________________
છે. જૈનાચાર્યોએ સ્વભાવ, નિયતિ, પુરૂષાર્થ, કાળ આદિ જે પંચક કારણની ચર્ચા કરી છે એમાં કાળને પણ એક મહત્ત્વપૂર્ણ ઘટક માન્યું છે. જૈન દાર્શનિક સાહિત્યમાં કાળ દ્રવ્યની ચર્ચા અનેક પ્રકારે કરવામાં આવી છે. સર્વપ્રથમ વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એમ કાળના બે વિભાગ કરવામાં આવ્યા છે. નિશ્ચયકાળ અન્ય દ્રવ્યોની પર્યાયોના પરિવર્તનનું નિમિત્ત કારણ છે. બીજા શબ્દોમાં બધા દ્રવ્યોની વર્તના અથવા પરિણમનની શક્તિ જ દ્રવ્યકાળ અથવા નિશ્ચયકાળ છે. વ્યવહાર કાળના સમય, આવલિકા, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર વગેરે રૂપ કહ્યા છે. સંસારમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી જે કાળ વ્યવહાર છે તે પણ આનાથી થાય છે. જૈન પરંપરામાં વ્યવહાર કાળનો આધાર સૂર્યની ગતિ જ માનવામાં આવી છે. સાથે જ એ પણ માનવામાં આવ્યું છે કે આ વ્યવહારકાળ મનુષ્ય ક્ષેત્ર સુધી જ સીમિત છે. દેવલોક આદિમાં આનો વ્યવહાર મનુષ્યક્ષેત્રની અપેક્ષાથી જ છે. મનુષ્યક્ષેત્રમાં જ સમય, આવલિકા, ઘટિકા, પ્રહર, રાત-દિવસ, પક્ષ, માસ,ઋતુ, અયન, સંવત્સર, અવસર્પિણી, ઉત્સર્પિણી વગેરેનો વ્યવહાર હોય છે. વ્યક્તિઓમાં બાળક, યુવા અને વૃદ્ધ અથવા (નવું) નૂતન, જૂનું વગેરેનો જે વ્યવહાર જોવા મળે છે એ બધા પણ કાળના જ કારણ છે. વાસના કાળ, શિક્ષાકાળ, દીક્ષાકાળ વગેરેની અપેક્ષાથી પણ કાળના અનેક ભેદ કરવામાં આવે છે. પણ વિસ્તારના ભયથી એ બધાની ચર્ચા અહીયાં ઉચિત નથી. આવી રીતે કર્મ સિદ્ધાંતના સંદર્ભમાં પ્રત્યેક કર્મ પ્રકૃતિની સત્તા, કાળ વગેરેની પણ ચર્ચા જૈનાગમોમાં મળે છે.
સંખ્યાની દૃષ્ટિએ અધિકાંશ જૈન આચાર્યોએ કાળ દ્રવ્યને એક નહીં પણ અનેક માન્યા છે. એમનું એવું કહેવુ છે કે ધર્મ, અધર્મ, આકાશની જેમ કાળ એક અને અખંડ દ્રવ્ય નહીં થઈ શકે. કાળ દ્રવ્ય અનેક છે. કારણકે એક જ સમયમાં વિભિન્ન વ્યક્તિઓમાં અથવા દ્રવ્યોમાં જે વિભિન્ન પર્યાયોની ઉત્પત્તિ થાય છે. એ બધી ઉત્પત્તિનું નિમિત્ત કારણ એક જ કાળ ન થઈ શકે. માટે કાળ દ્રવ્યને અનેક અથવા અસંખ્યાત દ્રવ્ય માનવુ પડશે. પુનઃ પ્રત્યેક પદાર્થની ભૂત, ભવિષ્યની અપેક્ષાથી અનંત પર્યાયો થાય છે અને એ અનંત પર્યાયોના નિમિત્ત અનંત કાલાણું હશે. માટે કાલાણુ અનંત માનવામાં આવ્યા. અહીયાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કાળ દ્રવ્યને અસંખ્ય કહ્યું પણ કાલાણું અનંત માન્યા કેમ ? એનો ઉત્તર એ છે કે કાળ દ્રવ્ય લોકાકાશ સુધી સીમિત છે અને એની એ સીમિતતાની અપેક્ષાએ એને અનંત દ્રવ્ય ન કહીને અસંખ્યાત દ્રવ્ય કહ્યું છે પણ જીવ અનંત છે અને એ અનંત જીવોની ભૂત ભવિષ્યની અનત પયોયો હોય છે. એ અનંત પર્યાયોમાં પ્રત્યેકનું નિમિત્ત એક કાલાણું થાય છે. માટે કાલાણુ અનંત માન્યા છે. સામાન્ય માન્યતા) અવધારણ એ છે કે પ્રત્યેક આત્મ પ્રદેશ પુદ્ગલ પરમાણુ અને આકાશ પ્રદેશ પર રત્નોની રાશિના સમાન કાલાણુ સ્થિત રહે છે. માટે કાલાણ અનંત છે. રાજવાર્તિક આદિ દિગંબર પરમ્પરાના ગ્રન્થોમાં કાલાણુઓને અન્યોન્ય પ્રવેશથી રહિત પૃથક-પૃથકુ અસંચિત (અસંગ્રહિત) દશામાં લોકાકાશમાં સ્થિત માનવામાં આવ્યા છે.
પણ કેટલાક શ્વેતાંબર આચાર્યોએ આ મતનો વિરોધ કરતા એ પણ માન્યું છે કે કાળ દ્રવ્ય એક અને લોકવ્યાપી છે. એ અણુરૂપ નથી. પણ એવી સ્થિતિમાં કાળમાં પણ પ્રદેશ પ્રચયિત્વ માનવુ પડશે અને પ્રદેશ પ્રચયત્વ માનવાથી તે પણ અસ્તિકાય વર્ગના અંતર્ગત આવી જશે અને એના ઉત્તરમાં પણ કહેવામાં આવ્યું છે કે તિર્યકુ-પ્રચયત્વનો અભાવ હોવાથી કાળ અનસ્તિકાય છે. ઉર્ધ્વ-પ્રચયત્વ અને તિર્ય-પ્રચયત્વની ચર્ચા આપણે પહેલા અસ્તિકાયની ચર્ચાના અંતર્ગત કરી ગયા છીએ.
સુક્ષ્મતાની અપેક્ષાથી કાલાણુઓની અપેક્ષા આકાશ પ્રદેશ અને આકાશ પ્રદેશની અપેક્ષા પુદગલ પરમાણ અધિક સૂક્ષ્મ માન્યા છે. કારણ કે એક જ આકાશ પ્રદેશમાં અનંત પુદ્ગલ પરમાણુ સમાહિત થઈ શકે છે. માટે એ સૌથી સૂક્ષ્મ છે. એ રીતે પરમાણુની અપેક્ષા આકાશ પ્રદેશ અને આકાશ પ્રદેશની અપેક્ષા કાલાણુ સ્થૂલ છે.
સંક્ષેપમાં કાળ દ્રવ્યમાં વર્તના હેતુત્વની સાથે-સાથે અચેતનત્વ, અમૂર્તત્વ, સૂક્ષ્મત્વ આદિ સામાન્ય ગુણ પણ માન્યા છે. આ રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ જે અન્ય દ્રવ્યમાં છે એ પણ કાળ દ્રવ્યમાં જોવા મળે છે. કાળ દ્રવ્યમાં જો ઉત્પાદ, વ્યય, લક્ષણ ન રહે તો એ અપરિવર્તનશીલ દ્રવ્ય થશે. અને જે સ્વતઃ અપરિવર્તનશીલ હોય એ બીજાના પરિવર્તનમાં નિમિત્ત ન થઈ શકે. પણ કાળ દ્રવ્યનું વિશિષ્ટ લક્ષણ એનું વર્તના નામક ગુણ જ છે. જેના માધ્યમથી
9. Studies in Jainism - Edt. M.P. Marathe. P. 69
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org