________________
Like Us | Sessess s%%\
ple (૧) મૂળ તત્વ જડ (અચેતન) છે અને તેનાથી ચેતનની ઉત્પત્તિ થાય છે. અજીતકેશકંબલિનું, ચાર્વાફ દાર્શનિક
અને ભૌતિકવાદી આ મતનું પ્રતિપાદન કરે છે. (૨) મૂળ તત્વ ચેતન છે અને તેની અપેક્ષાથી જડની સત્તા મનાય છે. બૌદ્ધ વિજ્ઞાનવાદ શાંકર વેદાંત તથા
બર્કલે આ મતનું પ્રતિપાદન કરે છે. (૩) કેટલાક વિચારક એવા પણ છે જેણે પરમ તત્વને એક માનવા છતાં પણ તેને જડ-ચેતન ઉભયરૂપ સ્વીકાર
કરી અને બંનેને જ તેની પર્યાય માને છે, ગીતા, રામાનુજ, સ્પિનોજા આ મતને કહે છે. (૪) કોઈ વિચારક જડ અને ચેતન બન્નેને પરમ તત્વ માને છે અને તેના સ્વતંત્ર અસ્તિત્વમાં વિશ્વાસ કરે
છે. સાંખ્ય જૈન અને દેકાર્ત આ ધારણામાં વિશ્વાસ કરે છે. જૈન વિચારક સ્પષ્ટ રૂપથી કહે છે કે ક્યારે પણ જડથી ચેતનની ઉત્પત્તિ થતી નથી. સૂત્રકતાંગની ટીકામાં આ માન્યતાનું નિરાકરણ કરેલ છે. શીલાંકાચાર્ય લખે છે કે ભૂત સમુદાય સ્વતંત્રધર્મી છે. તેના ગુણ ચૈતન્ય નથી.” કારણ કે પૃથ્વી આદિ ભૂતોના અન્ય પૃથકુ-પૃથક ગુણ છે, અન્ય ગુણોવાળા પદાર્થોથી કે તેના સમૂહથી પણ કોઈ અપૂર્વ (નવીન) ગુણની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેમ રૂક્ષ રેતીના કણોના સમુદાયમાં સ્નિગ્ધ તેલની ઉત્પત્તિ થતી નથી. માટે ચૈતન્ય આત્માનો જ ગુણ થઈ શકે છે. ભૂતોનો નહિ. જડ ભૂતોથી ચેતન આત્માની ઉત્પત્તિ થઈ શકતી નથી. શરીર પણ જ્ઞાનાદિ ચૈતન્ય ગુણોનું કારણ ન હોય શકે. કારણ કે શરીર ભૌતિક તત્વોનું કાર્ય છે અને ભૌતિકતત્વ ચેતનાશૂન્ય છે. જ્યારે ભૂતમાં જ ચૈતન્ય નથી તો તેના કાર્યમાં ચેતન્ય ક્યાંથી આવશે ? પ્રત્યેક કાર્ય, કારણ રહે છે. જ્યારે તે કારણ કાર્યરૂપમાં પરિણત થાય છે, ત્યારે તે શક્તિ રૂપથી રહેલ કાર્ય વ્યક્ત રૂપમાં સામે આવી જાય છે. જ્યારે ભૌતિક તત્વોમાં ચેતના નથી, ત્યારે તે કેવી રીતે સંભવ છે કે શરીર ચૈતન્ય ગુણવાળા થઈ જાય ? જો ચેતના પ્રત્યેક ભૌતિક તત્વમાં નથી તો તેના સંયોગથી પણ તે ઉત્પન્ન થઈ શકતી નથી. રેતીના પ્રત્યેક કણમાં ન રહેલ તેલ રેતી કણોનાં સંયોગથી ઉત્પન્ન થઈ શકતા નથી. માટે તે કહેવું યુક્તિ સંગત નથી કે ચૈતન્ય ચતુર્ભુજના વિશિષ્ટ સંયોગથી ઉત્પન્ન થાય છે. ગીતા પણ કહે છે કે અસત્વનું પ્રાદુર્ભાવ થતું નથી અને સતનો વિનાશ થઈ શકતો નથી. જો ચૈતન્ય ભૂતોમાં નથી તો તેના સંયોગથી નિર્મિત શરીરમાં પણ ન હોય શકે. શરીરમાં ચૈતન્યની ઉપલબ્ધિ થાય છે માટે તેનો આધાર શરીર નહિ, આત્મા છે. આત્માની જડથી ભિન્નતા સિદ્ધ કરવા માટે શીલાંકાચાર્ય એક બીજી યુક્તિ પ્રસ્તુત કરતાં કહે છે કે પાંચ ઈન્દ્રિયોના વિષય અલગ-અલગ છે, પ્રત્યેક ઈન્દ્રિય પોતાના વિષયનું જ્ઞાન કરે છે, જ્યારે પાંચ ઈન્દ્રિયોનાં વિષયોનું એકત્રીરૂપથી જ્ઞાન કરનાર અન્ય કોઈ અવશ્ય છે અને તે આત્મા છે.”
