________________
બની ગયું છે. આ આક્ષેપ અજૈન દાર્શનિકોનો જ નહીં પરંતુ અનેક જૈન ચિંતકોનો પણ છે અને તેના માટે આગમિક આધારો પર કેટલાક તર્ક પણ પ્રસ્તુત કરેલ છે. ૫.જુગલકિશોર મુખ્તારે આ વિષયમાં એક પ્રશ્નાવલી પણ પ્રસ્તુત કરેલ હતી. અહીં તેની પ્રશ્નાવલીના કેટલાક મુખ્ય મુદ્દા પર જ ચર્ચા કરવી યોગ્ય છે, જે જૈન દાર્શનિક માન્યતાઓમાં જ પારસ્પરિક વિરોધ પ્રકટ કરે છે : (૧) જીવ જો પગલિક નથી તો તેમાં સૌમ્ય સ્થૌલ્ય અથવા સંકોચ વિસ્તાર ક્રિયા અને પ્રદેશ પરિસ્પદ કેવી
રીતે થઈ શકે છે ? જૈન વિચારણાની અનુસાર સૌમ્ય- સ્થૌલ્યને પુદગલની પર્યાય માને છે. (૨) જીવ અપગલિક હોવાથી આત્માના પદાર્થોનું પ્રતિબિંબ હોવું પણ કેવી રીતે માની શકાય ? કારણ કે
પ્રતિબિંબનો ગ્રાહક પુદ્ગલ જ હોય છે. જૈન વિચારણામાં જ્ઞાનની ઉત્પત્તિ પદાર્થોનું આત્મામાં પ્રતિબિંબ
થવાથી જ મનાય છે. (૩) અપૌગલિક અને અમૂર્તિક જીવાત્માનું પૌગલિક અને મૂર્તિક કર્મોની સાથે બદ્ધ થઈને વિકારી થવું કેવી
રીતે બની શકે છે. (આવા બંધના કોઈ દૃષ્ટાંત પણ ઉપલબ્ધ નથી) સ્વર્ણ અને પાષાણના અનાદિબંધનું જે દષ્ટાંત અપાય છે તે જ વિષય દષ્ટાંત છે અને એક પ્રકારની સ્વર્ણ સ્થાનની જીવનું પૌગલિક થવું
જ સૂચિત કરે છે. (૪) રાગાદિને પૌગલિક કહેલ છે અને રાગાદિક જીવના પરિણામ છે - વગર જીવનું તેનું અસ્તિત્વ નથી.
(જો જીવ પૌગલિક નથી તો રાગાદિ પૌગલિક કેવી રીતે સિદ્ધ થઈ શકે?) આના સિવાય અપૌદ્ગલિક
જીવાત્મામાં કૃષ્ણ નીલાદિ લેશ્યાઓ કેવી રીતે બની શકે છે ? જૈન દર્શન જડ અને ચેતનના દ્વૈતનો અને તેની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરે છે. તે બધા પ્રકારના અદ્વૈતવાદનો વિરોધ કરે છે, ચાહે તે શંકરના આધ્યાત્મિક અદ્વૈતવાદ હોય અથવા ચાર્વા અને અન્ય વૈજ્ઞાનિકોનો ભૌતિકવાદ હોય પરંતુ આ સિદ્ધાન્તની માન્યતાથી ઉપર્યુક્ત શંકાઓનું સમાધાન થતું નથી. આના માટે અમારે જીવના સ્વરૂપને તે સંદર્ભમાં જોવો પડશે કે જેમાં ઉપર્યુક્ત શંકાઓ પ્રસ્તુત કરેલ છે. પ્રથમ સંકોચ વિસ્તાર તથા તેના આધાર પર થયેલ સૌમ્ય અને સ્થૌલ્ય તથા બંધન અને રાગાદિભાવનું હોવું છે બધા બદ્ધ જીવાત્માઓ કે અમારા વર્તમાન સીમિત વ્યક્તિત્વના કારણો છે. જ્યાં સુધી સીમિત વ્યક્તિત્વ અથવા બદ્ધ જીવાત્માનો પ્રશ્ન છે તે એકાન્ત રૂપથી ન તો ભૌતિક છે અને ન અભૌતિક છે. જૈન ચિંતક મહાપરા મુનિ નથમલજી આજ પ્રશ્નોનું સમાધાન કરતા લખે છે કે મારી માન્યતા એ છે કે અમારું વર્તમાન વ્યક્તિત્વ સર્વથા પૌદ્ગલિક નથી અને સર્વથા અપૌલિક નથી. જો તેને સર્વથા પૌલિક માને તો તેમાં ચૈતન્ય ન હોય શકે અને તેને સર્વથા અપૌગલિક માને તો તેમાં સંકોચ-વિસ્તાર, પ્રકાશમય અનુભવ, ઉદ્વેગૌરવ ધર્મિતા, રાગાદિ ન હોય શકે. હું જ્યાં સુધી સમજી શક્યો છું, કોઈપણ શરીરધારી જીવ અપૌગલિક નથી. જૈન આચાર્યોએ તેમાં સંકોચ-વિસ્તાર બંધન આદિ માન્યા છે. અપૌગલિકતા તેની અંતિમ પરિણતિ છે. જે શરીર-મુક્તિથી પહેલા પ્રાપ્ત થતી નથી. મુનિજીના આ વર્ણનને અધિક સ્પષ્ટ રૂપમાં એ કહી શકાય કે જીવના અપૌદ્ગલિક સ્વરૂપની ઉપલબ્ધિ નથી પણ આદર્શ છે. જૈન દર્શનનું લક્ષ્ય આજ અપૌગલિક સ્વરૂપની ઉપલબ્ધિ છે. જીવની અપૌલિકતા આદર્શ છે. જાગીતક તથ્ય નથી. આત્મા અને શરીરમાં સંબંધ :
મહાવીરની પાસે જ્યારે આ પ્રશ્ન ઉપસ્થિત કરેલ કે "ભગવન ! જીવ તેજ છે જે શરીર છે અથવા જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે?” મહાવીરે ઉત્તર આપ્યો - "હે ગૌતમ ! જીવ શરીર પણ છે અને શરીર ભિન્ન પણ છે. આ પ્રમાણે મહાવીરે આત્મા અને દેહની મધ્ય ભિન્નત્વ અને એકત્વ બન્ને સ્વીકાર કર્યો છે. આચાર્ય કુંદકુંદે પણ આત્મા અને શરીરના એકત્વ અને ભિન્નત્વને લઈને એજ વિચાર પ્રકટ કરેલ છે. આચાર્ય કુંદકુંદનું કહેવું એ છે કે વ્યાવહારિક દષ્ટિથી આત્મા અને દેહ એક જ છે. પરંતુ નિશ્ચય દૃષ્ટિથી આત્મા અને દેહ કદાપિ એક થઈ શકતા નથી. વસ્તુત: આત્મા અને શરીરમાં એકત્વ માન્યા વગર સ્તુતિ, વંદન, સેવા આદિ અનેક નૈતિક આચરણની ક્રિયાઓ સંભવ નથી.
૧. અનેકાન્ત, જૂન - ૧૯૪૨ ૩. ભગવતીસૂત્ર ૧૩/૭/૪૯૫.
૨. તટ બે પ્રવાહ એક, પૃ. ૫૪ ૪. સમયસાર, ૨૭
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org