________________
ઉપર્યુક્ત આઠ પ્રકારોમાં દ્રવ્યાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા અને દર્શનાત્માએ ચાર તાત્વિક આત્માના સ્વરૂપના જ દ્યોતક છે, બાકીના ચાર કષાયાત્મા, યોગાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા એ ચારેય આત્માના અનુભવ આધારિત સ્વરૂપના નિર્દેશક છે. તાત્વિક આત્મા દ્રવ્યની અપેક્ષાથી નિત્ય હોય છે. છતાં પણ તેમાં જ્ઞાનાદિની પર્યાયો થતી રહે છે. અનુભવ આધારિત આત્મા ચેતનાની શરીરથી યુક્ત અવસ્થા છે. આ પરિવર્તનશીલ અને વિકારયુક્ત હોય છે. આત્માના બંધનનો પ્રશ્ન પણ આજ અનુભવાધારિત આત્માથી સંબંધિત છે. વિભિન્ન દર્શનોમાં આત્મ-સિદ્ધાન્તના સંદર્ભમાં જે પારસ્પરિક વિરોધ દેખાય છે તે આત્માના આ બે પક્ષોમાંથી કોઈપણ પક્ષ પર વિશેષ બળ દેવાના કારણે થાય છે. ભારતીય પરંપરામાં બૌદ્ધ દર્શને આત્માના અનુભવાધારિત પરિવર્તનશીલ પક્ષપર અધિક બળ આપ્યું, જ્યારે સાંખ્ય અને શાંકર વેદાન્ત આત્માના તાત્ત્વિક સ્વરૂપ પર જ પોતાની દષ્ટિ કેન્દ્રિત કરેલ. જૈન દર્શન બન્ને પક્ષોનો સ્વીકાર કરી તેના વચમાં સમન્વયનું કાર્ય કરે છે. વિવેક-ક્ષમતાના આધાર પર આત્માના ભેદ :
- વિવેક ક્ષમતાની દૃષ્ટિથી આત્મા બે પ્રકારની માની છે - ૧. સમનસ્ક, ૨. અમનસ્ક, સમનસ્ક આત્માએ તે છે કે જેને વિવેક - ક્ષમતાથી યુક્ત મન ઉપલબ્ધ છે અને અમનસ્ક આત્મા એ છે કે જેને વિવેક ક્ષમતાથી યુક્ત મન ઉપલબ્ધ નથી. જ્યાં સુધી નૈતિક જીવનના ક્ષેત્રનો પ્રશ્ન છે. સમનસ્ક આત્મા એજ નૈતિક આચરણ કરી શકે છે અને તે જ નૈતિક સાધ્યની ઉપલબ્ધિ કરી શકે છે, કારણ કે વિવેક-ક્ષમતાથી યુક્ત મનની ઉપલબ્ધિ થવાથી જ આત્મામાં શુભાશુભનો વિવેક કરવાની ક્ષમતા હોય છે. સાથે જ વિવેક બુદ્ધિના આધાર પર તે વાસનાઓનું ઉપશમન પણ કરી શકે છે. જે આત્મામાં આવી વિવેક - ક્ષમતાનો અભાવ છે, તેનામાં સંયમની ક્ષમતાનો પણ અભાવ હોય છે, આ માટે નૈતિક પ્રગતિ પણ કરી શકતા નથી. નૈતિક જીવનના માટે આત્મામાં વિવેક અને સંયમ બન્નેનું હોવું આવશ્યક છે અને તે કેવળ પંચેન્દ્રિય જીવોમાં પણ તેને જ સંભવ છે જે સમનસ્ક છે. અહીં જીવન (જૈવિક) આધાર પર જ આત્માના વર્ગીકરણ પર વિચાર અપેક્ષિત છે. કારણ કે જૈન ધર્મનો અહિંસા - સિદ્ધાન્ત ઘણો ખરો તેના પર નિર્ભર છે. (જૈવિક) જીવના આધાર પર પ્રાણીઓનું વર્ગીકરણ :જૈન દર્શનના અનુસાર જીવના આધાર પર પ્રાણીઓનું વર્ગીકરણ નીચે આપેલ કોષ્ટક પરથી સ્પષ્ટ થઈ શકે છે.
જીવ
ત્રસ
સ્થાવર
પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, ઈન્દ્રિય, બેઈન્દ્રિય
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. (જૈવિક) જીવ દૃષ્ટિથી જૈન પરંપરામાં દસ પ્રાણ શક્તિઓ માની છે. સ્થાવર એ કેન્દ્રિય જીવોમાં ચાર શક્તિઓ હોય છે- ૧. સ્પર્શ અનુભવશક્તિ, ૨, શારીરિક શક્તિ, ૩. જીવન (આયુ) શક્તિ અને ૪. શ્વાસની શક્તિ. બેઈન્દ્રિય જીવોમાં આ ચાર શક્તિઓના સિવાય સ્વાદ અને વાણીની શક્તિ પણ હોય છે. તેઈન્દ્રિય જીવોમાં સુંઘવાની શક્તિ પણ હોય છે. ચઉરિન્દ્રિય જીવોમાં આ છ શક્તિઓના સિવાય જોવાનું સામર્થ્ય પણ હોય છે. પંચેન્દ્રિય અમનસ્ક જીવોમાં આ આઠ શક્તિઓની સાથે-સાથે શ્રવણશક્તિ પણ હોય છે અને સમનસ્ક પંચેન્દ્રિય જીવોમાં આના સિવાય મન:શક્તિ પણ હોય છે. આ પ્રમાણે જૈન દર્શનમાં કુલ દસ જીવ શક્તિ કે પ્રાણશક્તિ માની છે. હિંસા - અહિંસાનું અલ્પત્વ - અને બહુત્વ આદિનો વિચાર આ જીવશક્તિઓની દષ્ટિથી કરાય છે. જેટલી અધિક પ્રાણ શક્તિઓથી યુક્ત પ્રાણીની હિંસા કરાય છે તે એટલી જ ભયંકર સમજાય છે. ગતિના આધાર પર જીવોનું વર્ગીકરણ :
જૈન પરંપરામાં ગતિઓના આધાર પર જીવ ચાર પ્રકારના માનવામાં આવે છે- ૧. દેવ, ૨. મનુષ્ય, ૩. તિર્યંચ (પશુ) અને ૪. નરક. જ્યાં શક્તિ અને ક્ષમતાનો પ્રશ્ન છે ત્યાં દેવનું સ્થાન મનુષ્યથી ઉપર મનાય છે. પરંતુ જ્યાં નૈતિક સાધનાની વાત છે ત્યાં જૈન પરંપરા મનુષ્ય-જન્મને જ સર્વશ્રેષ્ઠ માને છે. તેના અનુસાર માનવ-જીવન જ એવું
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org