના પરિવર્તનથી સવેગ (મનોભાવ) ઉત્પન્ન થાય છે અને તે સંવેગોના કારણે જ શરીર રસાયનોમાં પરિવર્તન થાય છે. આજ સ્થિતિ આત્માની પણ છે. પૂર્વ-કર્મોનાં કારણે આત્મામાં રાગ-દ્વેષ આદિ મનોભાવ ઉત્પન્ન થાય છે અને એ ઉદયમાં આવેલ મનોભાવોનાં ક્રિયા-રૂપ પરિણત થવા પર આત્મા નવીન કર્મોનો સંચય કરે છે. બંધનની દૃષ્ટિથી કર્મ-વર્ગણાઓના કારણે મનોભાવ ઉત્પન્ન થાય છે અને તે મનોભાવનાં કારણે જડ કર્મ-વર્ગણાઓ કર્મનું સ્વરૂપ ગ્રહણ કરી આત્માને બંધનમાં નાંખે છે. જૈન વિચારકોનાં અનુસાર એકાંત રૂપથી ન
૧. અંગુત્તનિકાય-ઉપાધ્યાય ભરતસિંહ, બૌદ્ધ - દર્શન અને અન્ય ભારતીય દર્શન પૃ. ૪૬૩ ૨. જુઓ - આચાર્ય નરેન્દ્ર દેવ, બૌદ્ધ, ધર્મ દર્શન, પૃ. ૨૫૦ ૩. દેવેન્દ્રસૂરિ, કર્મગ્રંથ પ્રથમ, કર્મ-વિપાક.
52
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org