________________
૧૩૬
iEllief Health
ના ના
કાકા action
is
આ ચોવીસ જ દંડકોના જીવો ભવસિદ્ધિક પણ છે અને અનન્તરોપપન્નક, પણ છે અને પરમ્પરો૫૫નક, પણ છે, ગતિ સમાપન્નક પણ છે અને અગતિ સમાપન્નક પણ છે, પ્રથમ સમયોપપન્નક પણ છે અને અ-પ્રથમ સમયોપન્નક પણ છે, આહારક પણ છે અને અનાહારક પણ છે, પર્યાપ્ત પણ છે અને અપર્યાપ્ત પણ છે, પરીતસંસારી પણ છે અને અપરીતસંસારી પણ છે, સુલભ-બોધિક પણ છે અને દુર્લભબોધિક પણ છે.
પ્રજ્ઞાપનાસૂત્રમાં સંસારસમાપન્નક જીવોની પ્રજ્ઞાપના પાંચ પ્રકારની કહી છે.- એકેન્દ્રિય સંસારસમાપન્નક જીવ પ્રજ્ઞાપના યાવત પંચેન્દ્રિય સંસારસમાપન્નક જીવ પ્રજ્ઞાપના, તેમાં પુન: આ પાંચ પ્રકારોના વિભિન્ન ભેદોપભેદોનું વિસ્તૃત નિરુપણ છે. જેનો આ અધ્યયનમાં સમાવેશ છે. આ ભેદોપભેદોથી વિવિધ પ્રકારની વિશેષ જાણકારી થાય છે. જેમકેપૃથ્વીકાયના શ્લેષ્ણ આદિ ભેદ તથા કાળી માટી આદિ પ્રદેશ, બાદર આદિ અપકાયના ઓસ, હિમ આદિ ભેદ, બાદર તેજસ્કાયના અંગાર, જ્વાલા આદિ ભેદ, બાદર વાયુકાયના પૂર્વી વાયુ આદિ ઝંઝાવાત આદિ ભેદ, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ આદિ ૧૨ ભેદ તથા પછી તેના ઉપભેદ, સાધારણ શરીર બાબર વનસ્પતિકાયના અવક, પનક, શૈવાળ આદિ ભેદ. પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના વિવિધ જીવ જાતિઓનો જે પરિચય આ અધ્યયનમાં આપેલ છે તે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ શોધનો વિષય છે. વનસ્પતિના ભેદો અને તેના વિભિન્ન નામોની લાંબી સૂચી પણ ગણાવેલ છે. જે વનસ્પતિ વિશેષજ્ઞો અને આયુર્વેદ ચિકિત્સકોના માટે ઉપયોગી પ્રતીત થાય છે. ઘણા બધા આગમિકનામો ને આધુનિક પ્રચલિત નામોથી જોડવાની પણ આવશ્યકતા છે. નિગોદના જીવોનો સમાવેશ પણ એકેન્દ્રિય વનસ્પતિકાયના જીવોમાં થાય છે. નિગોદ બે પ્રકારના કહ્યા છે.
ને નિગોદ- જીવ. આ બન્ને જ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે- બે પ્રકારના હોય છે. સૂક્ષ્મ અને બાદર ફરીથી પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદોમાં વિભક્ત થાય છે. સંખ્યાની દૃષ્ટિએ તે બધા અનન્ત છે.
આ અધ્યયનમાં બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોના વિવિધ પ્રકારો અને નામોનો ઉલ્લેખ પણ કરેલ છે.
પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના છે- નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. રત્નપ્રભા, શર્કરામભા આદિ સાત નરક પૃથ્વીઓના આધાર પર નૈરયિક સાત પ્રકારના હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવ જલચર, સ્થળચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. પછી આના પણ અનેક ભદોપભેદ છે. જલચરોમાં મચ્છ, કચ્છપ, ગ્રાહ, મગર અને સુસુમાર આ પાંચ ભેદ પ્રમુખ છે. સ્થળચર જીવ ચતુષ્પદ અને પરિસર્પના ભેદથી બે પ્રકારના છે. ચતુષ્પદજીવ એક ખુર, બે ખુર, ગંડીપદ અને સનખપદના આધારે ચાર પ્રકારના છે. એક ખુરમાં - અશ્વ, ગધેડા જેવા, બે ખુરમાં- ગાય, ભેંસ જેવા, ગંડીપદમાં- ઊંટ, હાથી, ગેંડા જેવા તથા સનખપદમાં- સિંહ, વાઘ જેવા જાનવરોની ગણતરી થાય છે. પરિસર્પ જીવ બે પ્રકારના છે ૧. પેટથી ચાલનાર ઉરપરિસર્પ તથા ૨. ભુજાથી ચાલનાર ભુજપરિસર્પ. ઉરપરિસર્પમાં ફણવાળા અને ફણવગરના સર્પ, અજગર, આસાલિક અને મહોરમની ગણતરી થાય છે. સર્પોના વિભિન્ન પ્રકારોનો આગમોમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સર્પ- જીજ્ઞાસુઓના માટે મહત્વનો વિષય છે. ભુજપરિસર્પ નકુળ, ગોહ, સરટ આદિ વિભિન્ન પ્રકારના હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયજીવ સંમૂર્ણિમ પણ હોય છે તથા ગર્ભજ પણ હોય છે. સંમૂર્છાિમજીવ નપુંસક હોય છે તથા ગર્ભક જીવ સ્ત્રી, પુરુષ અને નપુંસકના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. ભુજપરિસર્પ અને ઉરપરિસર્પ જીવ અંડજ, પોતજ અને સંમૂર્ણિમના ભેદથી પણ ત્રણ પ્રકારે નિરૂપેલ છે.
ખેચરપંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના છે- ૧, ચર્મપક્ષી, ૨, રોમપક્ષી, ૩. સમુદ્રગુપક્ષી અને ૪, વિતતપક્ષી. આમાંથી સમુદ્રગપક્ષી અને વિતતપક્ષી મનુષ્ય ક્ષેત્રમાં હોતા નથી. મનુષ્ય ક્ષેત્રની બહાર દ્વીપ- સમુદ્રોમાં હોય છે. પક્ષી ત્રણ પ્રકારના કહેવામાં આવે છે. - ૧, અંડજ, ૨. પોતજ અને ૩. સંમૂર્ણિમ.
EIGHERE
HIReliaHill IlliIllutiliષItalike#H
IHIII IIIIIIIIIIIIII III ill illi llllllllllllllllllulitihalltilil liful H
awHI III III III IIiii I lianwill I li.aliumul liveirIiIIIIIIIIIIIIHIRENH Jain Education International
For Private & Personal Use Only
ill till limitriBluHHHHHEાં
www.jainelibrary.org