________________
તત્વ શબ્દનો પ્રયોગ કરેલ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ન્યાયસૂત્રના ભાષ્યકારે પ્રમાણ આદિ ૧૬ તત્વોના માટે સતુ શબ્દનો પ્રયોગ કરેલ છે. છતાં એટલું સ્પષ્ટ છે કે ન્યાય અને વૈશેષિક દર્શનમાં ક્રમશઃ તત્વ અને દ્રવ્ય શબ્દ જ વધારે પ્રમાણમાં પ્રચલિત છે. સાંખ્યદર્શન પણ પ્રકૃતિ અને પુરુષ આ બન્નેને તથા આનાથી ઉત્પન્ન બુદ્ધિ, અહંકાર પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રાઓ અને પાંચ મહાભૂતોને જ તત્ત્વ કહે છે. આ પ્રમાણે સ્વતંત્ર ચિંતનના જવાબમાં લગભગ દર્શન પરંપરાઓમાં તત્ત્વ, પદાર્થ, અર્થ અને દ્રવ્યનો પ્રયોગ મુખ્યપણે મળે છે. સામાન્યરૂપે તત્વ, પદાર્થ, અર્થ અને દ્રવ્ય શબ્દ પર્યાયવાચી રૂપમાં પ્રયુક્ત થાય છે. પરંતુ તાત્પર્યના કારણે જુદા-જુદા સ્વરૂપમાં પણ મનાય છે. તત્વ શબ્દ સર્વાધિક વ્યાપક છે. તેમાં પદાર્થ અને દ્રવ્યનો પણ સમાવેશ છે. ન્યાયદર્શનમાં જે તત્ત્વોને માન્યા છે તેમાં દ્રવ્યનો ઉલ્લેખ પ્રમેયના અંતર્ગત થયેલ છે. વૈશેષિક સૂત્રમાં દ્રવ્ય-ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ પડુપદાર્થ અને પ્રકારાન્તરથી અભાવને મેળવીને સાત પદાર્થ કહેવાય છે. આમાં દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણની જ અર્થ સંજ્ઞા છે. માટે આ સિદ્ધ છે કે અર્થની વ્યાપકતાની દષ્ટિએ તત્ત્વની અપેક્ષાએ અને પદાર્થની અપેક્ષાએ દ્રવ્ય અધિક સંકચિત છે. તત્ત્વોમાં પદાર્થનો અને પદાર્થોમાં દ્રવ્યનો સમાવેશ થાય છે. સતુ શબ્દનો એથી પણ અધિક વ્યાપક અર્થમાં પ્રયોગ કરેલ છે. વાસ્તવમાં જે પણ અસ્તિત્વવાનું છે તેનો સતુમાં સમાવેશ થઈ જાય છે. માટે સત્ શબ્દ, તત્ત્વ, પદાર્થ, દ્રવ્ય આદિ શબ્દોની અપેક્ષાએ પણ વધારે વ્યાપક અર્થનો સૂચક છે.
ઉપર્યુક્ત વિવેચનથી એક નિષ્કર્ષ એવો પણ કાઢી શકાય છે કે જે દર્શનધારાઓ અભેદવાદ તરફ અગ્રેસર છે. તેઓની દષ્ટિમાં સત” શબ્દની પ્રમુખતા રહી છે અને જે ધારાઓ ભેદવાદની તરફ અગ્રેસર થઈ છે તેઓની દષ્ટિમાં "દ્રવ્ય” શબ્દની પ્રમુખતા રહી છે.
જ્યાં સુધી જૈન દાર્શનિકોનો પ્રશ્ન છે તેણે સત્ અને દ્રવ્યમાં એક અભિન્નતા દર્શાવી છે. તત્વાર્થભાષ્યમાં ઉમાસ્વાતિએ “સત દ્રવ્ય તૃક્ષ” કહીને બન્નેમાં અભેદ સ્થાપિત કરેલ છે. છતાંપણ અહીં એ સ્મરણ રહે છે કે જ્યાં “સ” શબ્દ એક સામાન્ય સત્તાનું સૂચક છે. ત્યાં દ્રવ્યશબ્દ વિશેષ સત્તાનું સૂચક છે. જૈન આગમોના ટીકાકાર અભયદેવસૂરિએ અને એના પૂર્વે તત્વાર્થભાષ્ય (૧) ૩૫) માં ઉમાસ્વાતિએ “સર્વ પુર્વ સદ્ વિષાકહીને સત્ શબ્દથી બધા દ્રવ્યોના સામાન્ય લક્ષણનું અસ્તિત્વ સૂચવે છે. માટે અહીં સ્પષ્ટ છે કે સતુ શબ્દ અભેદ અથવા સામાન્યનો સૂચક છે અને દ્રવ્ય શબ્દ વિશેષનો, અહીં આપણે એટલું યાદ રાખવું જોઈએ કે જૈન દાર્શનિકોની દષ્ટિએ સત્ અને દ્રવ્ય શબ્દમાં તાદાભ્ય સંબંધ છે. સત્તાની અપેક્ષાએ તે અભિન્ન છે. તેને એક-બીજાથી પૃથક કરી શકાતા નથી. કારણ કે સત્ અર્થાત્ અસ્તિત્વના વગર દ્રવ્ય પણ થઈ શકતું નથી. બીજી તરફ દ્રવ્ય (સત્તા-વિશેષ)ના વગર સની કોઈ સત્તા જ ન હોય. અસ્તિત્વ (સત્)ના વગર દ્રવ્ય અને દ્રવ્યના વગર અસ્તિત્વ ન હોય શકે. અસ્તિત્વ કે સત્તાની અપેક્ષાએ તો સત્ અને દ્રવ્ય બને અભિન્ન છે. માટે જ ઉમાસ્વાતિએ સતુને દ્રવ્યનું લક્ષણ કહ્યું છે અને એ પણ સ્પષ્ટ છે કે લક્ષણ અને લક્ષિત ભિન્ન-ભિન્ન થઈ શકતા નથી.
વાસ્તવમાં સત્ અને દ્રવ્ય બન્નેમાં વ્યુત્પત્તિપરક અર્થની અપેક્ષાએ જ ભેદ છે. અસ્તિત્વ કે સત્તાની અપેક્ષાએ ભેદ નથી. અહીં તેમના કેવળ વિચારોની અપેક્ષાએ જ ભેદ કરી શકાય છે. સત્તાની અપેક્ષાએ નહિં. સત્ અને દ્રવ્ય અન્યોન્યાશ્રિત છે, છતાં પણ વૈચારિક સ્તર પર આપણે એ માનવું જોઈએ કે સત્ જ એક એવું લક્ષણ છે જે વિભિન્ન દ્રવ્યોમાં અભેદની સ્થાપના કરે છે, છતાં આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સતુ દ્રવ્યનું એક માત્ર લક્ષણ નથી. દ્રવ્યમાં અસ્તિત્વ સિવાયના અન્ય લક્ષણ પણ છે. જે એક દ્રવ્યને બીજાથી પૃથફ કરે છે. અસ્તિત્વ લક્ષણની અપેક્ષાએ બધા દ્રવ્ય એક છે. છતાં અન્ય લક્ષણોની અપેક્ષાએ તે એક બીજાથી પૃથક પણ છે. જેમ ચેતનાં લક્ષણ જીવ અને અજીવમાં ભેદ કરે છે. સત્તામાં સત્ લક્ષણની અપેક્ષાએ અભેદ અને અન્ય લક્ષણોથી ભેદ માનવુ એજ જૈન દર્શનના અનેકાંતિક દૃષ્ટિની વિશેષતા છે.
અર્ધમાગધી આગમ સ્થાનાંગ અને સમવાયાંગમાં એક સ્થાને અભેદ-દષ્ટિના આધારે જીવ દ્રવ્યને એક કહ્યો છે.' ત્યાં બીજા સ્થાને ઉત્તરાધ્યયનમાં ભેદ-દષ્ટિએ જીવ દ્રવ્યના ભેદ પણ કરવામાં આવ્યા છે.' ૧. માયા, - સ્થાનાંગ, ૧/૧ ૨. ઉત્તરાધ્યયન, ૩૬૪૮-૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org