________________
તો ખ્યાલ આવશે કે મારી પોતાના સ્વ-ધર્મનો પરિત્યાગ કર્યા વગર ઘટ આદિને ઉત્પન્ન કરે છે. ઘડાની ઉત્પત્તિમાં પિંડનો વિનાશ થાય છે. જ્યાં સુધી પિંડ નાશ ન થાય ત્યાં સુધી ઘડો ઉત્પન્ન થતો નથી. પરંતુ આ ઉત્પાદ અને વ્યયમાં પણ મૃત્તિકા - લક્ષણ યથાવતું બની રહે છે. વાસ્વતમાં કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વ-લક્ષણ, સ્વ-સ્વભાવ અથવા સ્વ-જાતીય ધર્મનો પરિત્યાગ કરતા નથી. દ્રવ્ય માત્ર પોતાના ગુણ કે સ્વ-લક્ષણની અપેક્ષાએ નિત્ય હોય છે, કારણકે સ્વ-લક્ષણનો ત્યાગ સંભવ જ નથી. માટે આ સ્વ-લક્ષણ જ વસ્તુનો નિત્ય પક્ષ કહેવાય છે. સ્વ-લક્ષણનો ત્યાગ કર્યા વગર વસ્તુ જે વિભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થાય છે તેને પર્યાય કહેવાય છે. એ પરિવર્તનશીલ પર્યાય જ દ્રવ્યનું અનિત્ય પક્ષ છે.
માટે એક વાત ચોક્કસ છે કે દ્રવ્ય પોતાના સ્વ-લક્ષણ કે ગુણની અપેક્ષાએ નિત્ય અને પોતાની પર્યાયની અપેક્ષાએ અનિત્ય કહેવાય છે. ઉદાહરણ તરીકે-જીવ દ્રવ્ય પોતાના ચૈતન્ય ગુણનો ક્યારે પણ પરિત્યાગ કરતો નથી, પરંતુ એના ચેતના લક્ષણના પરિત્યાગ કર્યા વગર તે દેવ, મનુષ્ય, પશુ આ વિભિન્ન યોનિઓને અથવા બાળક, યુવા, વૃદ્ધ આદિ અવસ્થાઓને પ્રાપ્ત થાય છે. જે ગુણોનો પરિત્યાગ ન કરી શકાય તે જ ગુણ વસ્તુના સ્વ-લક્ષણ કહેવાય છે. જે ગુણો અથવા અવસ્થાઓનો પરિત્યાગ કરી શકાય છે તેને પર્યાય કહેવાય છે. પર્યાય બદલાતા રહે છે પરંતુ ગુણ તે જ રહે છે. પર્યાય બે પ્રકારના છે- ૧, સ્વભાવ પર્યાય અને ૨. વિભાવ પર્યાય. જે પર્યાય કે અવસ્થાઓ સ્વલક્ષણના નિમિત્તથી થાય છે તે સ્વભાવ પર્યાય કહેવાય છે અને જે અન્ય નિમિત્તથી થાય છે તે વિભાવ પર્યાય કહેવાય છે. ઉદાહરણ તરીકે-જ્ઞાન અને દર્શન (પ્રત્યક્ષીકરણ) સંબંધી વિભિન્ન અનુભૂતિપરક અવસ્થાઓ આત્માની સ્વભાવ પર્યાય છે. કારણકે તે આત્માના સ્વ-લક્ષણ ઉપયોગ”થી સાબીત થાય છે, જ્યારે ક્રોધ આદિ કષાય ભાવ કર્મના નિમિત્તથી કે બીજાના નિમિત્તથી થાય છે. માટે તે વિભાવ પર્યાય છે. છતાં પણ એટલું ચોક્કસ છે કે આ ગુણો અને પર્યાયોનું અધિષ્ઠાન કે ઉપાદાન તો દ્રવ્ય સ્વયં જ છે. દ્રવ્ય-ગુણ અને પર્યાયોથી અભિન્ન છે, તે છતાં પરસ્પર સાપેક્ષ છે. ગુણ :
