________________
News &
NA - NANANI/selle-
SSC પાર્શ્વની જ અવધારણાને પુષ્ટ કરતા કહ્યુ છે કે લોક પંચાસ્તિકાય રૂ૫ છે. અહીં એ સ્પષ્ટ છે કે પ્રાચીનકાળમાં જૈન દર્શનમાં કાળને સ્વતંત્ર તત્વ મનાતું ન હતું. તેને જીવ અને પુદ્ગલના પર્યાયના રૂપમાં જ પ્રસિદ્ધ કરવામાં આવતુ હતું. પ્રાચીન આગમોમાં ઉત્તરાધ્યયન જ એવું આગમ છે કે જેમાં કાળને સર્વ પ્રથમ એક સ્વતંત્ર દ્રવ્યના રૂપમાં સ્વીકાર કરેલ છે. એક વાત સ્પષ્ટ છે કે જૈન પરંપરામાં ઉમાસ્વાતિના સમય સુધી કાળ સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ. એ પ્રશ્નને લઈને મતભેદ હતો. આ પ્રમાણે જૈન આચાર્યોમાં ત્રીજી-ચોથી શતાબ્દી સુધી કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાના સંબંધમાં બે પ્રકારની વિચારધારાઓ ચાલી રહી હતી. કેટલાક વિચારક કાળને સ્વતંત્ર દ્રવ્ય માનતા ન હતા. તત્વાર્થસૂત્રના ભાગ્યમાન પાઠ “ત્રિશ્રેત્યે” નો નિર્દેશ કરે છે. તેથી પણ એ સિદ્ધ થાય છે કે કેટલાક વિચારક કાળને પણ સ્વતંત્ર દ્રવ્ય માનવા લાગ્યા હતા. ઘટના પ્રમાણે લગભગ પાંચવી શતાબ્દીમાં કાળને સ્વતંત્ર દ્રવ્યના રૂપમાં સ્વીકાર કરી લીધો હતો અને એજ કારણે સર્વાર્થસિદ્ધિકારે “ ત્ય” સૂત્રના સ્થાન પર “જી” આ સૂત્રને માન્યતા આપી હતી. જ્યારે શ્વેતાંબર અને દિગંબર બન્ને પરંપરાઓમાં કાળને એક સ્વતંત્ર દ્રવ્યની માન્યતા મળી ગઈ ત્યારે અસ્તિકાય અને દ્રવ્ય શબ્દોના વિષયોમાં એક અંતર આવી ગયું. જ્યાં અસ્તિકાયના અંતર્ગત જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ પાંચ જ દ્રવ્યની માન્યતા હતી ત્યાં દ્રવ્યની અવધારણા અંતર્ગત જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ પદ્રવ્યની માન્યતાનો પ્રારંભ થયો. ખરેખર અસ્તિકાયની અવધારણા જૈન પરંપરાની પોતાની મૌલિક અને પ્રાચીન અવધારણા હતી.
જ્યારે વૈશેષિક દર્શનની દ્રવ્યની અવધારણાની સાથે સ્વીકૃત કરવામાં આવી તો પ્રારંભમાં તો પાંચ અસ્તિકાયોને જ દ્રવ્ય માન્યા. પરંતુ જયારે કાળને એક સ્વતંત્ર દ્રવ્યના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ ગઈ તો દ્રવ્યોની સંખ્યા પાંચના સ્થાને છે થઈ ગઈ. કારણ કે આગમોમાં ક્યાંય પણ અસ્તિકાય વર્ગના અન્તર્ગત કાળની ગણના કરી ન હોતી. માટે કાળને અનસ્તિકાય વર્ગમાં રાખવામાં આવેલ અને એમ માની લીધું કે કાળ જીવ અને પુદગલના પરિવર્તનમાં નિમિત્ત છે અને કાળાણુ તિર્યક પ્રદેશ પ્રચયત્વથી રહિત છે. માટે તે અનસ્તિકાય છે. આ પ્રમાણે દ્રવ્યના વર્ગીકરણમાં સર્વ પ્રથમ બે પ્રકારના વર્ગ બન્યા – ૧. અસ્તિકાય દ્રવ્ય અને ૨. અનસ્તિકાય દ્રવ્ય. અસ્તિકાય દ્રવ્યોના વર્ગની અન્તર્ગત જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યોને રાખેલ છે અનસ્તિકાય વર્ગના અંતર્ગત કાળને રાખેલ છે. આગળ દ્રવ્યોના વર્ગીકરણના આધારે ચેતના લક્ષણ અને મૂર્તતા લક્ષણ પણ માનેલ છે. ચેતના લક્ષણની દૃષ્ટિથી જીવને ચેતનદ્રવ્ય અને શેષ પાંચ ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળને અચેતન દ્રવ્ય કહ્યા. આ પ્રમાણે મૂર્તતા લક્ષણની અપેક્ષાએ પુદ્ગલને મૂર્ત દ્રવ્ય અને બાકી પાંચ જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળને અમૂર્ત દ્રવ્ય માનવામાં આવ્યા. આ પ્રમાણે દ્રવ્યોના વર્ગીકરણના ત્રણ પ્રકાર અસ્તિત્વમાં આવ્યા. જેને આપણે કોષ્ટકના આધાર પર સ્પષ્ટતાથી સમજી શકીશું. ૧. અસ્તિકાય અને અસ્તિકાયની અવધારણાના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ
દ્રવ્ય
અસ્તિકાય
અનસ્તિકાય
જીવ
ધર્મ
કાળ
અધર્મ આકાશ પુદ્ગલ ૨. ચેતના લક્ષણના આધાર પર :
દ્રવ્ય
ચેતન દ્રવ્ય
અચેતન દ્રવ્ય
| | અધર્મ આકાશ પુગલ
| કાળ
જીવ
ધર્મ
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org