________________
NoseSeSeeSeSes/
es/Scies\
ISSUES-Sess (Idea) કે પ્રતીતિ હોય શકે નહિ. આકાશ- કુસુમ અથવા પરી આદિની અયથાર્થ કલ્પનાઓ પણ બે યથાર્થ અનુભૂતિઓના ચૈતસિક સ્તર પર કરેલ મિશ્રણ માત્ર છે. સ્વપ્ન પણ યથાર્થ અનુભૂતિઓ અને તેના ચૈતસિક સ્તર પર કરેલ મિશ્રણોથી જ નિર્મિત હોય છે, જન્માધુને ક્યારેય રંગોના કોઈ સ્વપ્ન હોતા નથી. માટે અયથાર્થની કોઈ પ્રતીતિ થઈ શકતી નથી. જૈનોના અનુસાર અનુભૂતિનો પ્રત્યેક વિષય પોતાની વાસ્તવિક સત્તા રાખે છે. માટે માત્ર દ્રવ્ય જ નહિ પરંતુ ગુણ અને પર્યાય પણ વાસ્તવિક (Real) છે. સત્તાની વાસ્તવિકતાના કારણે જ પ્રાચીન જૈન આચાર્યોએ તેને અસ્તિકાય કહ્યા છે. જૈન દર્શનમાં અસ્તિકાયની અવધારણા :
જૈન દર્શનમાં દ્રવ્ય”ના વર્ગીકરણનો એક આધાર અસ્તિકાય અને અનસ્તિકાયની અવધારણા પણ છે. પદ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાય મનાય છે. જ્યારે કાળને અનસ્તિકાય મનાય છે. અનેક જૈન દાર્શનિકોના પ્રમાણે કાળનું અસ્તિત્વ તો છે, પરંતુ તેમાં કાયત્વ નથી, માટે તેને અસ્તિકાયના વર્ગમાં રાખી શકાતું નથી. કેટલાક શ્વેતાંબર આચાર્યોએ કાળ સ્વતંત્ર દ્રવ્ય છે એવું માનવા માટે પણ વિરોધ ઉઠાવ્યો છે. પરંતુ તે વિષયાન્તર છે તેથી જેની ચર્ચા આપણે આગળ કરીશું. અસ્તિકાયનું તાત્પર્ય :
સર્વ પ્રથમ આપણી સામે મૂળ પ્રશ્ન ઉભો થાય છે કે અસ્તિકાયની અવધારણાનું તાત્પર્ય શું ? વ્યુત્પત્તિની દષ્ટિએ જોતાં “અસ્તિકાય” બે શબ્દોના મેળથી બનેલો છે. અસ્તિ + કાય અસ્તિ”નો અર્થ છે સત્તા અથવા અસ્તિત્વ અને કાયનો અર્થ છે શરીર અર્થાતુ જે શરીરરૂપે અસ્તિત્વવાન છે તે અસ્તિકાય છે. અહીં કાય” (શરીર) શબ્દ ભૌતિક શરીરના અર્થમાં પ્રયુક્ત નથી થયો જેવો કે જન-સાધારણ સમજે છે. કારણ કે પાંચ અસ્તિકાયોમાં પુદ્ગલને છોડીને શેષ ચાર તો અમૂર્ત છે. માટે એમ માનવું જોઈએ કે અહીં કાય શબ્દનો પ્રયોગ લાક્ષણિક અર્થમાં જ થયેલ છે. પંચાસ્તિકાયની ટીકામાં કાયત્વ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું છે કે - “યત્વમારચંસવિયવત્વ” અર્થાત્ કાય7નું તાત્પર્ય સાવયવત્વ છે. જે અવયવી દ્રવ્ય છે તે અસ્તિકાય છે અને જે નિરવયવી દ્રવ્ય છે તે અનસ્તિકાય છે.
અવયવોનો અર્થ છે. અંગોથી યુક્ત. બીજા શબ્દોમાં જોતા જેમાં વિભિન્ન અંગ, અંશ કે ભાગ (પાર્ટ) છે તે અસ્તિકાય છે. અહીં બીજી એક શંકા એ પણ થઈ શકે છે કે અખંડ દ્રવ્યોમાં અંશ કે અવયવની કલ્પના ક્યાં સુધી યુક્તિ-સંગત હશે ? જૈન દર્શનના પાંચ અસ્તિકાયોમાંથી ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ એક અવિભાજ્ય અને અખંડ દ્રવ્ય છે, માટે એ સાવયવી છે એવું શા આધારે કહી શકાય ? બીજું કાય7નો અર્થ સાવયવત્વ માનવામાં એક મુશ્કેલી એ પણ છે કે પરમાણુતો અવિભાજ્ય, નિરંશ અને નિરવયવી છે તો શું તે અસ્તિકાય નથી ? જ્યારે જૈન દર્શનના અનુસાર તો પરમાણુ- પુદ્ગલને પણ અસ્તિકાય માનેલ છે. પ્રથમ પ્રશ્નમાં જૈન દાર્શનિકોનો પ્રત્યુત્તર આ પ્રમાણે થશે કે ધર્મ, અધર્મ અને આકાશ અવિભાજ્ય અને અખંડ દ્રવ્ય છે, ક્ષેત્રની અપેક્ષાએ એ લોકવ્યાપી છે, માટે ક્ષેત્રની દષ્ટિએ આમાં સાવયવત્વની અવધારણા કે વિભાગની કલ્પના કરી શકાય છે. એક દૃષ્ટિએ આપણે કેવળ વૈચારિક સ્તરપર કરેલ કલ્પના કે વિભાજન છે. બીજા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જો કે પરમાણુ યંમાં નિરંશ, અવિભાજ્ય અને નિરવયવ છે. માટે સ્વયં તો કાયરૂપ નથી પરંતુ તે જ પરમાણુ - કંધ બનીને કાયત્વ કે સાવયવત્વને ધારણ કરી લે છે. માટે ઉપચારથી તેમાં પણ કાય7નો સદ્દભાવ માનવો જોઈએ. બીજી રીતે પરમાણુમાં પણ બીજા પરમાણુને સ્થાન આપવાની અવગાહન શક્તિ છે. માટે તેનામાં કાય7નો સદ્દભાવ છે. જૈન દાર્શનિકોએ અસ્તિકાય અને અનાસ્તિકાયના વર્ગીકરણનો એક આધાર બહુ પ્રદેશત્વ પણ સ્વીકાર્યો છે. જે બહુપ્રદેશી દ્રવ્ય છે તે અસ્તિકાય છે અને જે એક પ્રદેશી દ્રવ્ય છે તે અનસ્તિકાય છે. અસ્તિકાય અને અનસ્તિકાયની અવધારણામાં આ આધારનો સ્વીકાર કરી લેવાથી પણ પૂર્વોક્ત મુશ્કેલીઓ યથાવતુ ઉભી રહે છે. પ્રથમ તો ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણેય સ્વ-દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશી છે, કારણ કે એ અખંડ છે. બીજુ પરમાણુ પુદ્ગલ પણ એક પ્રદેશ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં તો તેને અપ્રદેશી પણ કહ્યા છે. માટે વિચારણીય છે કે શું તેને અસ્તિકાય ન કહેવાય ? અહીં પણ જૈન દાર્શનિકોનો સંભવિત પ્રત્યુત્તર તે જ થશે કે જે
૧.
જુવો Studies in Jainism Editor M.P. marathe માં સાગરમલ જૈનનો લેખ. જૈન દર્શનમાં અસ્તિકાયની અવધારણા આધુનિક પરિપ્રેક્ષ્યમાં પૃ. ૪૯-૫૫.
15. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org