________________
જાય છે. અમે એવું પણ ના કહી શકાય કે શરીરના અમુક ભાગમાં આત્મા છે અને અમુક ભાગમાં નથી, તે પોતાના ચેતના લક્ષણથી સંપૂર્ણ શરીરને વ્યાપ્ત કરે છે. માટે તેમાં વિસ્તાર છે અને તે અસ્તિકાય છે. આપણી એક બ્રાન્તિ છે જેને દૂર કરવી જોઈએ કે કેવળ મૂર્ત દ્રવ્યનો જ વિસ્તાર થાય છે. અમૂર્તનો નહિ. આધુનિક વિજ્ઞાનો દ્વારા પણ સિદ્ધ છે કે અમર્ત દ્રવ્યનો પણ વિસ્તાર થાય છે. વાસ્તવમાં અમૂર્ત દ્રવ્યના વિસ્તારની કલ્પના તેના લક્ષણો કે કાર્યો (Functions) ના આધાર પર જ કરી શકાય છે. જેમ ધર્મ દ્રવ્યનું કાર્ય ગતિ લક્ષણથી સંભવિત છે, તે ગતિનો માધ્યમ મનાય છે. માટે જ્યાં જ્યાં ગતિ છે કે ગતિ સંભવ છે, ત્યાં ત્યાં ધર્મ-દ્રવ્યની ઉપસ્થિતિ અને વિસ્તાર છે એવું માની શકાય છે.
આ પ્રમાણે આપણે એક નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ છે કે કોઈપણ દ્રવ્યને અસ્તિકાય કહેવાનું તાત્પર્ય એ છે કે તે દ્રવ્ય દિકુમાં વિસ્તારિત છે અથવા વિસ્તારની ક્ષમતા ધરાવે છે. વિસ્તાર અથવા પ્રસાર (Extension) જ કાયત્વ છે. કારણ કે વિસ્તાર કે પ્રસારની ઉપસ્થિતિમાં જ પ્રદેશ પ્રચયત્વ તથા સાવયવતાની સિદ્ધિ થાય છે. માટે જે દ્રવ્યોમાં વિસ્તાર કે પ્રસારનું લક્ષણ છે તે અસ્તિકાય છે.
અહીં એક બીજો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે કાળને અસ્તિકાય શા માટે કહેવામાં આવતું નથી ? જો કે અનાદિ ભૂતકાળથી લઈને અનન્ત ભવિષ્ય સુધી કાળના વિસ્તારનો અનુભવ કરી શકાય છે, છતાં પણ તેમાં કાય7નું આરોપણ સંભવ નથી, કારણ કે કાળના પ્રત્યેક ઘટક પોતાની સ્વતંત્ર અને પૃથક સત્તા ધરાવે છે. જૈન દર્શનના પારંપરિક પરિભાષામાં કાલાણુઓમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણનો અભાવ હોવાથી તેના કોઈ સ્કંધ કે સંધાત બની શકતા નથી. કદાચ તેના સ્કંધની પરિકલ્પના પણ કરી લઈએ તો પર્યાય - સમયની સિદ્ધિ થતી નથી. બીજુ કાળના વર્તના લક્ષણની સિદ્ધિ ફક્ત વર્તમાનમાં જ છે અને વર્તમાન અત્યંત સૂક્ષ્મ છે. માટે કાળનો વિસ્તાર (પ્રદેશ પ્રચયત્વ) મનાતો નથી. માટે તે અસ્તિકાય મનાતો નથી. અસ્તિકાયોના પ્રદેશ પ્રચયત્વનો અલ્પ-બહુત્વ :
