________________
૧૩૭
Eા સાપ મારામામગ III III III III III III 1 I LITI HIT LIII III III IL માપણા સમાધાણાના રાજા રામાપ્રારા દાણા ના ડાકલા વાકાણાવાણાના tirtણાના
મનુષ્ય બે પ્રકારના હોય છે - ૧, સંમૂર્ણિમ અને ૨. ગર્ભજ. સંમૂર્ણિમ મનુષ્ય અસંજ્ઞી, મિથ્યાદૃષ્ટિ અને બધા પ્રકારના પર્યાપ્તિઓથી પર્યાપ્ત હોતા નથી. તે અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી મરી જાય છે. એની ઉત્પત્તિનાં ચૌદ સ્થાન મનાય છે. જેમાં ગર્ભજ મનુષ્યના ઉચ્ચાર, પ્રસવણ (પેશાબ), કફ આદિ સમ્મિલિત છે. ગર્ભજમનુષ્ય ત્રણ પ્રકારના છે- કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતરદ્વીપજ એકોક, આભાસિક, વૈષાણિક આદિ ૨૮ અન્તર્લીપજ છે. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્રોમાં ઉત્પન્ન થવાથી અકર્મભૂમિજ મનુષ્ય ૩૦ પ્રકારના છે. કર્મભૂમિઓ ૧પ છે – પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. આમાં ઉત્પન્ન કર્મભૂમિજ મનુષ્ય સંક્ષેપમાં બે પ્રકારના છે - ૧, આર્ય અને ૨. મ્લેચ્છ.
પ્રજ્ઞાપના સૂત્રમાં શક, યવન, કિરાત, શબર આદિ અનેક પ્રકારના પ્લેચ્છોનો ઉલ્લેખ છે. આર્યોને બે ભાગોમાં વિભક્ત કરેલ છે.૧, ઋદ્ધિપ્રાપ્તઆર્ય અને ૨. દ્ધિ અપ્રાપ્ત આર્ય
ઋદ્ધિ પ્રાપ્ત અહંન્ત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર એમ છ પ્રકારના ભેદ પ્રતિપાદિત છે. ઋદ્ધિ અપ્રાપ્ત આર્યક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારે નવ પ્રકારના કયા છે. મગધ આદિ સાડા પચ્ચીસ (૨૫.૫) દેશ આર્યક્ષેત્ર કહ્યા છે. આ પ્રમાણે છ જાતિઓ, છ કુળ, કેટલાક કર્મ અને કેટલાક શિલ્પ આર્ય મનાય છે. અદ્ધમાગધી ભાષામાં બોલનાર અને બ્રાહ્મીલિપિનો પ્રયોગ કરનાર ભાવાર્ય કહેવાય છે. આની સાથે બ્રાહ્મીલિપિમાં અઢાર પ્રકારના લેખનું વિધાન કરેલ છે.
આભિનિબોધિક આદિ પાંચ જ્ઞાનોના આધારે પાંચ જ્ઞાનાર્ય કહ્યા છે. દર્શનાર્ય બે પ્રકારના કહ્યા છે. ૧. સરાગ દર્શનાર્ય અને ૨. વીતરાગ દર્શનાર્ય. નિસર્ગરુચિ, ઉપદેશરુચિ આદિ સમ્યકત્વની દસ રુચિયોથી સંપન્ન આર્યોને દસ પ્રકારના સરાગાર્ય માનેલ છે. વીતરાગ દર્શનાર્ય બે પ્રકારના પ્રતિપાદિત છે- ૧. ઉપશાંત કષાય અને ૨. ક્ષીણ કષાય. આનાં પણ તાત્ત્વિક દષ્ટિથી અનેક ભેદોપભેદોનું નિરુપણ છે. ચારિત્રાર્ય પણ દર્શનાર્યની જેમ- સરાગ ચારિત્રાર્ય અને વીતરાગ ચારિત્રાર્ય ભેદોમાં વિભક્ત છે.
દેવ ચાર પ્રકારના હોય છે- ૧. ભવનવાસી, ૨. વાણવ્યંતર, ૩. જ્યોતિષ્ક અને ૪, વૈમાનિક, ભવનવાસીના અસુરકુમાર, નાગકુમાર આદિ દસ ભેદ છે. વાણવ્યંતરના કિન્નર, કિં૫રુષ આદિ આઠ પ્રકારના છે. જ્યોતિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના ભેદથી પાંચ પ્રકારના છે. વૈમાનિકદેવ કલ્પોપન્ન અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના છે. કલ્પોપન્નદેવ સૌધર્મ, ઈશાન આદિના ભેદથી ૧૨ પ્રકારના હોય છે. કલ્પાતીદેવ બે પ્રકારના છે.- રૈવેયકવાસી અને અનુત્તરોપપાતિક. ગ્રેવેયક દેવના નવ ભેદ છે. અનુત્તરોપપાતિક દેવોના વિજય,વૈજયંત, જયંત, અપરાજીત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ ભેદ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ તો બધા જીવોની સમાન દેવોમાં પણ લાગુ પડે છે.
જીવદ્રવ્યના આ અધ્યયનમાં જીવથી સંબંધિત અનેક દાર્શનિક અને સૈદ્ધાત્તિક બિંદુઓ પર વિચાર કરેલ છે. પ્રમુખ બિન્દુ આ પ્રમાણે છે - (૧) ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષકાર પરાક્રમવાળા જીવ આત્મભાવથી જીવભાવ (ચૈતન્ય) ને પ્રકટ કરે છે.
તે પાંચજ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનના અનન્ત પર્યાયોને પ્રાપ્ત કરી ઉત્થાન આદિથી જીવભાવને પ્રકટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org