________________
ઈન્દ્રિયોનો બાહ્ય સંરચનાત્મક પક્ષ (Structural Aspect) દ્રવ્યેન્દ્રિય છે અને એનું આંતરિક ક્રિયાત્મક પક્ષ (Functional Aspect) ભાવેન્દ્રિય છે. આમાંથી પ્રત્યેકના ફરીથી ઉપવિભાગ પણ કર્યા છે જે નીચેના કોષ્ટકથી સ્પષ્ટ થઈ શકશે
ઈન્દ્રિય
W
દ્રવ્યન્દ્રિય
ભાવેન્દ્રિય
લબ્ધિ
ઉપકરણ (ઈન્દ્રિય રક્ષક અંગ).
નિવૃત્તિ (ઈન્દ્રિય અંગ)
ઉપયોગ (ચેતના)
(શક્તિ )
બાહ્ય આંતરિક બાહ્ય
આંતરિક ઈન્દ્રિયોના વિષય : ૧. શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે, શબ્દ ત્રણ પ્રકારના છે- જીવશબ્દ, અજીવશબ્દ અને મિશ્ર શબ્દ. કેટલાક
વિચારક સાત પ્રકારના શબ્દ પણ માને છે. ચક્ષુ ઈન્દ્રિયનો વિષય રૂપ સંવેદના છે. રૂપ પાંચ પ્રકારના છે. લાલ, કાળો, લીલો, પીળો અને સફેદ.
શેષ રંગ આના જ સમિશ્રણનું પરિણામ છે. ૩. ધ્રાણેન્દ્રિયનો વિષય ગંધ સંવેદના છે. ગંધ બે પ્રકારના છે- ૧. સુગંધ, અને ૨. દુર્ગધ. ૪. રસનાનો વિષય રસાસ્વાદન છે. રસ પાંચ છે- કડવો, ખાટો, ખારો, તિખો મીઠો.
માઠ પ્રકારના છે- ઉષ્ણ, શીત, રુક્ષ (લુખો), (સ્નિગ્ધ) ચીકનો. હલ્કો, ભારે, કર્કશ, કોમળ. આ રીતે શ્રોત્રેન્દ્રિયના ૩, ચક્ષુરિન્દ્રિયના પાંચ, ધ્રાણેન્દ્રિયના ૨, રસના ના
પાંચ અને સ્પર્શેન્દ્રિયના ૮ કુલ મળીને પાંચેના ત્રેવીસ વિષય છે. ઈન્દ્રિય નિરોધ :
ઈન્દ્રિયોના વિષય પોતાની પૂર્તિના પ્રયાસમાં કેવી રીતે નૈતિક પતનની તરફ લઈ જાય છે એનું સજીવ ચિત્રણ ઉત્તરાધ્યયનના ૩૨માં અધ્યયનમાં મળે છે. અહિયાં એનો થોડો અંશ પ્રસ્તુત છે -
રૂપને ગ્રહણ કરવાવાળી ચક્ષુઈન્દ્રિય છે અને રૂપ ચક્ષુઈન્દ્રિયનો વિષય છે. પ્રિયરૂપ રાગનું કારણ અને અપ્રિય રૂપ દ્વેષનું કારણ છે. જે રીતે દૃષ્ટિનો રાગમાં આતુર પતંગિયુ મૃત્યુ પામે છે તે જ રીતે રૂપમાં અત્યંત આસક્ત થઈ જીવ અકાળમાં જ મૃત્યુ પામે છે.' રૂપની આશામાં વશ થયેલો અજ્ઞાની જીવ ત્રસ અને સ્થાવર જીવોની અનેક પ્રકારની હિંસા કરે છે. પરિતાપ ઉત્પન્ન કરે છે તથા પીડિત કરે છે.' રૂપમાં મૂચ્છિત જીવ ભોગ્ય પદાર્થોના ઉત્પાદન રક્ષણ અને વ્યયમાં અને વિયોગની ચિંતામાં લાગી જાય છે. એને સુખ ક્યાં છે? એ સંભોગ કાળમાં જ અતૃપ્ત રહે છે.' રૂપમાં આસક્ત મનુષ્યને થોડુ પણ સુખ નથી હોતુ. જે વસ્તુની પ્રાપ્તિ માટે એને દુ:ખ ઉપાડ્યું એના ઉપભોગના સમયે પણ એ દુ:ખ જ પામે છે."
શ્રોત્રેન્દ્રિય શબ્દને ગ્રહણ કરવાવાળી અને શબ્દ શ્રોત્રેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય છે. પ્રિય શબ્દ રાગનું અને અપ્રિય શબ્દ દ્વેષનું કારણ છે. જે રીતે શબ્દ રાગમાં આસક્ત હરણને મારવામાં આવે છે એ જ રીતે શબ્દોના વિષયોમાં મૂચ્છિત જીવ અકાળમાં જ નાશ પામે છે. મનોજ્ઞ શબ્દની અલોલુપતાના વશવર્તી ભારે કર્મી જીવ અજ્ઞાની થઈ ત્રસ અને સ્થાવર જીવોની અનેક પ્રકારની હિંસા કરે છે. પરિતાપ ઉત્પન્ન કરે છે. તથા પીડા દે છે.’ શબ્દમાં મૂચ્છિત જીવ મનોહર ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૩૨ ૨૩
૨. તેજ - ૩૨/૨૪ ૩. તેજ - ૩૨/૨૭
૪. તેજ - ૩૨/૨૮ ૫. તેજ - ૩૨/૩૨
૬. તેજ - ૩૨/૩૬ ૭. તેજ - ૩૨/૩૭
૮. તેજ - ૩૨/૪૦
38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org