SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪, કયો આગમ પાઠ સ્વમતનો છે અને કયો પાઠ પરમતનો છે, અથવા તો ભ્રમણાથી પર મંતવ્યનો કયો પાઠ આગમોમાં સંકલિત થઈ ગયો છે ? આ રીતે કેટલાય પ્રશ્નોનું સમાધાન આ પ્રક્રિયાથી પ્રાપ્ત થઈ જાય છે, જેનું આધુનિક સંશોધક આ S છાત્રો તથા પ્રાચ્યવિદ્યાના અનુસંધાતા વિદ્વાનો માટે ખૂબજ મહત્ત્વનું છે. અનુયોગ કાર્યનો ઈતિહાસ : લગભગ આજથી ૪૫ વર્ષ પહેલા મનમાં ફુરણા થઈ કે અનુયોગ વર્ગીકરણ પદ્ધતિથી આગમોનું સંકલન હોવું જોઈએ. આગમોના પ્રકાડ વિદ્વાન્ આચાર્ય શ્રી ઘાસીલાલજી મ., ઉપાધ્યાય કવિ શ્રી અમરચંદજી મ., પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાઓનું તે સમયે મને માર્ગદર્શન સાંપડયું. પ્રેરણા આપી અને આત્મીયભાવથી સહયોગ આપ્યો. તેમની પ્રેરણા અને સહયોગના પીઠબળથી મારો સંકલ્પ મજબૂત થયો અને હું આ શ્રુત સેવામાં લાગી ગયો. આજના અનુયોગ ગ્રન્થો તે બીજના જ મધુર ફળો છે. સહુ પ્રથમ ગણિતાનુયોગનું કાર્ય સ્વર્ગીય ગુરુદેવ શ્રી ફતેહચંદજી મ.સા.ની નિશ્રામાં હરમાડામાં શરુ કર્યું હતું અને આજે દ્રવ્યાનુયોગના સમ્પાદનનું કાર્ય પણ હરમાડામાં જ સમ્પન્ન થઈ રહ્યું છે. ૪૫ વર્ષની લાંબી સમયાવધિમાં ચારેય અનુયોગોના વર્ગીકરણનું કાર્ય સમ્પન્ન થઈ ગયું છે. મારા માટે આ સુખદ અને આત્મસંતોષનો વિષય છે. ગણિતાનુયોગના સમ્પાદન પછી ધર્મકથાનુયોગનું સમ્પાદન શરુ કર્યું. તે બે ભાગોમાં પરિપૂર્ણ થયું. ત્યાં સુધીમાં ગણિતાનુયોગનું પૂર્વ સંસ્કરણ સમાપ્ત થઈ ગયું હતું અને કેટલીય જગ્યાઓથી તેની ઉપયોગિતા સમજી માંગણી વધી હતી. તેથી ધર્મકથાનુયોગ પછી ફરીથી ગણિતાનુયોગનું સંશોધન શરુ કર્યું. સંશોધન શું લગભગ ૫૦ ટકા નવું જ સમ્પાદન હતું. તેનું પ્રકાશન પત્યા પછી ચરણાનુયોગનું સંકલન કર્યું. ' કહેવત છે - શ્રેયાંસિ વવિનાનિ' શુભ અને શ્રેષ્ઠ ઉત્તમ કાર્યોમાં અડચણ વધારે આવે છે. વિપ્નો-અડચણો આપણી દૃઢતા અને ધીરતા, સંકલ્પ શક્તિ અને કાર્ય પ્રત્યે નિષ્ઠાની પરીક્ષા લે છે. વચ્ચે-વચ્ચે. માંદગીને લીધે શરીર અસ્વસ્થ રહ્યું. ઘણી જ મોટી બિમારીઓ આવી, સહયોગીઓ પણ કયારેક હોય અને કયારેક ન પણ હોય હું છતાં પણ સ્વીકાર્યમાં સંલગ્ન રહ્યો. સમ્પાદનમાં સેવાભાવી વિનયમુનિ વાગીશ” પણ મારા ઘણાં જ સહયોગી રહ્યા. તેઓ આજે પણ શારીરિક સેવાની સાથે-સાથે માનસિક રીતે પણ મને પરમ સાતા આપે છે અને અનુયોગ સમ્પાદનમાં પણ સંપૂર્ણ જાગરૂકતાથી તેમનો સહયોગ છે. પં. શ્રી મિશ્રીમલજી મ. મુમુક્ષુ', સેવાભાવી શ્રી ચાંદમલજી મ., પં. રત્ન શ્રી રોશનલાલજી મ., મધુર વ્યાખ્યાની ગૌતમમુનિજી મ. તથા શ્રી સંજયમુનિજીઓએ પણ સેવા-સુશ્રુષાનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. જેથી હું આ કાર્યમાં સફળ રહ્યો છું. દ્રવ્યાનુયોગની રુપરેખા : આમાં એક બાજુ મૂળપાઠ છે અને સામે સામ શબ્દાનુલક્ષી ગુજરાતી અનુવાદ તેમજ જીવ અને સંક્ષિપ્ત વાચનાનો પાઠ જુદા ટાઈપોમાં આપ્યો છે. ટિપ્પણમાં સમાનપાઠોના સ્થળ આપ્યા છે. કેટલાય અધ્યયનો છે. દ્રવ્યાનુયોગની સામગ્રી ખૂબજ વિશાળ હોવાથી તેને હિન્દીમાં ત્રણ અને ગુજરાતીમાં ચાર ભાગોમાં વહેંચી છે. પ્રારંભમાં જ વિષય-સૂચી અને સંકેત-સૂચી આપી છે. એમાં કેટલાય પરિશિષ્ટો આપેલા છે. પરિશિષ્ટ : ૧. જીવ વગેરે અધ્યયનોને લગતાં વિષયો ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના બીજા અધ્યયનોમાં જ્યાં જ્યાં આવ્યા છે તેની સૂચી પૂઠાંક અને સૂત્રાંક સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. છે કે ; ; XIV 0 0 0 IIIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy