________________
પર્વ પ્રસંગમાં આપેલ છે. ધર્મ, અધર્મ અને આકાશમાં બહુ પ્રદેશ– દબાપેક્ષાએ નથી, પરંતુ ક્ષેત્રની અપેક્ષાએ છે. દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે -
जावदियं आयासं अविभागी पुग्गलाणुवट्ठद्धं ।
तं खु पदेस जाणे सव्वाणुट्ठाणदाणरिहं ॥ - द्रव्यसंग्रह - २९. પ્રો. જી.આર. જૈન પણ લખે છે Pradesa is the unit of space occupied by one indivisible atom of matter. અર્થાતુ પ્રદેશ આકાશની એ સૌથી નાની ઈકાઈ છે જે એક પુદગલ પરમાણુ ઘેરે છે. વિસ્તારવાનું થવાનો અર્થ છે ક્ષેત્રમાં પ્રસારિત થવું. ક્ષેત્ર અપેક્ષાએ જ ધર્મ અને અધર્મને અસંખ્ય પ્રદેશી અને આકાશને અનન્ત પ્રદેશી કહ્યા છે, માટે તેમાં પણ ઉપચારથી કાય7ની અવધારણા કરી શકાય છે. પુદ્ગલોમાં જે બહુપ્રદેશીવાળા છે તે પરમાણુની અપેક્ષાએ નથી પણ સ્કન્ધની અપેક્ષાએ છે માટે પુદ્ગલને અસ્તિકાય કહેવાય છે ને કે પરમાણુ ને પરમાણુ તો માત્ર પુદ્ગલનો એક અંશ કે પ્રકાર માત્ર છે. બીજુ પ્રત્યેક પુદ્ગલ પરમાણુમાં અનન્ત પુદ્ગલ પરમાણુઓના અવગાહન અર્થાત્ પોતાનામાં સમાવવાની શક્તિ છે. અહીં તાત્પર્ય એ છે કે પુદ્ગલ પરમાણમાં પ્રદેશ- પ્રચયત્વ છે. ભલે તે અત્યંત સૂક્ષ્મ કેમ ન હોય ? જૈન આચાર્યોની સ્પષ્ટ માન્યતા છે કે જે આકાશ પ્રદેશમાં એક પુદ્ગલ પરમાણુ રહે છે તેમાં જ અનન્ત પુદ્ગલ પરમાણુઓનો પણ સમાવેશ થઈ જાય છે. માટે પરમાણુને પણ અસ્તિકાય માનવામાં આવે છે.
અહીં આ બાબતમાં કાયત્વનો અર્થ વિસ્તારથી જ થશે. જે દ્રવ્ય વિસ્તારવાળા છે તે અસ્તિકાય છે અને જે વિસ્તારરહિત છે તે અનસ્તિકાય છે. વિસ્તારની આ અવધારણા ક્ષેત્રની અવધારણાને આશ્રિત છે. અહીં કાય7ના અર્થના સ્પષ્ટીકરણમાં સાવયત્વ અને સપ્રદેશ–ની જે અવધારણાથી પ્રસ્તુતિ કરેલ છે. જે સર્વ ક્ષેત્રની અવગાહનની સંકલ્પનાથી સંબંધિત છે. વિસ્તારનું તાત્પર્ય છે ક્ષેત્રનું અવગાહન, જે દ્રવ્ય જેટલા ક્ષેત્રનું અવગાહન કરે છે તેજ તેનો વિસ્તાર (Extension) પ્રદેશ પ્રચયત્વ કે કાયત્વ છે. વિસ્તાર કે પ્રચયના બે પ્રકાર છે – ઉર્ધ્વ પ્રચય અને તિર્યફ (તિર્થી) પ્રચય. આધુનિક શબ્દાવલીમાં આને ક્રમશ: ઉર્ધ્વ એક રેખીય વિસ્તાર (Longitudinal Extension) અને બહુ આયામી વિસ્તાર (Multi - dimensional Extension) કહી શકાય છે. અસ્તિકાયની અવધારણામાં પ્રચય કે વિસ્તારને જે અર્થમાં પ્રહણ કરાય છે તે બહુઆયામી વિસ્તાર છે ન કે ઉર્ધ્વ - એક રેખીય વિસ્તાર. જૈન દાર્શનિકોએ માત્ર એ જ દ્રવ્યોને અસ્તિકાય કહ્યા છે, જેઓ તિર્યફ પ્રચય કે બહુઆયામી વિસ્તારવાળા છે. કાળમાં માત્ર ઉર્ધ્વ પ્રચય કે એક આયામી વિસ્તાર છે, માટે તેને અસ્તિકાય માનતા નથી. જો કે પ્રો. જી.