________________
SeleSeeSeSeeSe
SeeSeSeગ. અને કોઈ પણ અવસ્થામાં પોતાના ચેતના લક્ષણને છોડીને જડ બનતી નથી. આ જ દૃષ્ટિથી તેને નિત્ય કહેવાય છે. પરંતુ આત્માની માનસિક અવસ્થાઓ પરિવર્તિત થતી રહે છે. માટે આ અપેક્ષાથી તેને અનિત્ય કહેવાય છે. આધુનિક દર્શનની ભાષામાં જૈન દર્શનના અનુસાર તાત્વિક આત્મા નિત્ય છે અને અનુભવાધારિત આત્મા અનિત્ય છે. જે પ્રમાણે
સ્વર્ણાભૂષણ સ્વર્ણની દૃષ્ટિથી નિત્ય અને આભૂષણની દૃષ્ટિથી અનિત્ય છે, તે પ્રમાણે આત્મા આત્મ- તત્વની દૃષ્ટિથી નિત્ય અને વિચારો અને ભાવોની દષ્ટિથી અનિત્ય છે.
જમાલીની સાથે થયેલ પ્રશ્નોત્તરમાં ભગવાન મહાવીરે પોતાના આ દૃષ્ટિકોણને સ્પષ્ટ કરી દીધેલ છે કે તે કંઈ અપેક્ષાથી જીવને નિત્ય માને છે અને કંઈ અપેક્ષાથી અનિત્ય માને છે. ભગવાન મહાવીર કહે છે, "હે જમાલી ! જીવ શાશ્વત છે. ત્રણે કાળમાં એવો કોઈ સમય નથી કે જેમાં આ જીવ (આત્મા)નો તો નથી, અથવા નહિ હોય અને નહિ થશે. આ જ અપેક્ષાથી તે જીવાત્મા નિત્ય, ધ્રુવ, શાશ્વત, અક્ષય અને અવ્યય છે. તે જમાલી ! જીવ અશાશ્વત છે, કારણકે નારક મરીને તિર્યંચ બને છે, તિર્યંચ મરીને મનુષ્ય બને છે, મનુષ્ય મરીને દેવ બને છે. આ પ્રમાણે આ નાનાવસ્થાઓને પ્રાપ્ત કરવાના કારણે તેને અનિત્ય કહેવામાં આવે છે. નૈતિક વિચારણાની દૃષ્ટિથી આત્માને નિત્યાનિત્ય (પરિણામી નિત્ય) માનવું જ યોગ્ય છે. નૈતિકતાની ધારણામાં જે વિરોધાભાસ છે તેનું નિરાકરણ કેવળ પરિણામી નિત્ય આત્મવાદમાં જ સંભવ છે. નૈતિકતાનો વિરોધાભાસ એ છે કે જ્યાં નૈતિકતાના આદર્શના રૂપમાં જે આત્મતત્વની વિરક્ષા છે તેને નિત્ય, શાશ્વત, અપરિવર્તનશીલ, સદૈવ સમરૂપમાં સ્થિત, નિર્વિકાર હોવો જોઈએ. અન્યથા ફરીથી બંધન અને પતનની સંભાવનાઓ ઉભી થશે, તેની બીજી તરફ નૈતિકતાની વ્યાખ્યાના માટે જે આત્મ-તત્વની વિવક્ષા છે તેને કર્તા, ભોક્તા, વેદક અને પરિવર્તનશીલ થવું જોઈએ. અન્યથા કર્મ અને તેના પ્રતિફળ અને સાધનાની વિભિન્ન અવસ્થાઓની તરતમતાની ઉત્પત્તિ થશે નહિ. જૈન વિચારકોએ આ વિરોધાભાસની સમસ્યાના નિરાકરણનો પ્રયાસ કરેલ છે. પ્રથમ તો તેઓએ એકાંત નિત્યાત્મવાદ અને અનિત્યાત્મવાદના દોષોને સ્પષ્ટ કરી તેનું નિરાકરણ કર્યું. પછી એવું બતાવ્યું કે