________________
બીજી તરફ આત્મા અને દેહમાં ભિન્નતા માન્યતા વગર આસક્તિ નાશ અને ભેદ વિજ્ઞાનની સંભાવના થઈ શકતી નથી. નૈતિક અને ધાર્મિક સાધનાની દષ્ટિથી આત્માનું શરીરથી એકત્વ અને અનેકત્વ બન્ને અપેક્ષિત છે. આજ જૈન નૈતિકતાની માન્યતા છે. મહાવીરે એકાન્તિકવાદોને છોડીને અનેકાન્ત દૃષ્ટિનો સ્વીકાર કર્યો અને બન્ને વાદોનો સમન્વય કર્યો. તેમણે કહ્યું કે- 'આત્મા અને શરી૨ કદાચિત્ ભિન્ન છે અને કદાચિત્ અભિન્ન છે.'
આત્મા પરિણામી છે :
જૈન દર્શન આત્માને પરિણામી માને છે અને સાંખ્ય અને શંકરવેદાંત આત્માને અપરિણામી માને છે. બુદ્ધના સમકાલીન વિચા૨ક પૂર્ણકાશ્યપ પણ આત્માને અપરિણામી માનતા હતા. આત્માને અપરિણામી માનવાનું તાત્પર્ય એ છે કે આત્મામાં કોઈ વિકાર, પરિવર્તન કે સ્થિત્યન્તર થતું નથી.
જૈન આચાર ગ્રંથોમાં આ વિચાર ઘણી જ જગ્યાથી ઉપલબ્ધ થાય છે કે આત્મા કર્તા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે આત્મા જ સુખો અને દુઃખોના કર્તા અને ભોક્તા છે. એવું પણ કહ્યુ છે કે- 'માથુ કાપનાર શત્રુ પણ તેટલો અપકાર કરતા નથી જેટલો દુરાચરણમાં પ્રવૃત્ત પોતાની આત્મા કરે છે.''
એટલું જ નહીં સૂત્રકૃતાંગમાં આત્માને અકર્તા માનનાર લોકોની આલોચના કરતા સ્પષ્ટ રૂપમાં કહ્યું છે કે : કેટલાક બીજા લોકો તો ધૃષ્ટતા પૂર્વક કહે છે કે કરવું, કરાવવું આદિ ક્રિયા આત્મા કરતી નથી. તે તો અકર્તા છે.” આ વાદ કરનાર વાદિયોને સત્ય જ્ઞાનનું જ્ઞાન નથી અને તેને ધર્મનું ભાન નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં શરીરને નાવ અને જીવને નાવિક કહીને જીવ પર નૈતિક કર્મોનું ઉત્તરદાયિત્વ આપેલ છે.
આત્મા ભોક્તા છે :
જો આત્માને કર્તા માનવું આવશ્યક છે તો તેને ભોક્તા પણ માનવું પડશે. કારણ કે જે કર્મોના કર્તા છે, તેને જ તેના ફળોનો ભોગતા પણ માનવું જોઈએ. જેમ આત્માનું કર્તૃત્વ કર્મ પુદ્દગલોના નિમિત્તથી જ સંભવ છે, તેવી જ રીતે આત્માના ભોકતૃત્વ પણ કર્મ પુદ્ગલોના નિમિત્તથી જ સંભવે છે. કર્તૃત્વ અને ભોકતૃત્વ બન્ને શરીરયુક્ત બદ્ધાત્મામાં પ્રાપ્ત થાય છે. મુક્તાત્મા અથવા શુદ્ધાત્મામાં નથી. ભોક્તૃત્વ વેદનીય કર્મના કારણે જ સંભવ છે. જૈન દર્શન આત્માના ભોત્વ પણ સાપેક્ષ દૃષ્ટિથી શરીર યુક્ત બદ્ધાત્મામાં સ્વીકાર કરે છે.
૧. વ્યાવહારિક દ્રષ્ટિથી શરીરયુક્ત બદ્ધાત્મા ભોક્તા છે.
૨. અશુદ્ધ નિશ્ચયનય અથવા પર્યાય દૃષ્ટિથી આત્મા પોતાની માનસિક અનુભૂતિઓ કે મનોભાવોનો વેદક છે. પરમાર્થ દષ્ટિથી આત્મા ભોક્તા અને વેદક નથી, માત્ર દૃષ્ટા કે સાક્ષી સ્વરૂપ છે.
૩.
આત્માનું ભોતૃત્વ કર્મ અને પ્રતિફલના સંયોગ માટે આવશ્યક છે. જે કર્તા છે, તે અનિવાર્ય રૂપથી તેના ફળોના ભોક્તા પણ છે. અન્યથા કર્મ અને તેના ફળભોગમાં અનિવાર્ય સંબંધ સિદ્ધ થઈ શકતા નથી.આવી સ્થિતિમાં નૈતિકતાનો કોઈ અર્થ જ રહેતો નથી. માટે એવું માનવું જોઈએ કે આત્મા ભોક્તા છે, પરંતુ આત્માનું ભોક્તા હોવું બદ્ધાત્મા અથવા સશરીરના માટે જ ઉપયોગી છે. અમુક્તાત્મા ભોક્તા નથી, તે તો માત્ર સાક્ષી સ્વરૂપ અથવા દષ્ટા હોય છે. આત્મા સ્વદેહ પરિમાણ છે :
યદ્યપિ જૈન વિચારણામાં આત્માઓને રૂપ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શ આદિથી વિવર્જીત કહ્યો છે, છતાંપણ આત્માને શરીરાકાર સ્વીકાર કરેલ છે. આત્માના આકારના સંબંધમાં પ્રમુખ રૂપથી બે દષ્ટિઓ છે- એકના અનુસાર આત્મા સર્વવ્યાપી છે, બીજાના અનુસાર અણુ છે. સાંખ્ય, ન્યાય અને અદ્વૈત વેદાન્ત આત્માને સર્વવ્યાપી માને છે અને રામાનુજ અણુ માને છે. જૈન દર્શન આના સંબંધમાં મધ્યસ્થ દૃષ્ટિ અપનાવે છે. તેના અનુસાર આત્મા અણુ પણ છે અને સર્વવ્યાપી પણ છે. તે સૂક્ષ્મ છે તો પણ તે એક આકાશ પ્રદેશના અનન્તમાં ભાગમાં સમાય શકે છે અને સર્વવ્યાપી છે તો તે સમગ્ર લોકને વ્યાપ્ત કરી શકે છે." જૈન દર્શન આત્મામાં સંકોચ વિસ્તારને સ્વીકાર કરે છે અને તે આધાર પર આત્માને સ્વદેહ - પરિમાણ માને છે. જેમ દીપકનો પ્રકાશ નાની રૂમમાં રહેવાથી નાની રૂમને અને મોટા રૂમમાં રહેવાથી મોટા રૂમને પ્રકાશિત કરે છે તેવી જ રીતે આત્મા પણ જે દેહમાં રહે છે તેને ચૈતન્યાભિભૂત કરે છે.
૧.
૩.
તેજ, ૨૦૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૩/૭૩ સમાનતા કરવી - કઠોરાપનિષદ
Jain Education International
૧/૩/૩
૨. સૂત્રકૃતાંગ સૂત્ર, ૧/૧/૧૩-૨૧
૪. સમયસાર ૮૧-૯૨
૧. ક્રમશઃ નિગોદ અને કેવળી સમુદ્દઘાતની- અવસ્થામાં.
23
For Private & Personal Use Only
www.jainelibrary.org