________________
સ્કંધના નિર્માણની પ્રક્રિયા :
સ્કંધની રચના બે પ્રકારે થાય છે- એક તરફ મોટા-મોટા સ્કંધોના ટૂટવાથી નાના-નાના સ્કંધોના સંયોગથી નવા સ્કંધ બને છે. તો બીજી તરફ પરમાણુઓમાં નિહિત સ્વાભાવિક સ્નિગ્ધતા અને રૂક્ષતાના કારણે પરસ્પર બંધ થાય છે, જેનાથી કંધોની રચના થાય છે. એટલા માટે એવું કહેવાય છે કે સંઘાત અને ભેદથી સ્કંધની રચના થાય છે. સંઘાતનું તાત્પર્ય એકત્રિત થવું અને ભેદનું તાત્પર્ય તુટવું છે. કેવા પ્રકારના પરમાણુઓના પરસ્પર મળવાથી સ્કંધ આદિની રચના થાય છે, આ પ્રશ્ન પર જૈન આચાર્યોએ વિસ્તૃત ચર્ચા કરેલ છે. પરંતુ વિસ્તારભયથી તેનું અહીં વર્ણન કરવું અસંભવ છે. આ હેતુના ઈચ્છુક પાઠકે તત્વાર્થ સૂત્રનાં પાંચમાં અધ્યયનની ટીકાનું અવલોકન કરી લેવું જોઈએ.
જૈન આચાર્યોની વિશેષતા એ છે કે તેઓ અંધકાર, પ્રકાશ, છાયા, શબ્દ, ગરમી આદિને પુદ્દગલ દ્રવ્યની પર્યાય માને છે. આ દૃષ્ટિથી જૈન દર્શનનો પુદ્દગલ વિચાર આધુનિક વિજ્ઞાનની ઘણી નજીક છે.
જૈન ધર્મની એવી અનેક માન્યતાઓ છે જે કેટલાક વર્ષો પૂર્વે (સુધી) અવૈજ્ઞાનિક તથા સંપૂર્ણ કાલ્પનિક લાગતી હતી. પણ આજે વિજ્ઞાનથી પ્રમાંણિત થઈ રહી છે. દાખલા તરીકે : પ્રકાશ, અંધકાર, તાપ, છાયા અને શબ્દ વગેરે પૌદ્ગલિક છે. જૈન આગમોની આ માન્યતા પર કોઈ વિશ્વાસ કરતા નહોતા પણ આજે તેની પૌદ્દગલિકતા સિદ્ધ થઈ ગઈ છે. જૈન આગમોનું કહેવું છે કે- 'શબ્દ ન માત્ર પૌદ્દગલિક છે પરંતુ તે ધ્વન્યાત્મક રૂપથી આખા લોકની યાત્રા કરે છે. આ માન્યતાને કાળ સુધી કોઈપણ સ્વીકાર કરતા નહોતા પણ આધુનિક વૈજ્ઞાનિક શોધો એ હવે આ માન્યતાઓ સિદ્ધ કરી બતાવી કે પ્રત્યેક ધ્વનિના ઉચ્ચારણ બાદ પોતાની યાત્રા પ્રારંભ કરી દે છે અને એમની આ યાત્રા અત્યંત કૃષ રૂપમાં જ કેમ ન હોય પણ તે લોકાન્ત સુધી થાય છે. જૈનોની કેવળજ્ઞાન સંબંધી આ અવધારણા (માન્યતા) છે કે કેવલી અથવા સર્વજ્ઞ સમસ્ત લોકના પદાર્થોને હસ્તકમલવત્ પ્રત્યક્ષરૂપે જાણે છે. અથવા અવધિજ્ઞાન સંબંધી આ અવધારણા (માન્યતા) છે કે અવધિજ્ઞાની ચર્મચક્ષુ દ્વારા ગ્રહણ ન થતા દૂરનાં વિષયોનું સીધુ પ્રત્યક્ષીકરણ કરી લે છે. કેટલાક વર્ષો પહેલા આ બધી કપોલ કલ્પના જ લાગતી હતી. પણ આજે જ્યારે ટેલીવિઝનનો આવિષ્કાર થયા બાદ આ વાત આશ્ચર્યજનક નથી રહી. જે પ્રકારે ધ્વનિની યાત્રા થાય છે તે જ પ્રકારે પ્રત્યેક ભૌતિક પિંડથી પ્રકાશ કિરણો પરાવર્તિત (પરિવર્તન) થાય છે. અને એ પણ ધ્વનિના સમાન