SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ Hilar musal cવા with similar HinatingHai Issuallisian Galitilirthetiwalaiyanatannini militantshirthwhilirlinimicallileirthmelliturnumanithalalitatiાશtitilitivilianlilamratણાતાધારnirth ilirlinligibiliritleislerialistination ર થ થ થ થ થ થ - O P R હોય છે. પરંતુ એક સિદ્ધની અવગાહનાથી બીજા સિદ્ધના આત્મપ્રદેશોની અવગાહના પ્રભાવિત થતી નથી. જે પ્રમાણે રેડિયો અને દૂરદર્શનના વિભિન્ન કેન્દ્રોની તરંગો એક સ્થાન પર અવગાહિત થઈને પણ ભિન્ન-ભિન્ન જ રહે છે. એ પ્રમાણે પ્રત્યેક સિદ્ધની અવગાહના ભિન્ન-ભિન્ન હોય છે. એ અત્તર અવશ્ય છે કે રેડિયો અને દૂરદર્શનની તરંગો જ્યાં પદ્ગલિક હોવાથી મૂર્તિ છે ત્યાં સિદ્ધોના આત્મપ્રદેશ અમૂર્ત છે. એટલા માટે તેના પરસ્પર અવગાઢ થવામાં કોઈ બાધા નથી. અસંસારસમાપન્નક કે સિદ્ધજીવ જ્યાં અશરીરી, અકાયિક, અયોગી અને નિરિન્દ્રિય હોય છે, ત્યાં સંસારસમાપન્નક કે સંસારીજીવ સશરીરી, સકાયિક, સયોગી અને સઈન્દ્રિય હોય છે. સંસારીજીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિ તથા ચોર્યાસી લાખ જીવયોનિઓમાં જન્મ લેતા રહે છે. એના વિવિધ પ્રકારથી ભેદ કરાય છે. મુખ્ય બે ભેદ છે - ત્રસ અને સ્થાવર, સ્થિતિ શીલ જીવોને સ્થાવર તથા ગતિ કરવામાં સક્ષમ જીવોને ત્રસ કહેવામાં આવે છે. સમગ્ર સંસારી જીવોને સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણ ભેદોમાં પણ વિભક્ત કરી શકાય છે. સ્ત્રીઓ પણ ત્રણ પ્રકારની હોય છે- તિર્યંચયોનિકસ્ત્રીઓ, મનુષ્યસ્ત્રીઓ અને વસ્ત્રીઓ. તિર્યંચયોનિકસ્ત્રીઓ જલચર, સ્થળચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. તેના પણ ભેદોપભેદ થાય છે. મનુષ્યસ્ત્રીઓ કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તર્લીપમાં હોવાથી ત્રણ પ્રકારની હોય છે. દેવસ્ત્રીઓ ચાર પ્રકારની હોય છે- ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક, પુરુષ પણ સ્ત્રીઓની જેમ તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. તિર્યંચયોનિકસ્ત્રીઓ, મનુષ્યસ્ત્રીઓ અને દેવસ્ત્રીઓની જેમ તિર્યંચયોનિકપુરુષ, મનુષ્યપુરુષ અને દેવપુરુષોના તે જ ત્રણ, ત્રણ અને ચાર ભેદ થાય છે. નપુંસક પણ ત્રણ પ્રકારના કયા છે - નૈરયિક, તિર્યંચયોનિક અને મનુષ્યયોનિક. નરકગતિનાં બધા નૈરયિક નપુંસક હોય છે. જ્યારે દેવગતિના કોઈપણ દેવ નપુંસક હોતા નથી. તિર્યંચમાં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય પૂર્ણત: નપુંસક હોય છે. પરંતુ પંચેન્દ્રિયોમાં પણ નપુંસક પ્રાપ્ત થાય છે. મનુષ્ય સ્ત્રી પુરુષની જેમ નપુંસક પણ હોય છે. એનાં પણ અનેક ભેદોપભેદોનું વર્ણન આ અધ્યયનમાં થયેલ છે. નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવના ભેદથી સંસારી જીવ ચાર પ્રકારના છે- એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી જીવ પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય આદિ પદ્ધયોના ભેદથી જીવ છ પ્રકારના છે. કેટલાક ભેદ- પ્રભેદોના આધારથી આ જીવોને સાત, આઠ, નવ અને દસ ભેદોમાં પણ વિભક્ત કરેલ છે. આ વિભાજન એક પ્રક્રિયા છે. જેનાથી આ ભેદોને વિવિધ પ્રકારે વ્યક્ત કરી શકાય છે. આ જીવોનાં ચૌદ ભેદ પણ કરાય છે જે પ્રસિદ્ધ છે. આ ચૌદ ભેદોમાં સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય આ સાત ભેદોના પર્યાપ્તા અને અપર્યાપ્તાની ગણના કરાય છે. જીવોના ભેદોની ગણના પ૬૩ ભેદ સુધી થઈ શકે છે. આ સમસ્ત સંસારી જીવોને ૨૪ દંડકોમાં પણ વિભક્ત કર્યા છે. આ ૨૪ દંડક જીવોની ૨૪ વર્ગણાઓની ધોતક છે. વર્ગણાનો અર્થ અહીં સમૂહ (સૃપ) છે. વિભિન્ન સમાન વિશેષતાઓના આધારે એ જીવો આ વર્ગણાઓ અને દંડકોમાં વિભક્ત હોય છે. આ દંડકોનો આગમમાં એક નિશ્ચિત ક્રમ છે. જે અનુસાર નૈરયિકોનો એક દંડક છે, દસ ભવનપતિ દેવોના દસ દંડક (૨-૧૧) છે, પાંચ સ્થાવરોના પાંચ (૧૨-૧૬), ત્રણ વિકસેન્દ્રિયોના ત્રણ (૧૭-૧૯) તથા તિર્યંચ પંચેન્દ્રિયનો એક દંડક (ર૦) છે, મનુષ્યોનો એક દંડક (૨૧) છે, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોના એક-એક કરી ત્રણ દંડક (૨૨-૨૪) છે. આ પ્રમાણે ચાર ગતિના જીવ ચોવીસ દંડકોમાં વિભક્ત હોય છે. સરકારના રાજાના કામના HiTET THE THEાના પાણીમાં પા પા પામવા BLISHEHEREા શા = = titવાર : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy