________________
વિશ્વના સંદર્ભમાં જૈનોના દૃષ્ટિકોણના આધારે આ વિશ્વ-અકૃત્રિમ છે. (ત્રો ટ્ટિમાં તુ......... મૂત્રાપાર, STથા ૭ ૨) આ લોકના કોઈ નિર્માતા કે સૃષ્ટિકર્તા નથી. અર્ધમાગધી આગમ સાહિત્યમાં પણ લોકને શાશ્વત બતાવેલ છે. તેમાં કહ્યું છે કે આ લોક અનાદિકાળથી છે અને રહેશે. ઋષિભાષિતને અનુસાર લોકની શાશ્વતતાના આ સિદ્ધાંતનું પ્રતિપાદન ભગવાન પાર્શ્વનાથે કર્યું હતું. આગળ ચાલીને ભગવતીસૂત્રમાં મહાવીરે પણ આજ સિદ્ધાન્તનું અનુમોદન કર્યું છે. જૈન દર્શન લોકને જ અકૃત્રિમ અને શાશ્વત માને છે. તેનું તાત્પર્ય એ છે કે લોકનો કોઈ રચયિતા તેમજ નિયામક નથી. તે સ્વાભાવિક છે અને અનાદિકાળથી ચાલતું આવ્યું છે, પરંતુ જૈનાગમોમાં લોકશાશ્વત છે જે એવું કહેવામાં આવ્યું છે એનો મતલબ એવો નથી કે એમાં કોઈ પરિવર્તન થતું જ નથી. વિશ્વના સંદર્ભમાં જૈન ચિંતક જે નિત્યતાનો સ્વીકાર કરે છે તે નિત્યતા કૂટસ્થ નિત્યતા નથી. પરિણામી નિત્યતા છે, અર્થાત્ તેઓ વિશ્વને પરિવર્તનશીલ માને છે અને એ પણ માત્ર પ્રવાહ કે પ્રક્રિયાની અપેક્ષાએ નિત્ય અથવા શાશ્વત માને છે.
ભગવતીસૂત્રમાં લોકના સ્વરૂપની ચર્ચા કરતાં લોકને પંચાસ્તિકાય રૂપ કહ્યા છે. જૈન દર્શનમાં આ વિશ્વના મૂળભૂત ઉપાદાન પાંચ અસ્તિકાય દ્રવ્ય છે. ૧. જીવ (ચેતન તત્વ), ૨. પુદ્ગલ (ભૌતિક તત્વ), ૩. ધર્મ (ગતિનો નિયામક તત્વ), ૪. અધર્મ (સ્થિતિ નિયામક તત્વ) અને ૫. આકાશ (સ્થાન કે અવકાશ આપનાર તત્વ).
જાણવા મુજબ અહીં કાળને સ્વતંત્ર તત્વ માનેલ નથી. જો કે પરવર્તી જૈન વિચારકોએ કાળને પણ વિશ્વના પરિવર્તનના મૌલિક કારણના રૂપમાં કે વિશ્વમાં થનાર પરિવર્તનનોને નિયામક તત્વના રૂપમાં સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે. આની વિસ્તૃત ચર્ચા આગળ પંચાસ્તિકાય અને પદ્રવ્યોના પ્રસંગમાં કરાશે. અહીં આપણો પ્રતિપાદ્ય વિષય છે કે જે જૈન એ દાર્શનિક વિશ્વનાં મૂળભૂત ઉપાદાનોના રૂપમાં પંચાસ્તિકાયો અને પદ્રવ્યોની ચર્ચા કરે છે માટે અહીં વિશ્વના આ મૂળભૂત ઉપાદાનો દ્રવ્ય અથવા સના રૂપમાં વિવેચન કરવામાં આવ્યું છે. દ્રવ્ય અથવા સતુ તે છે કે જે પોતેજ પરિપૂર્ણ, સ્વતંત્ર અને વિશ્વનું મૌલિક ઘટક છે. જૈન પરંપરામાં સામાન્ય રીતે સત, તત્વ, પરમાર્થ, દ્રવ્ય, સ્વભાવ, પર-અપર ધ્યેય, શુદ્ધ અને પરમ આ બધાને એકાર્થક કે પર્યાયવાચી માન્યા છે. બૃહદનયચક્રમાં કહ્યું છે કે - ततं तह परमटुं दब्वसहायं तहेव परमपरं । धेयं सुद्धं परम एयट्ठा हुंति अभिहणा ॥