જ લોકમાં પોતાની યાત્રા કરે છે. તથા પ્રત્યેક વસ્તુ અથવા ઘટનાનું ચિત્ર વિશ્વમાં સંપ્રેષિત (પ્રકાશિત) કરી દે છે. આજે જો માનવ મસ્તિષ્કમાં ટેલીવિઝન સેટની જેમ ચિત્રોને ગ્રહણ કરવાનું સામર્થ્ય વિકસિત થઈ જાય તો દૂરના પદાર્થો અને ઘટનાઓના હસ્તકમલવત્ જ્ઞાનમાં કોઈ અડચણ રહેશે નહીં. કારણ કે પ્રત્યેક પદાર્થથી પ્રકાશ તથા છાયાના રૂપમાં જે કિરણો પરિવર્તીત થઈ રહ્યા છે એ તો આપણી બધાની પાસે પહોંચી જ રહી છે. આજે જો આપણા ચૈતન્ય મસ્તિષ્કની ગ્રહણ શક્તિ વિકસિત થઈ જાય તો દૂરના વિષયોનું જ્ઞાન અસંભવ નથી. એનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ધાર્મિક કહેવાવાળા સાહિત્યમાં પણ ઘણુખરું આવું જ છે કે જે આજે વિજ્ઞાન સમ્મેત સિદ્ધ થઈ ગયું છે અથવા જેની વિજ્ઞાન સમ્મત સિદ્ધ થવાની સંભાવના હમણાં સંપૂર્ણ નિરસ્ત (નાબુદ) નથી થઈ.
અનેક આગમ વચન અથવા સૂત્ર એવા છે જે કાળ સુધી અવૈજ્ઞાનિક પ્રતીતિ થતા હતા. તે આજે વૈજ્ઞાનિક સિદ્ધ થઈ રહ્યા છે. માત્ર એટલું જ નહીં એ સૂત્રોનું વૈજ્ઞાનિક જ્ઞાન એના પ્રકાશમાં છે. જેની વ્યાખ્યા કરવામાં આવી છે. એ વધારે યોગ્ય જણાય છે. દાખલા તરીકે- પરમાણુઓના પારસ્પરિક બંધનથી સ્કંધના નિર્માણની પ્રક્રિયાને સમજાવવા માટે તત્વાર્થ સૂત્રના પાંચમા અધ્યયનનું એક સૂત્ર આવે છે. "સ્નિગ્ધરૂક્ષત્વાત્ બન્ધ ” : આમાં સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓને એકબીજાથી મળીને સ્કંધ બનાવવાની વાત કહી છે. સામાન્યરૂપે આની વ્યાખ્યા એ કહીને કરવામાં આવતી હતી કે સ્નિગ્ધ (ચિકનુ) અને રૂક્ષ (ખરબચડા) પરમાણુઓમાં બંધ થાય છે. પણ આજે જ્યારે અમે આ સૂત્રની વૈજ્ઞાનિક વ્યાખ્યા કરીએ છીએ કે સ્નિગ્ધ એટલે ઘનાત્મક વિદ્યુતથી આવેશિત અને રૂક્ષ એટલે ઋણાત્મક વિદ્યુતથી આવેશિત સૂક્ષ્મ કણ. જૈનદર્શનની ભાષામાં પરમાણુ પરસ્પર મળીને સ્કન્ધનું નિર્માણ કરે તો તત્વાર્થ સૂત્રનું આ સૂત્ર વધારે વિજ્ઞાન સમ્મત પ્રતીત થાય છે.
જ્યાં સુધી ભૌતિક તત્વના અસ્તિત્વ અને સ્વરૂપનો પ્રશ્ન છે તેનો વૈજ્ઞાનિકો અને જૈન આચાર્યોમાં વધારે મતભેદ નથી. પરમાણુ અથવા પુદ્દગલ કણોમાં જે અનંત શક્તિનો નિર્દેશ જૈન આચાર્યોએ કર્યું હતુ તે આધુનિક વૈજ્ઞાનિક શોધોથી સિદ્ધ થઈ રહ્યું છે. આધુનિક વૈજ્ઞાનિક આ માન્યતાને સિદ્ધ કરી ગયા કે એક પરમાણુનો વિસ્ફોટ પણ કેટલી વધારે
Jain Education International
33
For Private Personal Use Only
www.jainelibrary.org