________________
આધારે જાતિ કે વર્ગની ઓળખાણ થાય છે જે દ્રવ્ય કે વસ્તુઓનું એકત્વ સ્થાપિત કરે છે. જ્યારે વિશેષ ગુણ એક દ્રવ્યનું બીજા દ્રવ્યથી અંતર સ્થાપિત કરે છે. ગુણોની બાબતમાં ચર્ચા કરતા આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘણા ગુણો સહભાગી રૂપે એકજ દ્રવ્યમાં રહે છે. માટે જૈન દર્શનમાં વસ્તુને અનન્ત ધર્માત્મક કહેવાય છે. ગુણોના સંબંધમાં એક અન્ય વિશેષતા એ છે કે તે દ્રવ્ય વિશેષના વિભિન્ન પર્યાયોમાં પણ એજ પ્રમાણે બની રહે છે. દ્રવ્ય અને ગુણનો સંબંધ :
કોઈપણ દ્રવ્ય ગુણથી રહિત કદાપિ હોતા નથી. દ્રવ્ય અને ગુણનું વિભાજન માત્ર વૈચારિક સ્તર પ શકાય છે. સત્તાના સ્તર પર નહીં, ગુણથી રહિત દ્રવ્યની કોઈ સત્તા ન રહી શકે તેમજ દ્રવ્યથી રહિત ગુણની સત્તાપણ નહી રહી શકે માટે સત્તાના સ્તર પર ગુણ અને દ્રવ્યમાં અભેદ છે. જ્યારે વૈચારિક સ્તર પર બન્નેમાં ભેદ કરી શકાય છે.
આ પૂર્વે અમે એક સૂચના આપી હતી કે દ્રવ્ય અને ગુણ અન્યોનાશ્રિત છે. દ્રવ્યના વગર ગુણનું અસ્તિત્વ નથી અને ગુણના વગર દ્રવ્યનું અસ્તિત્વ નથી. તત્વાર્થસૂત્ર (અ.૫, સુ.૪૦)માં ગુણની પરિભાષા આપીને કહ્યું છે કે “સ્વ-ગુણને છોડીને જેના બીજા કોઈ ગુણ હોતા નથી. અર્થાત જે નિર્ગુણ છે તેજ ગુણ છે.” દ્રવ્ય અને ગુણના પારસ્પરિક સંબંધો દ્વારા જૈન પરંપરામાં ત્રણ પ્રકારના સંદર્ભ પ્રાપ્ત થાય છે. આગમ ગ્રન્થોમાં દ્રવ્ય અને ગુણમાં આશ્રય - આશ્રયી ભાવ મનાય છે. ઉત્તરાધ્યયનસૂત્ર (૨૮/૬) માં દ્રવ્યને ગુણનો આશ્રય સ્થાન માનેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રકાર પ્રમાણે ગુણ દ્રવ્યમાં રહે છે. એટલે કે દ્રવ્ય ગુણોનો આશ્રય સ્થાન છે. ફરી પ્રશ્નએ ઉભો થઈ શકે છે કે જ્યારે દ્રવ્ય અને ગુણની જુદી-જુદી સત્તા જ નથી તો તેમાં આશ્રય - આશ્રયી ભાવ કેવી રીતે થશે ? વળી દ્રવ્ય અને ગુણના સંબંધનું વિવેચન મૂળતઃ વૈશેષિક પરંપરાના પ્રભાવનું પરિણામ છે. જૈનોના અનુસાર સિદ્ધાન્તતઃ તો આશ્રય- આશ્રયીભાવ તે જ બે તત્વોમાં થઈ શકે છે જે એક બીજાથી પૃથક્ સત્તા રાખે છે. આજ તથ્યને ધ્યાનમાં રાખીને પૂજ્યપાદ આદિ કેટલાક આચાર્યોએ “મુળાનાં સમૂહ દ્રવ્યો” અથવા “TUસાથે દ્રવ્યfમતિ” કહીને દ્રવ્યને ગુણોનો સંઘાત માનેલ છે. જ્યારે દ્રવ્ય અને ગુણની અલગ-અલગ સત્તાજ માન્ય નથી, તો ત્યાં તેના તાદાભ્ય સંબંધ સિવાય અન્ય કોઈ સંબંધ માનવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. અન્ય કોઈ સંબંધ માનવાનું તાત્પર્ય એ છે કે તે એક-બીજાથી પૃથક થઈને પોતાનું અસ્તિત્વ ધરાવે છે. આ દષ્ટિકોણ બૌદ્ધ અવધારણાથી પ્રભાવિત છે. આ સંઘાતવાદનું જ અપાર રુપ છે. જ્યારે જૈન પરંપરાને સંઘાતવાદ સ્વીકાર નથી. અહીં દ્રવ્યની સાથે ગુણ અને પર્યાયના સંબંધને લઈને તત્વાર્થ સૂત્રકારે જે દ્રવ્યની પરિભાષા આપી છે તે જ વાસ્તવમાં યોગ્ય જણાય છે. તત્વાર્થ સૂત્રકારના અનુસાર જે ગુણ અને પર્યાયોથી યુક્ત છે તે જ દ્રવ્ય છે. વૈચારિક સ્તર પર જોતા ગુણ દ્રવ્યથી ભિન્ન લાગે છે માટે એ દ્રષ્ટિએ અહીં આશ્રય આશ્રયીભાવ પણ જોવાય છે. વાસ્તવમાં અસ્તિત્વના સ્તર પર દ્રવ્ય અને ગુણ એક-બીજાથી પૃથફ (વિવિક્ત) સત્તા નથી. કારણ કે બન્નેમાં તાદાભ્ય સંબંધ છે. આ પ્રમાણે ગુણ અને દ્રવ્યમાં કદાચિત્ તાદાભ્ય સંબંધ થઈ શકે છે. ન્યાયાચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર જૈન દર્શન (પૃ.૧૪૪)માં લખે છે કે- 'ગુણથી દ્રવ્યને પૃથફ કરી શકાય નહી. માટે દ્રવ્યથી એ અભિન્ન છે.” પરંતુ પ્રયોજન આદિ ભેદથી તેની વિભિન્ન રૂપે ચર્ચા કરી શકાય છે. એ અર્થે તે ભિન્ન પણ છે. એક જ પુદ્ગલ પરમાણુમાં યુગપતુ રૂપે રુપ, રસ, ગંધ આદિ અનેક ગુણ જોવા મળે છે. માટે અનુભૂતિના સ્તરપર જોતા રુપ, રસ, ગંધ આદિ પૃથ-પૃથફ ગુણ છે. વૈચારિક સ્તરપર એક ગુણ બીજા ગુણથી જુદો છે. એટલુ જ નહી દ્રવ્યથી પણ જુદો કલ્પી શકાય છે. આમ ગુણ પોતાના પૂર્વ પર્યાયને છોડીને ઉત્તર પર્યાયને ધારણ કરે છે અને આ પ્રમાણે તે પરિવર્તિત થતો રહે છે. પરંતુ જે પરિવર્તન થાય છે તે દ્રવ્યથી ભિન્ન થઈને થતા નથી. પર્યાયોમાં થનારું પરિવર્તન વસ્તુતઃ દ્રવ્યનું જ પરિવર્તન છે. કારણકે પર્યાય અને ગુણને છોડીને દ્રવ્યનું કોઈ જ અસ્તિત્વ નથી. પર્યાયો અને ગુણોમાં થનારું પરિવર્તનની મધ્યે જે એક અવિચ્છિન્નતાનું નિયામક તત્વ છે તે જ દ્રવ્ય છે. જેમકે – ઉદાહરણ રૂપે એક પુદ્ગલ પરમાણુના રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ગુણ બદલતા રહે છે અને તે ગુણ પરિવર્તનના પરિણામ સ્વરૂપે એમની પર્યાય પણ બદલતી રહે છે, પરંતુ આ પરિવર્તિત થતા ગુણો અને પર્યાયોની વચમાં પણ એક તત્વ છે. જે પરિવર્તન થતા હોવા છતાં પણ બદલાતા નથી. તે જ દ્રવ્ય છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમય સ્વાભાવિક ગુણકૃત અને વૈભાવિક ગુણકૃત અર્થાતુ પર્યાયકૃત ઉત્પાદ અને વ્યય થતો રહે છે. એ બધુ જ દ્રવ્યની સંપત્તિ કે સ્વરૂપ છે. માટે દ્રવ્યને ઉત્પાદ-વ્યય અને ધૌત્રાત્મક કહેવાય છે. દ્રવ્યની સાથે-સાથે તેના ગુણોમાં પણ ઉત્પાદ-વ્યય થતો રહે છે. જીવનું ગુણ ચેતના છે. તે પૃથક્ થાય તો જીવ RSS ટહSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org