बृहद्नयचक्र सु. ४११. જૈનાગમોમાં વિશ્વના મૂળભૂત ઘટકના માટે અસ્તિકાય તત્વ અને દ્રવ્ય શબ્દોનો પ્રયોગ મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં અમને તત્વ અને દ્રવ્યના, સ્થાનાંગમાં અસ્તિકાય અને પદાર્થના, ઋષિભાષિત, સમવાયાંગ અને ભગવતીમાં અસ્તિકાયના ઉલ્લેખ મળે છે. આચાર્ય કુંદકુંદે અર્થ, પદાર્થ, તત્વ, દ્રવ્ય અને અસ્તિકાય આ બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેથી એવું જણાય છે કે જૈન આગમયુગમાં તો વિશ્વના મૂળભૂત ઘટકોના માટે અસ્તિકાય, તત્વ, દ્રવ્ય અને પદાર્થ શબ્દોનો પ્રયોગ થયો હતો. સત” શબ્દનો પ્રયોગ આગમયુગમાં મળતો નથી.
ઉમાસ્વાતિ જ એક એવા આચાર્ય છે જેણે આગમિક દ્રવ્ય, તત્વ અને અસ્તિકાય શબ્દોની સાથે-સાથે દ્રવ્યના લક્ષણના રૂપમાં બેસતુ” શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમજ અસ્તિકાય શબ્દ પ્રાચીન અને જૈન દર્શનનો પોતાનો વિશેષ પારિભાષિક શબ્દ છે. આમ જોઈએ તો એ શબ્દ અર્થની દૃષ્ટિએ સતની નજીક છે, કારણકે બન્ને અસ્તિત્વ લક્ષણના જ સૂચક છે. તત્વ, દ્રવ્ય અને પદાર્થ શબ્દના પ્રયોગ સાંખ્ય અને ન્યાય-વૈશેષિક દર્શનોમાં પણ મળે છે.
તત્વાર્થસૂત્ર (૫૨૯)માં ઉમાસ્વાતીએ પણ દ્રવ્ય અને સતુ બન્નેને અભિન્ન બતાવેલ છે. અહીં આપણે સ્મરણ રાખવું જોઈએ કે સતુ, પરમાર્થ, પરમતત્વ અને દ્રવ્ય સામાન્ય દૃષ્ટિએ પર્યાયવાચી છે. છતાં પણ વિશેષ દૃષ્ટિએ અને પોતાની વ્યુત્પત્તિલભ્ય અર્થની દૃષ્ટિએ ભિન્ન - ભિન્ન પણ છે. વેદ, ઉપનિષદૂ અને વેદાંત દર્શનની વિભિન્ન દાર્શનિક ધારાઓમાં સત્ શબ્દની પ્રધાનતા છે. ટ્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે “ સદ્ વિપ્ર વહુધા વન્તિ” અર્થાત્ સત્ (પરમતત્વ) એક જ છે. વિપ્ર (વિદ્વાન) તેને અનેક અર્થમાં કહે છે પરંતુ બીજી તરફ સ્વતંત્ર ચિંતનના આધારે વિકસિત દર્શન પરંપરાઓમાં જેમ કે વિશેષરૂપે વૈશેષિક દર્શનમાં દ્રવ્ય શબ્દ પ્રમુખ રહ્યો છે. વ્યુત્પત્તિપરક અર્થની દૃષ્ટિએ જોતાં સત્ શબ્દ અસ્તિત્વનું અથવા પ્રકારાન્તરથી નિત્યતાનું અને દ્રવ્ય શબ્દ પરિવર્તનશીલતાનું સૂચક છે. સાંખ્ય તેમજ નૈયાયિકોએ આ શબ્દ માટે
(ખ) ભગવતી, ૯૩૩/૨૩૩.
૧. (ક) ઋષિભાષિત, ૩૧/૯ ૨. ભગવતી, ૨/૧૦/૧૨૪-૧૩).
22 =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org