________________
જીવ જ રહેશે નહી. જીવની ચેતના અનુભુતિ સ્થિર રહેતી નથી, તે પણ પ્રતિક્ષણ બદલાતી રહે છે. માટે ગુણોમાં પણ ઉત્પાદ – વ્યય થતા રહે છે. બીજુ વસ્તુનું સ્વ-લક્ષણ ક્યારેય બદલાતું નથી. માટે ગુણમાં ધ્રૌવ્યત્વ પક્ષ પણ છે. તેમજ ગુણ પણ દ્રવ્યની જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ યુક્ત છે.
પર્યાય :
જૈન દર્શનના પ્રમાણે દ્રવ્યમાં ઘટિત થતા જુદા-જુદા પરિવર્તનોને પર્યાય કહેવાય છે. પ્રત્યેક દ્રવ્ય પ્રતિ સમય એક વિશેષ અવસ્થાને પ્રાપ્ત થતા રહે છે. તે પોતાની પૂર્વ ક્ષણની અવસ્થાનો ત્યાગ કરે છે અને એક નવી વિશેષ અવસ્થાને પ્રાપ્ત કરે છે તેને જ પર્યાય કહેવાય છે. જે પ્રમાણે પ્રતિક્ષણ બળતી દીપશિખામાં બળતું તેલ બદલાતું રહે છે, છતાં પણ દીપક યથાવત્ બળતો રહે છે. તેજ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય સતત પરિવર્તન કે પરિણમનને પ્રાપ્ત થતું રહે છે. દ્રવ્યમાં થનારું આ પરિવર્તન કે પરિણમન જ પર્યાય છે. એક વ્યક્તિ જન્મ લે છે, બાળકથી કિશોર અને કિશોરથી યુવક, યુવકથી પ્રૌઢ અને પ્રૌઢથી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. જન્મથી લઈને મૃત્યુ સુધી પ્રત્યેક વ્યક્તિના દેહની શારીરિક સંરચનામાં તથા વિચાર અને અનુભૂતિની ચૈતસિક સંરચનામાં પરિવર્તન થતું રહે છે. તેમાં પ્રતિક્ષણ થતા આ પરિવર્તનો દ્વારા જુદી-જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. તેજ પર્યાય છે. "પર્યાય" જૈન દર્શનનો વિશેષ શબ્દ છે. જૈનદર્શન સીવાય અન્ય કોઈ પણ ભારતીય દર્શનમાં પર્યાયની આ અવધારણા પ્રાપ્ત થતી નથી.
એક વાત ચોક્કસ છે કે બાલ્યાવસ્થાથી યુવાવસ્થા અને યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થાની યાત્રા કોઈ એવી ઘટના નથી, જે એક જ ક્ષણમાં ટિત થઈ જતી હોય. પ્રત્યક્ષ છે કે પ્રત્યેક ઘટના ક્રમિક રૂપે ઘટિત થતી રહે છે, જેની આપણને ખબર પડે અથવા ન પડે છતાં પ્રતિ સમય થનાર પરિવર્તન જ પર્યાય છે. પર્યાય શબ્દનો સામાન્ય અર્થ અવસ્થા વિશેષ છે. દાર્શનિક જગતમાં પર્યાયનો જે અર્થ પ્રસિદ્ધ છે. તેમાંથી આગમમાં કંઈક જુદા અર્થમાં પર્યાય શબ્દનો પ્રયોગ મળે છે. દાર્શનિક ગ્રંથોમાં દ્રવ્યના ક્રમભાવી પરિણામને પર્યાય કહે છે તથા ગુણ અને પર્યાયથી યુક્ત પદાર્થને દ્રવ્ય કહે છે. બીજુ ત્યાં એક જ દ્રવ્ય કે વસ્તુની જુદી-જુદી પર્યાયોની ચર્ચા છે. આગમમાં પર્યાયની ચર્ચા દ્રવ્યના ક્રમભાવી પરિણમનના રૂપમાં કરવામાં આવી નથી. આગમમાં તો એક પદાર્થ જેટલી અવસ્થાઓમાં પ્રાપ્ત થાય છે. તેને તેના પદાર્થની પર્યાય કહેવાય છે. જેમ જીવની પર્યાય છે નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ, સિદ્ધ આદિ.
પર્યાય દ્રવ્યની પણ હોય છે અને ગુણની પણ હોય છે. ગુણોની પર્યાયનો ઉલ્લેખ અનુયોગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે મળે છે. "એક ગુણ કાળા, દ્વિગુણ કાળા -યાવ- અનન્ત ગુણ કાળા” કાળા ગુણની અનન્ત પર્યાય હોય છે. આ પ્રમાણે લીલો, પીળો, લાલ અને સફેદ વર્ણોની પર્યાય પણ અનન્ત હોય છે. વર્ણની જેમ ગંધ, રસ, સ્પર્શના ભેદોની પણ એક ગુણથી લઈને અનન્ત ગુણ સુધી પર્યાય હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગને પર્યાયના લક્ષણ કહ્યા છે. એક પર્યાયનું બીજા પર્યાયની સાથે દ્રવ્યની દ્રષ્ટિએ એકત્વ (તાદાત્મ્ય) થાય છે. પર્યાયની દૃષ્ટિએ બન્ને પર્યાય એક-બીજાથી પૃથક્ હોય છે. સંખ્યાના આધાર પર પણ પર્યાયોમાં ભેદ થાય છે. આ પ્રમાણે સંસ્થાન અર્થાત્ આકૃતિની દૃષ્ટિએ પણ પર્યાય ભેદ થાય છે. જે પર્યાયનો સંયોગ (ઉત્પાદ) થાય છે તેનો વિયોગ (વિનાશ) પણ નિશ્ચિત રૂપથી થાય છે. કોઈપણ દ્રવ્ય ક્યારે પણ પર્યાયથી રહિત હોતું નથી. પર્યાય સ્થિર પણ રહેતી નથી. તે પ્રતિ સમય પરિવર્તિત થતી રહે છે. જૈન દાર્શનિકોએ પર્યાય પરિવર્તનની આ ઘટનાઓને દ્રવ્યમાં થતા ઉત્પાદ અને વ્યયના માધ્યમથી સ્પષ્ટ કરેલ છે. દ્રવ્યમાં પ્રતિક્ષણ પૂર્ણ પર્યાયનો નાશ કે વ્યય તથા ઉત્તર પર્યાયનો ઉત્પાદ થતો રહે છે. ઉત્પાદ અને વ્યયની ઘટના જેમાં કે જેના આશ્રિત ઘટિત થાય છે અથવા જે પરિવર્તિત થાય છે તેજ દ્રવ્ય છે. જૈન દર્શનના અનુસાર દ્રવ્ય અને પર્યાય પણ કોઈ અપેક્ષાએ (કથંચિત્) તાદાત્મ્ય અર્થમાં છે કે પર્યાયથી રહિત થઈને દ્રવ્યનું કોઈ અસ્તિત્વ જ નથી. દ્રવ્યની પર્યાય બદલાતી હોવા છતાં પણ દ્રવ્યમાં એક ક્ષણ માટે પણ એવું થતું નથી કે તે પર્યાયથી રહિત હોય. નથી તો પર્યાયોથી પૃથક્ થઈને દ્રવ્ય પોતાનું અસ્તિત્વ રાખી શકતું કે નથી દ્રવ્યથી પૃથક્ થઈને કદાચ પર્યાયનું કોઈ અસ્તિત્વ ધરાવી શકતું. સત્તાત્મક સ્તર પર પણ દ્રવ્ય અને પર્યાયની જુદી-જુદી સત્તાઓ નથી. પણ તાત્વિક રૂપે અભિન્ન છે. અહીં દ્રવ્ય મૂળ રૂપે હોવા છતાં પણ પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ ઘટિત થતો રહે છે. પર્યાય ઉત્પન્ન થાય છે તેમજ પર્યાયનો વિનાશ પણ થાય છે, માટે તેને દ્રવ્યથી જુદી માનવી જોઈએ. જે પ્રમાણે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા વ્યક્તિથી જુદી ક્યાંય પણ જોવા મળતી નથી તે વ્યક્તિમાંજ
Jain Education International
-
13
For Private & Personal Use Only
www.jainelibrary.org