________________
જીવ-કાળ અને અજીવ-કાળ એવા કાળના બે વર્ગોનો ઉલ્લેખ મળે છે. માટે કેટલાક જૈન વિચારકોએ એમ માન્યું કે જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયોથી પૃથક્ કાળ દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રાચીન સ્તરનો આગમોમાં સર્વપ્રથમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કાળનો સ્વતંત્ર દ્રવ્યના રૂપમાં ઉલ્લેખ જોવા મળે છે. જેમકે અમે પૂર્વે સંકેત કરી ગયા છીએ કે માત્ર ઉમાસ્વાતિના યુગ સુધી જ નહીં અર્થાત્ ઈસાની ત્રીજી-ચોથી શતાબ્દી સુધી અપિતુ (પણ) ચૂર્ણિકાર અર્થાત્ ઈસાની સાતમી શતાબ્દી સુધી કાળ સ્વતંત્ર દ્રવ્ય છે કે નહીં આ પ્રશ્ન પર જૈન દાર્શનિકોમાં મતભેદ હતો. એટલે જ તત્વાર્થસૂત્રમાં ભાષ્યમાન પાઠમાં ઉમાસ્વાતિને એ ઉલ્લેખ કરવો પડ્યો કે કેટલાક વિચારક કાળને પણ દ્રવ્ય માને છે. (ાલચૈત્યે ૨/૩૮) (આને અર્થ) ફળસ્વરૂપએ પણ છે કે આ યુગમાં કેટલાક જૈન દાર્શનિક કાળને સ્વતંત્ર દ્રવ્ય માનતા નહોતા. એમના અનુસાર બધા દ્રવ્યોની જે પર્યાયો છે એ જ કાળ છે. આ (માન્યતા) અવધારણાના વિરોધમાં બીજા પક્ષે કહ્યું કે અન્ય દ્રવ્યોની પર્યાયોથી પૃથક્ કાળ સ્વતંત્ર દ્રવ્ય છે. કારણકે કોઈપણ પદાર્થમાં બાહ્ય નિમિત્ત અર્થાત્ અન્ય દ્રવ્યના ઉપકાર વગર સ્વયં પરિણમન સંભવ જ નથી થઈ શકતું.` જેમ જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે. પણ જ્ઞાનરૂપ પર્યાયો પોતાના શેય વિષય પર જ નિર્ભર કરે છે. આત્માને જ્ઞાન ત્યારે જ થાય જ્યારે જ્ઞાનના વિષય અર્થાત્ જ્ઞેય વસ્તુ તત્વની સ્વતંત્ર સત્તા હોય. માટે અન્ય બધા દ્રવ્યોના પરિણમનને કોઈ બાહ્ય નિમિત્તે માનવુ આવશ્યક છે. જેવી રીતે ગતિને જીવ અને પુદ્દગલનું સ્વલક્ષણ માનવા છતાં ગતિના બાહ્ય નિમિત્તના રૂપમાં ધર્મ દ્રવ્યની સ્વતંત્ર સત્તા માનવી આવશ્યક છે. તેવી રીતે બધા દ્રવ્યોમાં પર્યાય પરિવર્તનની ક્ષમતા સ્વયંમેવ થાય પણ એના નિમિત્ત કારણના રૂપમાં કાળ દ્રવ્યને સ્વતંત્ર દ્રવ્ય માનવુ આવશ્યક છે. જો કાળને સ્વતંત્ર દ્રવ્ય નહીં માનવામાં આવે તો પદાર્થોના પરિણમન (પર્યાય પરિવર્તન)નું કોઈ નિમિત્ત કારણ નહીં થાય. પરિણમનના નિમિત્ત કારણના અભાવમાં પર્યાયોનો અભાવ થશે અને પર્યાયોના અભાવમાં દ્રવ્યનો પણ અભાવ થઈ જશે. કારણકે દ્રવ્યનું અસ્તિત્વ પણ પર્યાયોથી પૃથક્ નથી. આ રીતે સર્વશૂન્યતાનો પ્રસંગ આવી જશે. માટે પર્યાય પરિવર્તન (પરિણમન)ના નિમિત્ત કારણના રૂપમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવું જ પડશે. કાળને સ્વતંત્ર તત્વ માનવાવાળા દાર્શનિકોના આ તર્કના વિરોધમાં એ પ્રશ્ન થયો કે જો અન્ય દ્રવ્યોના પરિણમન (પર્યાય પરિવર્તન)ના હેતુ ના રૂપમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવું આવશ્યક છે તો પછી અલોકાકાશમાં થવાવાળા પર્યાય પરિવર્તનનો હેતુ (નિમિત્ત કારણ) શું છે ? કારણકે અલોકાકાશમાં તો આગમોમાં કાળ દ્રવ્યનો અભાવ માન્યો છે. જો એમાં કાળ દ્રવ્યના અભાવમાં પર્યાય પરિવર્તન સંભવ છે તો પછી લોકાકાશમાં પણ અન્ય દ્રવ્યોના પર્યાય પરિવર્તન હેતુ કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવું આવશ્યક નથી. ફરીથી અલોકાકાશમાં કાળના અભાવમાં જો પર્યાય પરિવર્તન નહી માનીએ તો પછી પર્યાય પરિવર્તનના અભાવમાં આકાશ દ્રવ્યમાં દ્રવ્યનું સામાન્ય લક્ષણ "ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય” સિદ્ધ નહીં થઈ શકે અને જો અલોકાકાશમાં પર્યાય પરિવર્તન માનવમાં આવે તો એ પર્યાય પરિવર્તનનું નિમિત્ત કારણ તો નહીં થઈ શકે કારણકે એનો ત્યાં અભાવ છે. આ તર્કના પ્રત્યુત્તરમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાવાળા આચાર્યોનો પ્રત્યુત્તર એ છે કે આકાશ એક અખંડ દ્રવ્ય છે. એમાં અલોકાકાશ અને લોકાકાશ એવા જે બે ભેદ કર્યા છે તે માત્ર ઔપચારિક છે. લોકાકાશમાં કાળ દ્રવ્યના નિમિત્તથી થવાવાળા પર્યાય પરિવર્તન સંપૂર્ણ આકાશ દ્રવ્યનું જ પર્યાય પરિવર્તન છે. અલોકાકાશ અને લોકાકાશ બંને આકાશ દ્રવ્યના જ અંશ છે. એ એક બીજાથી પૃથક્ નથી. કોઈપણ દ્રવ્યના એક અંશમાં થવાવાળુ પિરવર્તન સંપૂર્ણ દ્રવ્યનું પરિવર્તન માનવામાં આવે છે. માટે લોકાકાશમાં જે પર્યાય પરિવર્તન થાય છે તે અલોકાકાશ પર પણ ઘટિત થાય છે અને લોકાકાશમાં પર્યાય પરિવર્તનકાળ દ્રવ્યના નિમિત્તથી થાય છે. માટે લોકાકાશ અને અલોકાકાશ બંનેના પર્યાય પરિવર્તનનું નિમિત્ત કાળ દ્રવ્ય જ છે. ખ્યાલમાં છે કે લગભગ સાતમી શતાબ્દીથી કાળનો સ્વતંત્રદ્રવ્ય સર્વમાન્ય થઈ ગયો છે.
જૈન દાર્શનિકોએ કાળને અચેતન, અમૂર્ત, (અરૂપી) તથા અનસ્તિકાય દ્રવ્ય કહ્યો છે. એનું કાર્ય અથવા લક્ષણ વર્તના માનવામાં આવ્યું છે. વિભિન્ન દ્રવ્યોમાં જે પર્યાય પરિવર્તન થાય છે એનું નિમિત્ત કારણ કાળ દ્રવ્ય છે. જો કે એ પર્યાય પરિણમનનું ઉપાદાન કારણ તો સ્વયં એ દ્રવ્ય જ હોય છે, જેવી રીતે ધર્મ દ્રવ્ય જીવ પુદ્દગલ વગેરેની સ્વયમેવ પ્રસૂત ગતિનું નિમિત્ત કારણ છે અથવા જે રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા જીવની પોતાની શારીરિક સંરચનાના પરિણામ સ્વરૂપ જ ઘટિત થાય છે. છતાં પણ એમાં નિમિત્ત કારણના રૂપમાં કાળ પણ પોતાનું કાર્ય કરે
૧.
જૈનેન્દ્ર સિદ્ધાંત કોષ ભા.૨, પૃ. ૮૫-૮૭
Jain Education International
35
For Private & Personal Use Only
www.jainelibrary.org