અહીં એ જાણવું જોઈએ કે બધા અસ્તિકાય દ્રવ્યોનો વિસ્તાર-ક્ષેત્ર સમાન નથી. તેમાં ભિન્નતાઓ છે. જ્યાં આકાશનો વિસ્તાર-ક્ષેત્ર લોક અને અલોક બન્ને છે ત્યાં ધર્મ દ્રવ્ય અને અધર્મ - દ્રવ્ય કેવળ લોક સુધી જ સીમિત છે. પુદ્ગલના પ્રત્યેક સ્કંધ અને પ્રત્યેક જીવનો વિસ્તાર ક્ષેત્ર પણ અલગ-અલગ છે. પુદ્ગલપિંડનો વિસ્તાર ક્ષેત્ર તેના આકાર પ્રમાણે જાણવો. તેમજ પ્રત્યેક જીવાત્માનો વિસ્તાર ક્ષેત્ર તેના દ્વારા-ગૃહીત શરીરના આકાર પ્રમાણે જાણવો. આ પ્રમાણે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવસ્તિકાય હોવા છતાં પણ તેનો વિસ્તાર-ક્ષેત્ર કે કાયત્વ સમાન હોતો નથી. જૈન દાર્શનિકોએ તેમાં પ્રદેશ દષ્ટિએ ભિન્નતા સ્પષ્ટ કરેલ છે. ભગવતીસૂત્રમાં બતાવેલ છે કે ધર્મ - દ્રવ્ય અને અધર્મના પ્રદેશ બીજા દ્રવ્યોની અપેક્ષાએ સૌથી ઓછા છે. તે લોકાકાશ સુધી (Within the limits of universe) સીમિત છે અને અસંખ્ય પ્રદેશ છે. આકાશની પ્રદેશ સંખ્યા આ બન્નેની અપેક્ષાએ અનંત ગુણા વધારે માની છે. આકાશ અનંત પ્રદેશ છે. કારણ કે અસીમ લોક સુધી (Finite universe) સીમિત નથી. તેનો વિસ્તાર અલોકમાં પણ છે. ફરીથી આકાશની અપેક્ષાએ જીવ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા અધિક છે. કારણ કે- ધર્મ-અધર્મ અને આકાશનો એક જ દ્રવ્ય છે અને જીવના અનન્ત દ્રવ્ય છે. કારણકે જીવ અનંત છે, એમાં પણ પ્રત્યેક જીવમાં પોતાના આત્મ પ્રદેશોથી સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરવાની ક્ષમતા છે. જીવ દ્રવ્યના પ્રદેશોની અપેક્ષાએ પણ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ અનંત ગુણા અધિક છે. કારણ કે પ્રત્યેક જીવની સાથે અનંત કર્મ પુદ્ગલ સંયોજીત છે. કાળની પ્રદેશ સંખ્યા પુદ્ગલની અપેક્ષાએ પણ અનંત ગુણી માની છે. કારણ કે પ્રત્યેક જીવ અને પુદ્ગલ-દ્રવ્યની વર્તમાન, અનાદિ ભૂત અને અનંત ભવિષ્યની દૃષ્ટિએ અનંત પર્યાયો થાય છે. માટે કાળની પ્રદેશ સંખ્યા સર્વાધિક હોવી જોઈએ. છતાં પણ કાલાણુઓનો સમાવેશ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોમાં હોવાથી અસ્તિકામાં પુદગલ - દ્રવ્યના પ્રદેશોની સંખ્યા જ સર્વાધિક માનવામાં આવે છે.
આ સંપૂર્ણ વિવેચન બાદ જાણી શકાય છે કે અસ્તિકાયની-અવધારણા અને દ્રવ્યની અવધારણાના વણ્ય વિષય એક જ છે.
આ પ્રમાણે એક વાત નક્કી છે કે પ્રારંભમાં જૈન દર્શનમાં અસ્તિકાયની અવધારણા જ હતી. આપણા ઈતિહાસની દ્રષ્ટિએ એ અવધારણા પાર્શ્વયુગીન હતી. “સિમલિયા" ના પાર્શ્વનામક એકત્રીસમાં અધ્યાયમાં પાર્શ્વના જગત સંબંધી દૃષ્ટિકોણની પ્રસ્તુતીકરણ કરતાં વિશ્વના મૂળ ઘટકોના રૂપમાં પંચાસ્તિકાયોનો ઉલ્લેખ મળેલ છે. ભગવતીસૂત્રમાં મહાવીરે
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org