________________
અનેક છે, જેમકે- સિન્ધનું પાણી એક નથી અને અનેક પણ નથી. તે જલ-રાશિની દષ્ટિથી એક છે અને જલ-બિન્દુઓની દૃષ્ટિથી અનેક પણ છે. સંપૂર્ણ જલ-બિન્દુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખતા થકા તે જલ-રાશિથી અભિન્ન જ છે. તે જ પ્રમાણે અનન્ત ચેતન આત્માઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખવા છતાં પણ પોતાના ચેતના સ્વભાવના કારણે એક ચેતન આત્મદ્રવ્ય જ છે.'
ભગવાન મહાવીરે આ પ્રશ્નનું સમાધાન ઘણા સુંદર ઢંગથી ટીકાકારોના પહેલા જ કરી દીધેલ હતું. તે સોમિલ નામક બ્રાહ્મણને પોતાનું દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતા કહે છે કે- "હે સોમિલ ! દ્રવ્ય દૃષ્ટિથી હું એક છું તેમજ જ્ઞાન અને દર્શન રૂપ બે પર્યાયોની પ્રધાનતાથી હું બે છું. ક્યારેક ન્યૂનાધિક ન થનાર આત્મ પ્રદેશોની દૃષ્ટિથી હું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છે. ત્રણેય કાળોમાં બદલતા રહેનાર ઉપયોગ સ્વભાવની દૃષ્ટિથી હું અનેક છું.”
આ પ્રમાણે ભગવાન મહાવીર એક તરફ દ્રવ્યદૃષ્ટિ (Substantial view) થી આત્માના એકત્વનું પ્રતિપાદન કરે છે, તેમજ બીજી તરફ પર્યાયાર્થિક દૃષ્ટિથી એક જ જીવાત્મામાં ચેતન પર્યાયોના પ્રવાહના રૂપથી અનેક વ્યક્તિઓની સંકલ્પનાનો પણ સ્વીકાર કરી શંકરના અદ્વૈતવાદ અને બૌદ્ધના ક્ષણિક આત્મવાદનો પણ સમન્વય કરવાની કોશિશ કરે છે.
જૈન વિચારક આત્માઓમાં ગુણાત્મક અંતર માનતા નથી. પરંતુ વિચારની દિશામાં ફક્ત સામાન્ય દષ્ટિથી કામ ચાલતું નથી, વિશેષ દૃષ્ટિનું પણ પોતાનું સ્થાન છે. સામાન્ય અને વિશેષ રૂપમાં વિચારની બે દૃષ્ટિઓ છે અને બન્નેનું પોતાનું મહત્વ છે. મહાસાગરની જલ-રાશિ સામાન્ય દૃષ્ટિથી એક છે, પરંતુ વિશેષ દૃષ્ટિથી તે જ જલ-રાશિ અનેક જલ બિંદુઓના સમૂહ રૂપ પ્રતીત થાય છે, તેજ વાત આત્માના વિષયમાં છે. ચેતના પર્યાયોની વિશેષ દૃષ્ટિથી આત્મા અનેક છે અને ચેતના દ્રવ્ય દૃષ્ટિથી આત્મા એક છે. જૈન દર્શનના અનુસાર આત્મ દ્રવ્ય એક પ્રકારનો છે, પરંતુ તેમાં અનન્ત વૈયક્તિક આત્માઓની સત્તા છે તેટલું જ નહિં, પ્રત્યેક વૈયક્તિક આત્મા પણ પોતાની પરિવર્તનશીલ ચૈતન્ય અવસ્થાઓના આધાર પર સ્વયં પણ એક સ્થિર અવસ્થામાં ન રહેતા પ્રવાહશીલ અવસ્થામાં રહે છે. જૈન દર્શન એવું માને છે કે આત્માનું ચરિત્ર કે વ્યક્તિત્વ પરિવર્તનશીલ છે, તે દેશકાળગત પરિસ્થિતિઓમાં બદલતી રહે છે. છતાં પણ તે ત્યાં જ રહે છે. અમારામાં પણ અનેક વ્યક્તિત્વ બને છે અને બગડે છે. છતાં પણ તે અમારૂં જ અંગ છે. આના આધાર પર અમે તેના ઉત્તરદાયી બની રહે છે. આ પ્રમાણે જૈન દર્શન અભેદમાં ભેદ, એકત્વમાં અનેકત્વની માન્યતાને માનીને ધર્મ અને નૈતિકતાના માટે એક ઠોસ આધાર રજુ કરે છે.
જૈન દર્શન જેને જીવની પર્યાય અવસ્થાઓની ધારા કહે છે. બૌદ્ધ દર્શન તેને ચિત્ત-પ્રવાહ કહે છે. જે પ્રમાણે જૈન દર્શનમાં પ્રત્યેક જીવ અલગ છે, તેજ પ્રમાણે બૌદ્ધ દર્શનમાં પ્રત્યેક ચિત્ત-પ્રવાહ અલગ છે. જેમ બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદમાં આલયવિજ્ઞાન છે. તેમ જૈન દર્શનમાં આત્મ દ્રવ્ય છે, માટે અમારે આ બધામાં રહેલ તાત્વિક અંતરને વિસ્મૃત ન કરવું જોઈએ. આત્માના ભેદ :
જૈન દર્શન અનેક આત્માઓની સત્તાનો સ્વીકાર કરે છે. એટલુ જ નહીં, તે પ્રત્યેક આત્માની વિભિન્ન અવસ્થાઓના આધાર પર તેના ભેદ કરે છે. જૈન આગમોમાં વિભિન્ન પક્ષોની અપેક્ષાથી આત્માના આઠ ભેદ કરેલ છે -
૧. દ્રવ્યાત્મા - આત્માનું તાત્વિક સ્વરૂપ. ૨. કષાયાત્મા - ક્રોધ, માન, માયા આદિ કષાયોના મનોવેગોથી યુક્ત ચેતનાની અવસ્થા.
યોગાત્મા - શરીરથી યુક્ત હોવાથી ચેતનાની કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓની અવસ્થા. ૪. ઉપયોગાત્મા - આત્માની જ્ઞાનાત્મક અને અનુભૂત્યાત્મક શક્તિઓ આ આત્માના ચેતનાત્મક વ્યાપાર છે.
જ્ઞાનાત્મા - ચેતનાની વિવેક અને તર્કની શક્તિ.
દર્શનાત્મા - ચેતનાની ભાવાત્મક અવસ્થા. ૭. ચારિત્રાત્મા ચેતનાની સંકલ્પાત્મક શક્તિ. ૮, વીર્યાત્મા - ચેતનાની ક્રિયાત્મક શક્તિ.
૨. ભગવતી સૂત્ર, ૧૮૧૦
૧. સમવાયાંગ ટીકા ૧/૧ ૩. તેજ, ૧૨/૧૦૪૬૭
25 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org