________________
ઘટિત થાય છે અને વ્યક્તિમાંજ અભિન્ન રહે છે. છતાં પણ એક જ વ્યક્તિમાં બાલ્યાવસ્થાનો વિનાશ અને યુવાવસ્થાની પ્રાપ્તિ જોવા મળે છે. માટે વિનાશ અને ઉત્પત્તિની દષ્ટિએ પર્યાય વ્યક્તિથી અલગ જ કેહવાય છે. આ પ્રમાણે વૈચારિક સ્તર પર જોતા પ્રત્યેક પર્યાય દ્રવ્યથી જુદી જ જણાય છે. સંક્ષેપમાં તાત્વિક સ્તર પર કે સત્તાની દૃષ્ટિએ આપણે દ્રવ્ય અને પર્યાયને જુદા-જુદા કરી શકતા નથી. માટે તે અભિન્ન છે. પરંતુ વૈચારિક સ્તર પર દ્રવ્ય અને પર્યાય પરસ્પર પૃથક મનાય છે. કારણકે પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, જ્યારે દ્રવ્ય એમ જ રહે છે, માટે તે દ્રવ્યથી જુદી પણ છે. જૈનાચાર્યોના પ્રમાણે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાકૃત (કથંચિત) અભિન્નતા અને કથંચિત્ ભિન્નતા અનેકાંતિક દૃષ્ટિકોણનું સૂચક છે. પર્યાયના પ્રકાર :
પર્યાયના પ્રકારોની આગમ દષ્ટિએ ચર્ચા કરતાં દ્રવ્યાનુયોગમાં (પૃ.૩૮) પર ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ.સા. કમલ” લખે છે કે પ્રજ્ઞાપના સૂત્રમાં પર્યાયના બે ભેદ પ્રતિપાદિત છે. (૧) જીવ પર્યાય અને (૨) અજીવ પર્યાય. આ બન્ને પ્રકારની પર્યાય અનન્ત હોય છે. જીવ પર્યાય કેવી રીતે અનન્ત હોય છે એનું સમાધાન કરતા કહે છે કે નૈરયિક, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, 2ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચયોનિક અને મનુષ્ય. આ બધા જીવ અસંખ્યાત છે, પરંતુ વનસ્પતિકાયિક અને સિદ્ધના જીવ અનન્ત છે, માટે જીવ પર્યાય અનન્ત છે.
બીજી રીતે પર્યાય બે પ્રકારની હોય છે- (૧) અર્થ પર્યાય અને (૨) વ્યંજન પર્યાય. એક જ પદાર્થના ક્રમભાવી પર્યાયોને અર્થ પર્યાય કહે છે અને પદાર્થના તથા તેના વિભિન્ન પ્રકારો અને ભેદોના જે પર્યાય હોય છે તેને વ્યંજન પર્યાય કહે છે. અર્થ પર્યાય સૂક્ષ્મ અને વ્યંજન પર્યાય સ્થૂળ હોય છે.
પર્યાયને ઊર્ધ્વ પર્યાય અને તિર્યકુ પર્યાયના રૂપમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના અનેક મનુષ્યોની અપેક્ષાએ મનુષ્યની જે અનન્ત પર્યાય હોય છે તે તિર્યફ પર્યાય કહેવાય છે. જો એક જ મનુષ્યના પ્રતિક્ષણ થતાં પરિણમનને પર્યાય કહેવામાં આવે તો તે ઊર્ધ્વ પર્યાય છે.
જાણવા મુજબ પર્યાયોમાં કેવળ માત્રાત્મક અર્થાત્ સંખ્યા અને અંશો (Degress) ની અપેક્ષાએજ ભેદ થાય છે એવું નથી. પરંતુ ગુણોની અપેક્ષાએ પણ ભેદ થાય છે. માત્રાની અપેક્ષાએ એક અંશ કાળો, બે અંશ કાળો, અનંત અંશ કાળા આદિ ભેદ થાય છે. જ્યારે ગુણાત્મક દૃષ્ટિએ કાળો, લાલ, સફેદ આદિ અથવા ખાટો, મીઠો આદિ અથવા મનુષ્ય, પશુ, નારક, દેવતા આદિ ભેદ થાય છે. ગુણ અને પર્યાયની વાસ્તવિકતાનો પ્રશ્ન :
જે દાર્શનિકો દ્રવ્ય (સત્તા) અને ગુણમાં અભિન્નતા કે તાદાભ્યના પ્રતિપાદક છે અને જેઓ પરમ સત્તાને તત્વતઃ અંત માને છે, તેઓ ગુણ અને પર્યાયને વાસ્તવિક નહિ પરંતુ પ્રતિભાષિક માને છે. એનું કહેવું છે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ ગુણોની પરમ સત્તાથી પૃથફ કોઈ સત્તા જ નથી. તેમનું કહેવું છે કે પરમ સત્તા (બ્રહ્મ) નિર્ગુણ છે. આ પ્રમાણે વિજ્ઞાનવાદી કે પ્રત્યયવાદી દાર્શનિકોના મત પ્રમાણે પરમાણુ પણ એક એવું અવિભાગી પદાર્થ છે, જે જુદી-જુદી ઈન્દ્રિયો દ્વારા રૂપાદિ (અલગ-અલગ) ગુણોની પ્રતીતિ કરાવે છે, પરંતુ વાસ્તવિક રીતે તેમાં આ ગુણોની કોઈ સત્તા હોતી નથી. એ દાર્શનિકોની માન્યતા આ પ્રમાણે છે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિનો અનુભવ આપણા મનના આધાર પર નિર્ભર કરે છે. માટે તે વસ્તુના સંબંધમાં આપણો માત્ર મનોવિકલ્પ જ છે. તેની કોઈ વાસ્તવિક સત્તા નથી. આપણા ઈન્દ્રિયોની સંરચનામાં કોઈ ફેરફાર હોય તો અને તેથી આપણને જે સંવેદના થાય તે પણ અલગ પ્રકારની થાય. જેમકેસંસારના પ્રાણી માત્ર આંખોની સંરચનામાં રંગ અંધતા થાય તો સંપૂર્ણ સંસાર સર્વ વસ્તુઓને કેવળ શ્વેત શ્યામલ રૂપમાં જ જુવે અને જાણે. જેથી અન્ય રંગોનો કોઈ બોધ કોઈને થાય જ નહિ. ત્યારે લાલ આદિ રંગોના અસ્તિત્વનો વિચાર ક્યાંથી થાય ? જેમ ઈન્દ્ર ધનુષના રંગની માત્ર પ્રતીતિ છે વાસ્તવિકતા નથી અથવા જેમ આપણા સ્વપ્નની વસ્તુઓ માત્ર મનોકલ્પનાઓ છે, તેજ પ્રમાણે ગુણ અને પર્યાય પણ માત્ર પ્રતિભાસ છે. ચિત્ત - વિકલ્પ વાસ્તવિક નથી.
પરંતુ જૈન દાર્શનિક અન્ય વસ્તુવાદી દાર્શનિકો (Realist) ના જેમ દ્રવ્યની સાથે-સાથે ગુણ અને પર્યાયને પણ યથાર્થ વાસ્તવિક માને છે. એમના પ્રમાણે પ્રતીતિ અને પ્રત્યય યથાર્થના જ હોય છે. જે અયથાર્થ હોય તો તેના પ્રત્યય
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org