________________
જીવન છે કે જેનાથી મુક્તિ કે નૈતિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. જૈન પરંપરાની અનુસાર કેવળ મનુષ્ય જ સિદ્ધ થઈ શકે છે, અન્ય કોઈ નહીં. બૌદ્ધ પરંપરામાં પણ ઉપર્યુક્ત ચારે જાતિઓ સ્વીકૃત છે. પરંતુ તેમાં દેવ અને મનુષ્ય બન્નેમાં મુક્ત થવાની ક્ષમતા માની છે. બૌદ્ધ પરંપરાના અનુસાર એક દેવ મનુષ્ય જન્મ ગ્રહણ કર્યા વગર દેવ ગતિથી જ નિર્વાણ કરી શકે છે, જ્યારે જૈન પરંપરાના અનુસાર કેવળ મનુષ્ય જ નિર્વાણનો અધિકારી છે. આ પ્રમાણે જૈન પરંપરા માનવ-જન્મને જ ઉત્કૃષ્ટ માને છે અર્થાત્ મૂલ્યવાનું માને છે. આત્માની અમરતા :
આત્માની અમરતાનો પ્રશ્ન નૈતિકતાની દૃષ્ટિથી અત્યંત મહત્વપૂર્ણ છે. પાશ્ચાત્ય વિચારક "કાંટ” આત્માની અમરતાને નૈતિક જીવનની સંગત વ્યાખ્યાના માટે આવશ્યક માને છે. ભારતીય આચાર દર્શનોના પ્રાચીન યુગમાં આત્માની અમરતાનો સિદ્ધાંત વિવાદનો વિષય રહ્યો છે. તે યુગમાં આ પ્રશ્ન આત્માની નિત્યતા અને અનિત્યતાના રૂપમાં અથવા શાશ્વતવાદ અને ઉચ્છેદવાદના રૂપમાં બહુ જ ચર્ચિત રહી છે. વસ્તુતઃ આત્મ-અસ્તિત્વને લઈને દાર્શનિકોમાં એટલો વિવાદ નથી જેટલો વિવાદનો વિષય છે- આત્માની નિત્યતા અને અનિત્યતાનો. આ વિષય તત્વજ્ઞાનની અપેક્ષાએ પણ નૈતિક દર્શનથી અધિક સંબંધિત છે. જૈન વિચારકોએ નૈતિક વ્યવસ્થાને પ્રમુખ માનીને તેના આધાર પર જ નિત્યતા અને અનિત્યતાની સમસ્યાનું સમાધાન ગોતવાની કોશિશ કરી છે. માટે એ જોવું પણ ઉપયોગી છે કે આત્માને નિત્ય અથવા અનિત્ય માનવાથી નૈતિક દૃષ્ટિથી કેવી મુસીબતો ઉભી થાય છે. આત્માની નિત્યાનિત્યાત્મકતા :
જૈન વિચારકોએ સંસાર અને મોક્ષની ઉત્પત્તિના માટે નિત્ય આત્મવાદને ઉપયુક્ત સમજતાં નથી અને ન તો અનિત્યઆત્મવાદને. એકાંત નિત્યવાદ અને એકાંત અનિત્યવાદ બને જ સદોષ છે. આચાર્ય હેમચંદ્ર બન્નેને નૈતિક દર્શનની દૃષ્ટિથી અનુપયુક્ત બતાવતા લખે છે કે જો આત્માને એકાંત નિત્ય માને તો એનો અર્થ એવો થશે કે આત્મામાં અવસ્થાન્તર અથવા સ્થિત્યન્તર થતું નથી. અને તેને માની લેવામાં આવે તો સુખ- દુ:ખ, શુભ-અશુભ આદિ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ આત્મામાં થતી નથી. પછી સ્થિત્યન્તર કે અલગ-અલગ પરિણામો શુભાશુભ ભાવોની શક્યતા ન થવાથી પુણ્ય-પાપની વિભિન્ન વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ પણ સંભવ નથી. બંધન અને મોક્ષની ઉત્પત્તિ પણ સંભવ નથી. કારણ કે ત્યાં એક ક્ષણના પર્યાયએ જે કાર્ય કરેલ છે, તેનું ફળ બીજી ક્ષણના પર્યાયને મળશે, કારણ કે ત્યાં સતત પરિવર્તનશીલ પર્યાયોના મધ્ય કોઈ એક સ્થાયી તત્ત્વ (દ્રવ્યો નથી. માટે એવું કહેવાય છે કે જેણે કર્યું તેને ફળ ન મળ્યું અને જેણે નથી કર્યું તેને મળ્યું. અર્થાતુ નૈતિક કર્મ સિદ્ધાન્તની દૃષ્ટિથી અકૃતાગમ અને કૃતપ્રણાશનો દોષ થશે. માટે આત્માને નિત્ય માનીને પણ સતત પરિવર્તનશીલ (અનિત્ય) મનાય તો તેમાં શુભાશુભ આદિ વિભિન્ન ભાવોની સ્થિતિ માનવાની સાથે જ તેના ફળોની ભવાન્તરમાં ભોગ પણ સંભવ થઈ શકે છે. આ પ્રમાણે જૈન દર્શન સાપેક્ષ રૂપથી આત્માને નિત્ય અને અનિત્ય બન્નેનો સ્વીકાર કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાય છે કે આત્મા અમૂર્ત હોવાથી નિત્ય છે.?
ભગવતીસૂત્રમાં પણ જીવને અનાદિ, અનિધન, અવિનાશી, અક્ષય, ધ્રુવ અને નિત્ય કહેવાય છે. પરંતુ આ બધા સ્થાનો પર નિત્યતાનો અર્થ પરિણામી નિત્યતા જ સમજવું જોઈએ. ભગવતીસૂત્ર અને વિશેષાવશ્યક ભાષ્યમાં આ વાતને સ્પષ્ટ કરેલ છે. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરે ગૌતમના પ્રશ્નનો ઉત્તર આપતા આત્માને શાશ્વત અને અશાશ્વત બન્ને કહ્યો છે.
"ભગવનું ! જીવ શાશ્વત છે કે અશાશ્વત?”
(ગૌતમ ! જીવ શાશ્વત (નિત્ય) પણ છે અને અશાશ્વત (અનિત્ય) પણ છે.” ભગવદ્ ! એવું શા માટે કહ્યું છે કે'જીવ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે”? ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી નિત્ય છે અને ભાવની અપેક્ષાથી અનિત્ય છે.”
આત્મા - દ્રવ્ય (સત્તા)ની અપેક્ષાથી નિત્ય છે. અર્થાત આત્મા ક્યારેય અનાત્મ (જડ) થી ઉત્પન્ન થતી નથી
૧. વીતરાગસ્તોત્ર, ૮૨-૩ ૩. ભગવતી સૂત્ર, ૯૬૩૮૭
૨. ઉત્તરાધ્યયનસૂત્ર, ૧૪/૧૯ ૪. તેજ, ૭/૨/૨૭૩
દાર
27 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org