આના સંબંધમાં શંકરની પણ એક યુક્તિ છે, જેના સંબંધમાં પ્રો. એ.સી. મુકર્જીએ પોતાની પુસ્તક “નેચર ઓફ સેલ્ફ”માં ઘણો જ લખેલ છે. શંકર પૂછે છે કે- 'ભૌતિકવાદીઓના અનુસાર ભૂતોથી ઉત્પન્ન થનાર તે ચેતનાનું સ્વરૂપ શું છે? તેના અનુસાર અથવા તો ચેતના તે તત્વોની પ્રત્યક્ષ કર્તા હશે અથવા તેનો જ એક ગુણ હશે. પ્રથમ સ્થિતિમાં જો ચેતના ગુણોની પ્રત્યક્ષ કર્તા હશે, તો તે તેનાથી પ્રત્યુત્પન્ન નહિ થાય. બીજુ એ કહેવું પણ હાસ્યાસ્પદ થશે કે ભૌતિક ગુણ પોતાના જ ગુણોને જ્ઞાનની વિષય-વસ્તુ બનાવે છે. એવું માનવું કે ચેતના જે ભૌતિક પદાર્થોનું જ એક ગુણ છે, તેનાથી જ પ્રત્યુત્પન્ન છે, તેજ ભૌતિક પદાર્થોને પોતાના જ્ઞાનનો વિષય માને છે. એટલુ જ હાસ્યાસ્પદ છે કે જેટલુ માનવું કે આગ પોતાને જ બાળે છે. અથવા નટ પોતાના જ ખાભા પર ચઢી શકે છે. આ પ્રમાણે શંકરનું બળ નિષ્કર્ષ પણ એવો છે કે ચેતના(આત્મા) ભૌતિક તત્વોથી વ્યતિરિક્ત અને જ્ઞાન સ્વરૂપ છે.' આક્ષેપ અને નિરાકરણ :
સામાન્ય રૂપથી જૈન વિચારણામાં આત્મા કે જીવ ને અપીગલિક, વિશુદ્ધ ચૈતન્ય અને જડથી ભિન્ન સ્વતંત્ર તત્વ કે દ્રવ્ય મનાય છે. પરંતુ અન્ય દાર્શનિકોનો આક્ષેપ છે કે જૈન દર્શનના વિચારમાં જીવનું સ્વરૂપ ઘણું ખરું પૌદ્ગલિક
૧. સૂત્રકૃતાંગ ટીકા, ૧૧૮ ૩. ગીતા, ૨/૧૬ ૫. દીનેચર ઓફ સેલ્ફ, ૫ ૧૪૧ - ૧૪૩
૨. જૈન દર્શન, પૃ. ૧૫૭ ૪. સૂત્રકૃતાંગ ટીકા, ૧/૧|૮.
21 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org