આર. જૈને કાળને એક આયામી (Mono - dimensional) અને અન્યને દ્વિઆયામી (Two dimensional) માન્યા છે. પરંતુ મારી દ્રષ્ટિમાં શેષ દ્રવ્ય ત્રિ-આયામી છે, કારણ કે તે સ્કંધરૂપ છે. માટે તેમાં લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના રૂપમાં ત્રણ આયામ હોય છે. માટે કહેવાય છે કે જે દ્રવ્યોમાં ત્રિ-આયામી વિસ્તાર છે તે અસ્તિકાય દ્રવ્ય છે.
અહીં એ પ્રશ્ન ઉભો કરી શકાય છે કે કાળ પણ લોકવ્યાપી છે. તેને અસ્તિકાય શા માટે ન કહેવાય ? આનો પ્રત્યુત્તર એ છે કે કદાચ લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર કાલાણુ સ્થિત છે, પરંતુ પ્રત્યેક કાલાણુ (Time grains) પોતાનામાં તે એક સ્વતંત્ર દ્રવ્ય છે. તે પરસ્પર નિરપેક્ષ છે. સ્નિગ્ધ અને રૂક્ષ ગુણના અભાવના કારણે તેમાં બંધ થતો નથી. અર્થાત્ તેના સ્કંધ નથી બનતા. સ્કંધના અભાવમાં તેમાં પ્રદેશ પ્રચયત્વની કલ્પના સંભવ નથી, માટે તે અસ્તિકાય દ્રવ્ય નથી. કાળ-દ્રવ્યને અસ્તિકાય એટલા માટે કહેવાતું નથી કે તેમાં સ્વરૂપ અને ઉપચાર બન્ને પ્રકારની પ્રદેશ પ્રચયની કલ્પનાનો અભાવ છે.
જો કે પાશ્ચાત્ય દાર્શનિક દેકાર્ટે એ પુદગલ (Mater) નો ગુણ વિસ્તાર (Extension) કહ્યો છે. પરંતુ જૈન દર્શનની વિશેષતાઓ એ છે કે તે આત્મા, ધર્મ, અધર્મ અને આકાશ જેવા અમૂર્ત- દ્રવ્યોમાં પણ વિસ્તારની અવધારણાનો સ્વીકાર કરે છે. તેઓનો વિસ્તાર (કાયત્વથી યુક્ત) હોવાનો અર્થ છે. તેઓ દિકુ (Space) માં વિસ્તૃત અથવા વ્યાપ્ત છે. ધર્મ અને અધર્મ તો એક મહાત્કંધના રૂપમાં સંપૂર્ણ લોકાકાશના સીમિત અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં વિસ્તૃત કે વ્યાપ્ત છે. આકાશ તો સ્વયમેવ અનન્ત પ્રદેશી લોકાલોકમાં વિસ્તારિત છે. માટે આમાં પણ કાયત્વની અવધારણા સંભવ છે. જયાં આત્માની બાબતમાં પ્રશ્ન ઉભો થાય છે ત્યાં દેકાર્ત તેના વિસ્તારનો સ્વીકાર કરતો નથી, પરંતુ જૈન દર્શન ત્યાં પણ વિસ્તાર માને છે. કારણ કે આત્માનો આવાસ મોટા કે નાના જેવા શરીરમાં હોય છે તે સંપૂર્ણ પણે ત્યાં વ્યાપ્ત થઈ
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org