SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિનું સૃજન કરી શકે છે. આમ પણ ભૌતિક પિંડ અથવા પુદ્ગલની અવધારણા (માન્યતા) એવી છે કે જેના પર વૈજ્ઞાનિકો તથા જૈન વિચારકોમાં કોઈ વધારે મતભેદ જોવા નથી મળતા. પરમાણુઓ દ્વારા સ્કન્ધની રચનાનો જૈન સિદ્ધાંત કેટલો વૈજ્ઞાનિક છે તેની ચર્ચા અમે પહેલા કરી ગયા છીએ. વિજ્ઞાન જેને પરમાણુ કહેતો હતો તે હવે તૂટી ગયું છે. વાસ્તવિકતા તો એ જ છે કે વિજ્ઞાને જેને પરમાણુ માની લીધુ હતુ તે પરમાણુ હતો જ નહી. તે તો સ્કન્ધ જ હતો. કારણ કે જૈનોની પરમાણુની પરિભાષા એ છે કે જેનું વિભાજન ન થઈ શકે એવું ભૌતિક તત્વ પરમાણુ છે. એ જ રીતે આજે અમે જોઈએ છીએ કે વિજ્ઞાનનું તથાકથિત (કેટલાક) પરમાણુ ખંડિત થઈ ગયા છે. જ્યારે જૈન દર્શનનું સૂક્ષ્મ પરમાણુ હજી સુધી વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. વાસ્તવમાં જૈનદર્શનમાં જેને પરમાણુ કહેવાય છે અને આધુનિક વૈજ્ઞાનિકોએ કવાર્ક” નામ આપી દીધુ છે અને એ તો આજે પણ એની શોધમાં જ લાગેલા છે. સમકાલીન ભૌતિક વિદ્વાનોની કવાર્કની પરિભાષા એ છે કે જે વિશ્વનું સરલતમ અને અંતિમ ઘટક છે તે જ કવાર્ય છે. આજે પણ કવાર્કની પરિભાષા (વ્યાખ્યા) કરવામાં વૈજ્ઞાનિકો સફળ ન થઈ શક્યા. આધુનિક વિજ્ઞાન પ્રાચીન અવધારણાને સમ્પષ્ટ અર્થાતુ વિકસિત કરવામાં કઈ રીતે સહાયક થયું છે જેનું એક ઉદાહરણ એ છે કે જૈન તત્વ મીમાંસામાં એક બીજી પણ માન્યતા એ છે કે એક પુદગલ પરમાણુ જેટલી જગ્યા રોકે છે તે એક આકાશ પ્રદેશ કહેવાય છે. બીજા શબ્દોમાં માન્યતા એ છે કે એક આકાશ પ્રદેશમાં એક જ પરમાણુ રહી શકે છે. પણ બીજી તરફ આગમોમાં એ પણ ઉલ્લેખ છે કે એક આકાશ પ્રદેશમાં અસંખ્યાત પુદ્ગલ પરમાણુ સમાઈ શકે છે. આ વિરોધાભાષનું સીધુ સમાધાન અમારી પાસે ન હતું. પણ વિજ્ઞાને એ સિદ્ધ કરી દીધુ કે વિશ્વમાં કેટલાક એવા ઠોસ દ્રવ્ય છે જેનો એક વર્ગ ઈંચનું વજન લગભગ આઠ સૌ ટન થાય છે. એનાથી એ પણ સિદ્ધ થાય છે કે જેને આપણે ઠોસ સમજીએ છીએ તે વાસ્તવમાં કેટલુ પહોળુ છે. માટે અવગાહન શક્તિના કારણે એ સંભવ છે કે એક જ આકાશ પ્રદેશમાં અનંત પરમાણુ પણ સમાહિત થઈ શકે છે.* કાળ : કાળ દ્રવ્યને અનસ્તિકાય વર્ગના અંતર્ગત માનવામાં આવે છે. જેમકે અમે પહેલા સૂચિત કરી ગયા છીએ કે આગમિક યુગ સુધી જૈન પરમ્પરામાં કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાના સંદર્ભમાં પર્યાપ્ત મતભેદ હતા. આવશ્યકચૂર્ણિ (ભાગ-૧ ૫.૩૪૦-૩૪૧)માં કાળના સ્વરૂપના સંબંધમાં નીચેના ત્રણ મતોનો ઉલ્લેખ થયો છે૧. કેટલાક વિચારક કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માની પર્યાયરૂપ માને છે. ૨. કેટલાક વિચારક એને ગુણ માને છે. ૩. કેટલાક વિચારક અને સ્વતંત્ર દ્રવ્ય માને છે. શ્વેતામ્બર પરંપરામાં સાતમી શતાબ્દી સુધી કાળના સંબંધમાં ઉપરની ત્રણે વિચારધારાઓ પ્રચલિત હતી. અને શ્વેતામ્બર આચાર્ય પોત-પોતાની (માન્યતા) અવધારણા અનુસાર એમાંથી કોઈ એકનું પોષણ કરતા રહ્યા. જ્યારે દિગંબર આચાર્યોએ એક મતથી કાળને સ્વતંત્ર દ્રવ્ય માન્યું. જે વિચારક કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા તેમનો તર્ક એ હતો કે જો ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ દ્રવ્ય પોત-પોતાની પર્યાયો (વિભિન્ન અવસ્થાઓ)માં જાતે જ પરિવર્તિત થયા કરે છે તો પછી કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાની શું આવશ્યકતા છે ? આગમોમાં પણ જ્યારે ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું કે કાળ શું છે ?” તો આ પ્રશ્નનો ઉત્તર આપતા એમને કહ્યું કે- 'કાળ જીવ-અજીવમય છે. અર્થાત્ જીવ અને અજીવની પર્યાયો જ છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે- કે વર્તન અર્થાતુ પરિણમન યા પરિવર્તનથી ભિન્ન કોઈ કાળદ્રવ્ય નથી. આ રીતે જીવ અને અજીવની પરિવર્તનશીલ પર્યાયને જ કાળ કહેવામાં આવ્યું છે. ક્યાંકને ક્યાંક કાળને પર્યાય દ્રવ્ય કહેવામાં આવ્યું છે. આ બધા વિવરણોથી એવું પ્રતીત થાય છે કે કાળ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. કારણકે આગમોમાં ૧. જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાનના સંબંધોની વિવેચના માટે જુઓ. (અ) શ્રમણ ઓક્ટોબર - ડીસેમ્બર, ૧૯૯૨, પૃ.૧-૧૨ (4) Cosmology - Old and New by G.R. Jain 2. Obec Jain conception of Space and time by Nagin, J. Shah. P. 374, Ref. No.6 Studies in Jainsm. Deptt. of Philosophy. University of Poona, 1994. 34 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy