________________
WWW WWWLWWE WWE VENE V vekskukkak
MEETI
||
|||
||||||||||||||||||||IEી /Etistill
પ્રસ્તાવના
દ્રવ્યાનુયોગનું પ્રકાશન ચાર ભાગમાં થઈ રહ્યું છે. જેમાં કુલ ૪૭ અધ્યયનોનું વર્ણન છે.
આ અધ્યયનોની શરૂઆતમાં ડૉ. ધર્મચંદજી, જૈન જોધપુર નિવાસી દ્વારા લખાયેલ આમુખ તે અધ્યયનોનાં વિષય-વસ્તુને સ્પષ્ટ કરે છે. સાગરમલજીએ ધણોજ પરિશ્રમ કરીને આ દ્રવ્યાનુયોગના મુખ્ય પ્રતિપાદ્ય વિષય જેમકેપડ્રદ્રવ્ય, ઈન્દ્રિય, વેશ્યા, કષાય, કર્મસિદ્ધાન્ત ઈત્યાદિ વિષયો પર પોતાની સવિસ્તૃત ભૂમિકામાં વિશેષ પ્રકાશ પ્રતિપાદિત કરેલ છે. ડૉ. સાગરમલજીના ઘણા ખરાં પ્રશ્નો દાર્શનિક શૈલીમાં હોવાથી પાઠકને વિસ્તૃત સમાધાન પણ મળે છે. પ્રસ્તાવનામાં જૈન દર્શનની તત્ત્વ-મીમાંસાના પ્રાયઃ બધા પક્ષોનો સમાવેશ થયો છે.
આ પ્રસ્તુત પ્રસ્તાવના માત્ર દ્રવ્યાનુયોગના વિભિન્ન અધ્યયનોની વિષય-વસ્તુને સ્પષ્ટ કરતી નથી, પરંતુ સંપૂર્ણ જૈન દર્શનની તત્ત્વ-મીમાંસાને પ્રસ્તુત કરે છે. આશા છે આનાથી વિદ્વજ્જનોને પ્રધાન સંપાદક જરૂર જ્ઞાનાર્જનનો લાભ થશે.
જૈન આગમ સાહિત્યની વ્યાખ્યા અને તેમાં વર્ણિત વિષય-વસ્તુને મુખ્યતયા જે ચાર વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તે અનુયોગ કહેવાય છે. અનુયોગ ચાર છે -
૧. દ્રવ્યાનુયોગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણકરણાનુયોગ અને ૪. ધર્મકથાનુયોગ. આ ચાર અનુયોગોમાંથી જે અનુયોગના અંતર્ગત વિશ્વના મૂળભૂત તત્ત્વોના સ્વરૂપના સંબંધમાં જે વિવેચન મળે છે તેને દ્રવ્યાનુયોગ કહે છે. ખગોળભૂગોળ સંબંધી વિવરણ ગણિતાનુયોગનો વિષય છે. ધર્મ અને સદાચરણ સંબંધી વિધિ -નિષેધોનું વિવેચન ચરણકરણાનુયોગ અંતર્ગત છે અને ધર્મ તેમજ નૈતિકતામાં આસ્થાને દૃઢ કરવા માટે સદાચારી, પુરુષોનું જે કથાનક પ્રસ્તુત કરાય છે તે ધર્મકથાનુયોગ અંતર્ગત છે.
આમ બત્રીસ આગમોમાં ચાર અનુયોગનું વિભાજન આપણને એક વિશેષ રૂપમાં પ્રાપ્ત થયું છે. જેમાં દ્રવ્યાનુયોગનો વિષય તાત્વિક કે દાર્શનિક ચિંતનથી ભરેલો છે. અહીં અમે તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરીએ છીએ. ૧, તત્ત્વ-મીમાંસા, ૨. જ્ઞાન-મીમાંસા અને ૩. આચાર-મીમાંસા. આ ત્રણમાંથી તત્ત્વમીમાંસા અને જ્ઞાન-મીમાંસા બન્ને દ્રવ્યાનુયોગના વિષયો છે. તત્ત્વ-મીમાંસા મુખ્ય રૂપે જગતના મૂળભૂત ઘટકો, ઉપાદાનો કે પદાર્થો અને તેના કાર્યોના વિવેચનનો વિસ્તાર છે. બીજી રીતે જોતા એમ જણાય છે કે તત્ત્વ-મીમાંસાનો આરંભ ત્યારે જ થયો હશે જ્યારે માનવમાં જગતના સ્વરૂપ અને તેના મૂળભૂત ઉપાદાન ઘટકોને જાણવાની જીજ્ઞાસા પ્રસ્ફટિત થઈ હશે તથા તેણે પોતાના અને પોતાના પરિવેશના સંદર્ભમાં ચિંતન કર્યું હશે. એજ ચિંતન દ્વારા તત્વ-મીમાંસાનો પ્રાદુર્ભાવ થયો હશે. હું કોણ છું” ક્યાંથી આવ્યો છું” “આ જગત શું છે”. કેવી રીતે તેનું નિર્માણ થયેલ છે, તે મૂળભૂત ઉપાદાન ઘટક શું છે, આ ક્યાં નિયમોથી નિયંત્રિત અને સંચાલિત થાય છે. એવા પ્રશ્નોના સમાધાન માટે જ જુદા-જુદા દર્શનોનું અને તેની તત્ત્વ-વિષયક ગવેષણાઓનો જન્મ થયો હશે. જૈન પરંપરામાં પ્રથમ અને પ્રાચીનતમ આગમ ગ્રંથ આચારાંગનો પ્રારંભ પણ આવા જ વિષયના ચિંતનથી પ્રાપ્ત થાય છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ શરીરનો પરિત્યાગ થવા પર ક્યાં જઈશ.” પૂર્વજન્મ તથા પુનર્જન્મના સિદ્ધાંત દ્વારા જ દાર્શનિક ચિંતનનો વિકાસ થાય છે અને તત્ત્વમીમાંસાનો આવિર્ભાવ થાય છે.
ીમાંસા વાસ્તવમાં વિશ્વના જ્ઞાનને જાણવાનો એક પ્રયાસ છે. આમાં જગતના મૂળભૂત ઉપાદાનો તથા કાર્યોનું વિવેચન જુદા-જુદા દૃષ્ટિકોણોથી કરવામાં આવે છે. વિશ્વના મૂળભૂત ઘટક જે પોતાના અસ્તિત્વના માટે કોઈ અન્ય ઘટક પર આશ્રિત નથી તથા જે ક્યારેય પણ પોતાના સ્વ-સ્વરૂપનો પરિત્યાગ કરતા નથી. તે સતું અથવા દ્રવ્ય કહેવાય છે. વિશ્વના તાત્વિક આધાર અથવા મૂળભૂત ઉપાદાન જ સત અથવા દ્રવ્ય કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યોનું વિવેચન તેજ દ્રવ્યાનુયોગ છે.
૧. આચારાંગ, ૧/૧/૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org