________________
As the best viewerkele seek
આચાર્ય શંકર બ્રહ્મસૂત્ર ભાષ્યમાં આવો જ તર્ક કરતા કહે છે કે- જે નિરસન કરી રહ્યા છે તે જ તેનું સ્વરૂપ છે.'' આત્માના અસ્તિત્વ માટે સ્વયંનો અનુભવ આચાર્ય શંકર પણ એક પ્રબલ તર્કના રૂપમાં સ્વીકાર કરે છે. તેઓ કહે છે કે બધાને આત્માના અસ્તિત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈપણ એવો નહી મળે છે એવું વિચારતા હોય કે હું નથી”* એ જ પ્રમાણે શંકર સ્પષ્ટ રૂપથી એ પણ કહી શકે છે કે બોધથી સત્તાને અને સત્તાથી બોધને પૃથફ કરી શકાય નહિ. જ્યારે આપણને આત્માનો સ્વયં બોધ થાય છે તો તેની સત્તા નિર્વિવાદ છે.
પાશ્ચાત્ય વિચારક દેકાર્સે પણ આવાજ તર્કના આધારે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરેલ છે. તેઓ કહે છે કે બધાના અસ્તિત્વમાં સંદેહ કરી શકાય છે. પરંતુ સંદેહકર્તામાં પણ સંદેહ કરવો અસંભવ છે. સંદેહનું અસ્તિત્વ સંદેહથી જુદુ છે. સંદેહ કરવો એટલે વિચાર કરવો અને વિચારકના અભાવમાં વિચાર થઈ શકતો નથી. હું વિચાર કરું છું માટે હું છું” આ પ્રમાણે દેકાર્સના અનુસાર પણ આત્માનો અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે.*
આત્મા અમૂર્ત છે માટે તેને કોઈ રૂપમાં જાણી શકતો નથી. જેમકે- ઘટ, પટ આદિ વસ્તુઓનું ઈન્દ્રિય પ્રત્યક્ષના રૂપમાં જ્ઞાન થાય છે. છતાં અપ્રત્યક્ષ હોવા માત્રથી તેનો નિષેધ કરી શકાતો નથી. જૈન આચાર્યોએ તેના માટે ગુણ અને ગુણીનો તર્ક આપેલ છે. ઘટ આદિ જે વસ્તુઓને આપણે જાણીએ છે. તેનો યથાર્થ બોધ પ્રત્યક્ષ થઈ શકતો નથી. કારણ કે આપણને જેનો બોધ પ્રત્યક્ષ થાય છે. તે ઘટના રૂપાદિ ગુણો પ્રત્યક્ષ છે. પણ ઘટ માત્ર રૂપ નથી, તે તો અનેક ગુણોનો સમૂહ છે. જેને આપણે જાણતા નથી. રૂપ (આકાર) તેનો એક ગુણ છે. જ્યારે રૂપ ગુણના પ્રત્યક્ષીકરણને ઘટનો પ્રત્યક્ષીકરણ માની લઈએ છીએ અને આપણને એમાં કોઈ સંશય થતો નથી તો પછી જ્ઞાનગુણથી આત્માનો પ્રત્યક્ષ શા માટે નથી માની લેતા.'
આધુનિક વૈજ્ઞાનિક પણ અનેક તત્વોનો વાસ્તવિક બોધ પ્રત્યક્ષ કરી શકતા નથી. જેમ ઈથર; છતાં પણ કાર્યોના આધાર પર તેનું અસ્તિત્વ માને છે અને તેના સ્વરૂપનું વિવેચન પણ કરે છે. તો પછી આત્માના ચેતનાત્મક કાર્યોના આધારે તેના અસ્તિત્વનો શા માટે સ્વીકાર ન કરવો ? વસ્તુતઃ આત્મા કે ચેતનાના અસ્તિત્વનો પ્રશ્ન મહત્વપૂર્ણ હોવા છતાં પણ વિવાદનો વિષય નથી. ભારતીય ચિંતકોમાં ચાર્વાફ અને બૌદ્ધ તથા પાશ્ચાત્ય ચિંતકોમાં હ્યુમ, જેમ્સ આદિ વિચારકો આત્માનો નિષેધ કરે છે. પણ એમનો નિષેધ આત્માના અસ્તિત્વનો નિષેધ નથી. પરંતુ તેની નિત્યતાનો નિષેધ છે. આત્માનો એક સ્વતંત્ર નિત્ય દ્રવ્યના રૂપમાં તેઓ સ્વીકાર કરતા નથી, પરંતુ ચેતન અવસ્થા કે ચેતનાપ્રવાહના રૂપમાં આત્માનું અસ્તિત્વ તો તેઓ પણ સ્વીકાર કરે છે. ચાર્વાકુ દર્શન પણ એવું નથી કહેતા કે આત્માનો સર્વથા અભાવ છે, તેઓનો નિષેધ માત્ર આત્માનો સ્વતંત્ર મૌલિક તત્વ માનવાથી છે. બૌદ્ધ અનાત્મવાદની પ્રતિ સ્થાપનામાં આત્મા (ચેતના)નો નિષેધ નથી કરતી પરંતુ તેની નિત્યતાનો નિષેધ જરૂર કરે છે. ધૂમ પણ અનુભૂતિથી ભિન્ન કોઈ સ્વતંત્ર આત્મ-તત્વનો જ નિષેધ કરે છે. ઉદ્યોતકર અન્યાયવાર્તિક” ના કથન મુજબ જાણી શકાય છે કે આત્માના અસ્તિત્વનાં વિષયમાં દાર્શનિકોમાં સામાન્ય કોઈ વિવાદ જ નથી, અગર કોઈ વિવાદ છે તો તેનો સંબંધ આત્માના વિશેષ સ્વરૂપથી છે. (ન કે તેના અસ્તિત્વથી) સ્વરૂપની દૃષ્ટિથી કોઈ શરીરને જ આત્મા માને છે, કોઈ બુદ્ધિને, કોઈ ઈન્દ્રિય કે મનને અને કોઈ વિજ્ઞાન સંઘાતને આત્મા સમજે છે. કેટલાક એવા પણ વ્યક્તિ છે જે આ બધાથી પૃથક સ્વતંત્ર આત્મ-તત્વના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. જૈન દર્શન અને ગીતા આત્માને સ્વતંત્ર દ્રવ્યના રૂપમાં સ્વીકાર કરે છે. આત્મા એક મૌલિક તત્વ :
આત્મા એક મૌલિક તત્વ છે અથવા અન્ય કોઈ તત્વથી ઉત્પન્ન થયેલ છે. આ પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે. બધા દર્શનની એ માન્યતા છે કે સંસાર આત્મ અને અનાત્મનો સંયોગ છે, પરંતુ એમાં મૂળ તત્વ શું છે? એ વિવાદનો વિષય છે. આ સંબંધમાં ચાર પ્રમુખ ધારણાઓ છે -
૧. બ્રહ્મસૂત્ર, શંકરભાષ્ય
૨. તેજ, ૧/૧૨ ૩. બ્રહ્મસૂત્ર, શંકરભાષ્ય ૩૨/૨૧, સમાનતા કરવી-આચારાંગ, ૧/પ/પ. ૪. પશ્ચિમી દર્શન, પૃ. ૧૦૬
૫. વિશેષાવશ્યક ભાષ્ય, ૧૫૫૮ ૬. ન્યાયવાર્તિક, પૃ. ૩૬૬ (આત્મ-મીમાંસા પૃ. ૨ પર ઉદ્દધૃત)
20 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org