દ્રવ્યને ગુણ અને પર્યાયનો આધાર મનાય છે. વાસ્તવમાં ગુણ દ્રવ્યનો સ્વભાવ અથવા સ્વ-લક્ષણ હોય છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિએ “ચાચા નિ[T TTT:” (અ.૫, સુ.૪૦) કહીને જણાવ્યું છે કે- 'ગુણ દ્રવ્યમાં રહે છે, પરંતુ સ્વયં તે નિર્ગુણ હોય છે. ગુણ નિર્ગુણ થાય છે.' આ પરિભાષા સામાન્ય રૂપે આત્મ-વિરોધી લાગે છે. પરંતુ આ પરિભાષાની મૂળભૂત દષ્ટિ એ છે કે જો આપણે ગુણને પણ ગુણ માનીશું તો અનવસ્થા દોષનો પ્રસંગ આવશે. આગમિક દૃષ્ટિએ ગુણની પરિભાષા આ પ્રમાણે કરવામાં આવી છે કે ગુણ દ્રવ્યનું વિધાન છે. એટલે તેનું સ્વલક્ષણ છે. જ્યારે પર્યાય દ્રવ્યનો વિકાર છે. ગુણ પણ દ્રવ્યની જેમ જ અવિનાશી છે. જે દ્રવ્યનો જે ગુણ છે તે તેમાં સદૈવ રહે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દ્રવ્યનું જે અવિનાશી લક્ષણ છે અથવા દ્રવ્ય જેનો પરિત્યાગ કરી શકે નહી તે જ ગુણ છે. ગુણ વસ્તુની સહભાવી વિશેષતાઓનો સૂચક છે.
અહીં વિશેષતાઓ અથવા લક્ષણ જેના આધારે એક દ્રવ્યને બીજા દ્રવ્યથી અલગ કરી શકાય છે તે વિશેષ ગુણ કહેવાય છે. ઉદાહરણ તરીકે ધર્મ-દ્રવ્યનું લક્ષણ ગતિમાં સહાયક થાય છે. અધર્મ- દ્રવ્યનું લક્ષણ સ્થિતિમાં સહાયક થાય છે. જે બધા દ્રવ્યોનું અવગાહન કરે છે, તેને સ્થાન આપે છે તે આકાશ કહેવાય છે. આ પ્રમાણે પરિવર્તનકાળનું લક્ષણ છે અને ઉપયોગ જીવનું લક્ષણ છે. માટે ગુણ એ છે જેના આધારે કોઈપણ દ્રવ્યને ઓળખી શકાય અને તેનું અન્ય દ્રવ્યથી પૃથત્વ સ્થાપિત કરી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ.૨૮, ગા.૧૧-૧૨) માં જીવ અને પુદ્ગલના અનેક લક્ષણોનું ચિન્તન થયું છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના લક્ષણ બતાવેલ છે અને શબ્દ, પ્રકાશ, અંધકાર, પ્રભા, છાયા, આત૫, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિને પુદ્ગલના લક્ષણ કહ્યા છે. જાણવા મુજબ દ્રવ્ય અને ગુણ વૈચારિક સ્તર પર જ જુદા-જુદા મનાય છે. અસ્તિત્વની દષ્ટિએ જોતા તેઓ પૃથક સત્તાઓ માન્ય નથી. ગુણોના સંદર્ભમાં આપણો એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કેટલાક ગુણ સામાન્ય હોય છે અને એ બધા જ ગુણ દ્રવ્યોમાં પ્રાપ્ત થાય છે. કેટલાક ગુણ વિશેષ હોય છે જે થોડા જ દ્રવ્યોમાં પ્રાપ્ત થતા હોય છે. જેમ : અસ્તિત્વ લક્ષણ સામાન્ય છે જે બધા દ્રવ્યોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ ચેતના આદિ કેટલાક ગુણ એવા છે જે કેવળ જીવ દ્રવ્યમાંજ પ્રાપ્ત થાય છે, અજીવ દ્રવ્યમાં તેનો અભાવ હોય છે. બીજા શબ્દોમાં કેટલાક ગુણ સામાન્ય અને કેટલાક વિશેષ હોય છે. સામાન્યગુણોના
11.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org