વિરોધાભાસ તો ત્યારે જ થાય છે જ્યારે નિત્યતા અને અનિત્યતાને એક જ દૃષ્ટિથી મનાય. પરંતુ જયારે વિભિન્ન દષ્ટિઓથી નિત્યતા અને અનિત્યતાનું વર્ણન કરાય છે તો તેમાં કોઈ વિરોધાભાસ રહેતો નથી. જૈન દર્શન આત્માને પર્યાયાર્થિક દૃષ્ટિ (વ્યવહારનય)ની અપેક્ષાથી અનિત્ય તથા દ્રવ્યાર્થિક દૃષ્ટિ (નિશ્ચયનય)ની અપેક્ષાથી નિત્ય માનીને પોતાની આત્મા સંબંધી અવધારણાનું પ્રતિપાદન કરે છે. આત્માની અમરતા અને પુનર્જન્મ :
- આત્માની અમરતાની સાથે પુનર્જન્મનો પ્રત્યય જોડાયેલ છે. ભારતીય દર્શનોમાં ચાર્વાકને છોડીને બાકી બધા દર્શન પુનર્જન્મના સિદ્ધાન્તનો સ્વીકાર કરે છે. જ્યારે આત્માને અમર માની લેવાય તો પુનર્જન્મનો પણ સ્વીકાર કરવો જ જોઈએ. ગીતામાં કહે છે કે જે પ્રમાણે મનુષ્ય વસ્ત્રોનાં જુના થવાથી તેનો પરિત્યાગ કરી નવા વસ્ત્ર ગ્રહણ કરતા રહે છે, તેવી જ રીતે આત્મા પણ જીર્ણ શરીરને છોડીને નવા શરીરને ગ્રહણ કરતી રહે છે.” ફક્ત ગીતામાં જ નહિં પણ બૌદ્ધ દર્શનમાં પણ આ જ પ્રકારનો આશય પ્રતિપાદન કરેલ છે. ડૉ. રામાનંદ તિવારી પુનર્જન્મના પક્ષમાં લખે છે કે એક-જન્મના સિદ્ધાન્તના અનુસાર ચિરંતન આત્મા અને નશ્વર શરીરનો સંબંધ એક-કાળ વિશેષમાં આરંભ કરીને એજ કાળ વિશેષમાં તેનો અંત થઈ જાય છે, પરંતુ ચિરંતનનો કાલિક સંબંધ અન્યાય (તર્ક વિરૂદ્ધ) છે અને આ (એક જન્મના) સિદ્ધાંતથી તેનું કોઈ સમાધાન નથી. પુનર્જન્મનો સિદ્ધાન્ત જીવનની એક ન્યાયસંગત અને નૈતિક વ્યાખ્યા આપવા માંગે છે. એક જન્મ સિદ્ધાન્તના અનુસાર જન્મકાળમાં ભાગ દેયોના ભેદને અકારણ અને સંયોગજન્ય માનવું પડશે.”
ડૉ. મોહનલાલ મહેતા કર્મ સિદ્ધાન્તના આધાર પર પુનર્જન્મના સિદ્ધાન્તનું સમર્થન કરે છે. તેના શબ્દોમાં - કર્મ સિદ્ધાન્ત અનિવાર્ય રૂપથી પુનર્જન્મના પ્રત્યયથી સંલગ્ન છે, પૂર્ણ વિકસિત પુનર્જન્મ સિદ્ધાન્તના અભાવમાં કર્મ સિદ્ધાન્ત અર્થ શૂન્ય છે.” આચાર દર્શનના ક્ષેત્રમાં યદ્યપિ પુનર્જન્મ સિદ્ધાન્ત અને કર્મ સિદ્ધાન્ત એક બીજાની અતિ નિકટ છે, ૧. તેજ, ૯૬૩૮૭; ૧/૪/૪૨ ૨. ગીતા, ૨/૨૨; સમાનતા કરવું – થેર ગાથા, ૧૩૮૬૮૮ ૩. શંકરનું આચાર દર્શન, પૃ. ૬૮ ૪. જૈન સાયકોલોજી, પૃ. ૨૬૮
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org