________________
એ અન્ય બધા દ્રવ્યોમાં પર્યાય પરિવર્તનમાં નિમિત્ત કારણ બની કાર્ય કરે છે. ફરીથી જો કાળ દ્રવ્યમાં ધ્રૌવ્યત્વનો અભાવ માનીશુ તો એનું દ્રવ્યત્વ સમાપ્ત થઈ જશે. માટે એને સ્વતંત્ર દ્રવ્ય માનવાથી એમાં ઉત્પાદ, વ્યયની સાથે-સાથે ધ્રૌવ્યત્વ પણ માનવુ પડશે. કાળચક્ર :
અર્ધમાગધી આગમ સાહિત્યમાં કાળની ચર્ચા ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના રૂપમાં પણ ઉપલબ્ધ થાય છે. આમાં પ્રત્યેકના છ- છહ વિભાગ કરવામાં આવ્યા છે. જેને આરા કહેવાય છે. આ છ આરા નીચે મુજબ છે. ૧. સુષમા - સુષમાં
૨. સુષમા ૩. સુષમા- દુષમાં
૪. દુષમા - સુષમાં ૫. દુષમા અને
૬. દુષમા – દુષમાં ઉત્સર્પિણીકાળમાં આનો ક્રમ વિપરીત હોય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીકાળ મળીને એક કાળચક્ર પૂરો (પૂર્ણ) થાય છે. જૈનોની કાળચક્રની આ કલ્પના બૌદ્ધ અને હિંદુ કાળચક્રની કલ્પનાથી ભિન્ન છે. પણ આ બધામાં એ વાતને લઈને સમાનતા છે કે આ બધા કાળચક્રના વિભાજનનો આધાર સુખ-દુ:ખ અને મનુષ્યના નૈતિક અને આધ્યાત્મિક વિકાશની ક્ષમતાને બનાવી છે.
જૈનોના અનુસાર ઉત્સર્પિણીકાળમાં ક્રમશઃ વિકાસ અને અવસર્પિણીકાળમાં ક્રમશઃ પતન થાય છે. જ્ઞાતવ્ય છે કે કાળચક્રનું પ્રવર્તન જંબુદ્વીપના ભરતક્ષેત્ર આદિ થોડા વિભાગોમાં જ થાય છે. આત્મા અને પુદગલનો સંબંધ :
આ રીતે પાંચ અસ્તિકાય દ્રવ્યો અને એક અનસ્તિકાય દ્રવ્યનું વિવેચન કર્યા પછી સંસાર અને મોક્ષને સમજવા માટે આત્મા અને પુદ્ગલ દ્રવ્યના પારસ્પરિક સંબંધને સમજવું આવશ્યક છે. આત્મા અને પુદ્ગલનો પરસ્પર વિચિત્ર સંબંધ છે.
આના સંબંધથી જ શરીર, ઈન્દ્રિય, મન વગેરે પ્રાપ્ત થાય છે તેમજ આના સંબંધથી જ જીવ એક ગતિથી બીજી ગતિમાં ગમન કરે છે. આનો આ સંબંધ વેશ્યા, કષાય અને કર્મબંધના રૂપમાં પણ વ્યક્ત થાય છે. દ્રવ્યાનુયોગમાં વર્ણિત વિવિધ વિષય-વસ્તુમાંથી અહિયાં ઈન્દ્રિય, કષાય-સિદ્ધાંત, વેશ્યા-સિદ્ધાંત અને કર્મ-સિદ્ધાંત પર વિશેષ વિચાર કરવામાં આવી રહ્યો છે. ઈન્દ્રિય :
ઈન્દ્રિય શબ્દનો અર્થ ઈન્દ્રિય શબ્દના અર્થનું વિશદ વિવેચન ન કરતા અહિંયા અમે માત્ર એ જ કહીશું કે જે જે સાધનોની સહાયતાથી જીવાત્મા વિષયોની તરફ અભિમુખ સન્મુખ થાય છે. અથવા વિષયોના ઉપભોગમાં સમર્થ થાય છે. એ ઈન્દ્રિયો છે.' આ અર્થને લઈ જૈન, બૌદ્ધ અને ગીતાની વિચારણામાં કયાંય કંઈ વિવાદ જોવા નથી મળતો.' ઈન્દ્રિયોની સંખ્યા :
જૈન દર્શનમાં ઈન્દ્રિયો પાંચ માનવામાં આવી છે. ૧. શ્રોત્ર, ૨, ચક્ષુ, ૩. પ્રાણ, ૪. રસના અને ૫. સ્પર્શન (ત્વચા)
જૈન દર્શનમાં મનને નોઈન્દ્રિય (Quasi Sense Organ) કહ્યું છે. જૈનદર્શનમાં કર્મેન્દ્રિયોનો વિચાર ઉપલબ્ધ નથી. છતાં પણ પાંચ કર્મેન્દ્રિયો એના દશ બળની ધારણામાંથી વાણી બળ, શરીર બળ અને શ્વાસોશ્વાસ બળમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઈન્દ્રિય સ્વરૂપ :
જૈનદર્શનમાં ઉપરની પાંચ ઈન્દ્રિયો બે પ્રકારની છે. ૧. દ્રવ્યન્દ્રિય, ૨. ભાવેન્દ્રિય.
૧. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની વિસ્તૃત વિવેચના માટે જુઓ – તિલોયપષ્ણતિ, જીવરાજ ગ્રંથમાળા શોલાપુર,
૪/૩૨૦-૩૯૪. ૨. અભિધાન રાજેન્દ્રકોષ - ખંડ ૨, પૃ. ૫૪૭ ૩. દર્શન અને ચિંતન ભા. ૧, પૃ. ૧૩૪-૧૩પ
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org