________________
પણ આ જગતમાં ચાલી રહેલા ઉત્પત્તિ અને વિનાશના ક્રમને સમજાવી નથી શકાતું. જૈન દર્શનમાં સન્ના પરિવર્તનશીલ પક્ષને દ્રવ્ય' અને 'ગુણ” તથા પરિવર્તનશીલ પક્ષને 'પર્યાય' કહેવાય છે. માટે દ્રવ્ય અને પર્યાયના સંબંધમાં આગળ આપણે ચર્ચા કરીશું. દ્રવ્યની પરિભાષા :
ઉપર પૂર્વમાં આ સૂચના કરવામાં આવી છે કે જૈન પરંપરામાં સતુ અને દ્રવ્યને પર્યાયવાચી મનાય છે. એટલું જ નહીં, સતના સ્થાને અદ્રવ્યની જ પ્રમુખતા મનાય છે. આગમોમાં સતુના સ્થાને “અસ્તિકાય” અને દ્રવ્ય” આ બે શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. જે અસ્તિકાય છે, તે દ્રવ્ય જ છે. સર્વ પ્રથમ દ્રવ્યની પરિભાષા ઉત્તરાધ્યયન સૂત્રમાં મળે છે. તેમાં “ગુણનાં માસવો વો” કહીને ગુણોના આશ્રય સ્થળને દ્રવ્ય કહ્યો છે. અહીં પરિભાષામાં દ્રવ્યનો સંબંધ ગુણોથી મનાયો છે. પરંતુ પૂર્વ ગાથામાં એવું પણ કહ્યું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયો બધાનું જ્ઞાન જ્ઞાનીઓના જ્ઞાનમાં અર્થાત્ કેવળીગમ્ય જાણવું. ઉત્તરાધ્યયનસૂત્ર (અ. ૨૮, ગા. ૬)માં એ પણ મનાય છે કે ગુણ દ્રવ્યના આશ્રિત રહે છે અને પર્યાય ગુણ અને દ્રવ્ય બન્નેના આશ્રિત રહે છે. માટે આ પરિભાષાનો તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરતાં એવું જણાય છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં આશ્રય-આશ્રયી સંબંધ મનાય છે. આ પરિભાષા ભેદવાદી ન્યાય અને વૈશેષિક દર્શનને મળતી આવે છે. દ્રવ્યની બીજી પરિભાષા “TIનાં સમૂહો વો ના રૂપમાં પણ કહી છે. આ પરિભાષાનું સમર્થન તત્ત્વાર્થસૂત્રની “સર્વાર્થસિદ્ધિ” નામક ટીકા (૫/૨/૨૬૭૪) માં આચાર્ય પૂજ્યપાદે કરેલ છે. એમાં દ્રવ્યને ગુણોનો સમુદાય” કહ્યો છે. જ્યાં પ્રથમ પરિભાષા દ્રવ્ય અને ગુણમાં આશ્રય - આશ્રયી સંબંધ દ્વારા ભેદનો સંકેત કરે છે, ત્યાં આ બીજી પરિભાષા ગુણ અને દ્રવ્યમાં અભેદ સ્થાપિત કરે છે. તુલનાત્મક દૃષ્ટિએ વિચારતા એવું જણાય છે કે જેમાં પ્રથમ પરિભાષા વૈશેષિક સૂત્રકાર મહર્ષિ કણાદૂને મળતી આવે છે, ત્યારે બીજી પરિભાષા બૌદ્ધ પરંપરાના દ્રવ્ય લક્ષણને વધારે મળતી આવે છે. કારણ કે બીજી પરિભાષાના અનુસાર ગુણોથી પૃથક દ્રવ્યનું કોઈ અસ્તિત્વ નથી મનાતુ તથા આ બીજી પરિભાષામાં ગુણોના સમુદાય કે સ્કંધને જ દ્રવ્ય કહેવાય છે. આ પરિભાષા ગુણથી અલગ દ્રવ્યની સત્તા ન માનતા ગુણોના સમુદાયને જ દ્રવ્ય માની લે છે. આ પ્રમાણે જોતા બન્ને પરિભાષાઓનો જૈન ચિંતનધારાના અનુરુપ જ વિકાસ હોવા છતાં પણ એક તરફ વૈશેષિક દર્શનનો અને બીજી તરફ બૌદ્ધ દર્શનનો પ્રભાવ છે. વિશેષ રૂપમાં બંને પરિભાષાએ જૈનદર્શનની અનેકાન્તિક દૃષ્ટિનો પૂર્ણ પરિચય આપી શકતી નથી. કારણકે એકમાં દ્રવ્ય અને ગુણમાં ભેદ મનાય છે તો બીજામાં અભેદ, જ્યારે જૈનનો દૃષ્ટિકોણ ભેદ-અભેદ મૂલક છે. ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રમાં સર્વાર્થસિદ્ધિમાન્ય પાઠમાં “સત્ દ્રવ્ય તૃક્ષ” (૫૨૯) કહીને સને દ્રવ્યનું લક્ષણ બતાવેલ છે. આ પરિભાષાથી એમ સાબિત થાય છે કે દ્રવ્યનું મુખ્ય લક્ષણ અસ્તિત્વ છે. જે અસ્તિત્વવાનું છે તે જ દ્રવ્ય છે. આ આધારે એવું કહેવાય છે કે જે ત્રણે કાળમાં પોતાના સ્વભાવનો પરિત્યાગ ન કરે તેને જ સત કે દ્રવ્ય કહી શકાય છે. તત્વાર્થસૂત્ર (૫૨૯)માં ઉમાસ્વાતિએ એક તરફ દ્રવ્યનું લક્ષણ સત્ બતાવ્યું તો બીજી તરફ સતુને ઉત્પાદ-વ્યય, ધ્રૌવ્યાત્મક બતાવ્યું. એ માટે દ્રવ્યને પણ ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યાત્મક કહી શકાય છે. સાથે જ ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્ર (પ-૩૮)માં દ્રવ્યનું પરિભાષિત કરતાં તેને ગુણ, પર્યાયથી યુક્ત પણ કહ્યું છે. આચાર્ય કુંદકુંદે “પંચાસ્તિકાયસાર” અને “પ્રવચનસાર” માં આ જ બને લક્ષણોને મેળવીને દ્રવ્યને પરિભાષિત કરેલ છે. “પંચાસ્તિયસાર” (૧૦)માં તે કહે છે કે "દ્રવ્ય સત લક્ષણવાળા છે.” એ જ પરિભાષાને વધારે સ્પષ્ટ કરતા પ્રવચનસાર (૯૫-૯૬)માં તેઓ કહે છે. જે અપરિત્યક્ત સ્વભાવવાળા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત તથા ગુણ પર્યાય સહિત છે, તેને દ્રવ્ય કહેવાય છે.” આ પ્રમાણે કુંદકુંદે દ્રવ્યની પરિભાષાના સંદર્ભમાં ઉમાસ્વાતિના બધા લક્ષણોનો સ્વીકાર કરેલ છે. તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતિની વિશેષતા એક એ પણ છે કે તેઓ “Tળ પર્યાયવત દ્રવ્ય” કહીને જૈન દર્શનના ભેદ-અભેદવાદને પુષ્ટ કરે છે. યદ્યપિ તત્વાર્થસૂત્રમાં દ્રવ્યની આ પરિભાષા પણ વૈશેષિક સૂત્રના “દ્રવ્યર્થમ્યોર્થાન્તરે સત્તા” (૧૨૮) નામક સૂત્રને મળતી જ સિદ્ધ થાય છે. ઉમાસ્વાતિએ એજ સૂત્રમાં કર્મના સ્થાને પર્યાયનો ઉપયોગ કર્યો છે. જૈન દર્શનના સતુ સંબંધી સિદ્ધાંતની ચર્ચામાં આપણે એ સ્પષ્ટ કહી ચુક્યા છીએ કે દ્રવ્ય કે સત્તા પરિવર્તનશીલ હોવા છતાં પણ નિત્ય છે. પરિણમન એ દ્રવ્યનું આધારભૂત લક્ષણ છે. પરંતુ એની પ્રક્રિયામાં દ્રવ્ય પોતાના સ્વરૂપનો પરિત્યાગ કરતા નથી. સ્વ-સ્વરૂપનો પરિત્યાગ કર્યા વગર વિભિન્ન અવસ્થાઓને ધારણ કરનાર દ્રવ્યને જેમ નિત્ય કહેવાય છે, તેમજ પ્રતિક્ષણ ઉત્પન્ન અને નષ્ટ થનાર પર્યાયોની અપેક્ષાએ તેને અનિત્ય કહેવાય છે. બીજી રીતે આપણે જોઈએ
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org