________________
s
આગમ પાઠોને સહજ સરળ પદ્ધતિથી એવી રીતે લખ્યા છે કે પાઠને જોવાથી જ વિષયનું ક્રમબદ્ધ જ્ઞાન થઈ જાય. અને તે વિષયો જે જે આગમોમાં થયારુપ કે કોઈક પરિવર્તન સાથે હોય તો તેની સૂચના પણ મળી જાય. સંકલન પ્રક્રિયામાં કેટલીય વાર બદલાવ કરી વિષયક્રમને ખૂબ જ સરળ અને સુબોધ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેથી જ દ્રવ્યાનુયોગનું સંકલન'ના સંપાદનમાં ઘણો બધો સમય લાગ્યો છે. અત્યાર સુધીના કામથી મને પૂર્ણ સંતોષ તો નથી જ પણ હવે ઘડપણ તથા શરીરની સ્થિતિને સમજતાં ગ્રન્થના સમ્પાદન કાર્યમાં વધારે સમય લગાડવો ઉપયુક્ત ન હતો. એટલે ક્રમબદ્ધ વ્યવસ્થિતપ આપી જિજ્ઞાસુઓના હાથમાં પ્રસ્તુત કરી રહ્યો છું. અનુયોગનું સ્વરૂપ : જૈન સાહિત્યમાં અનુયોગના બે રૂપ મળે છે.
૧. અનુયોગ-વ્યાખ્યા ૨. અનુયોગ-વર્ગીકરણ
કોઈપણ પદ વગેરેની વ્યાખ્યા કરતાં તેના હાર્દને સમજવા-સમજાવવા માટે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪ નય. આ ચાર પ્રક્રિયાઓનો આધાર લેવાય છે. મનુયોનનમનુયોર : સૂત્રનો અર્થની સાથે સમ્બન્ધ જોડી તેની ઉપયુક્ત વ્યાખ્યા કરવી. તેનું નામ છે અનુયોગ વ્યાખ્યા (નવૂ વૃત્તિ).
અનુયોગ વર્ગીકરણનો અર્થ છે – અભિધેય (વિષય)ને ધ્યાનમાં રાખી શાસ્ત્રોનું વર્ગીકરણ કરવું. S જેમકે - અમુક-અમુક આગમ, અમુક અધ્યયન, અમુક ગાથા, અમુક વિષયની છે. આ રીતે વિષય-વસ્તુની
આગમોના ગૂઢ અર્થોને સમજવાની પ્રક્રિયા અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ છે. પ્રાચીન આચાર્યોએ આગમોના ગૂઢ અર્થોને સરળતાથી સમજાવવા માટે આગમોનું ચાર અનુયોગોમાં વર્ગીકરણ કર્યુ છે.
૧. વરVIનુયો - આચારને લગતાં આગમ. ૨. ધર્મકથાનુયો. - ઉપદેશપ્રદ કથા અને દૃષ્ટાંત વાર્તાઓને લગતાં આગમ. ૩. નાતાનુયો - ચન્દ્ર – સૂર્ય- અન્તરિક્ષ વિજ્ઞાન અને ભૂજ્ઞાનના ગણિત વિષયક આગમ.
૪. દ્રવ્યાનુયોગ - જીવ - અજીવ વગેરે તત્ત્વોની વ્યાખ્યા કરતાં આગમ. અનુયોગ વર્ગીકરણના લાભો :
આમ તો અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ આગમોના ઉત્તરકાલીન ચિન્તક આચાર્યોની દેન છે. પણ આ પદ્ધતિ આગમપાઠી શ્રુતાભ્યાસી મુમુક્ષુઓ માટે ખૂબજ ઉપયોગી છે. આજના કોમ્યુટર યુગમાં ઉં તો આ પદ્ધતિ ઘણી બધી ઉપયોગિતા રાખે છે. | વિશાળ આગમ સાહિત્યનું અધ્યયન કરવું સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ કપરું છે. એટલે જ્યારે પણ જે તે વિષયનું અનુશીલન કરવું હોય ત્યારે તે વિષયક આગમપાઠનું અનુશીલન કરી જિજ્ઞાસાનું સમાધાન કરવો ત્યારે સંભવ છે જ્યારે અનુયોગ પદ્ધતિથી સમ્માદિત આગમોનું શુદ્ધ સંસ્કરણ પ્રાપ્ય હોય.
અનુયોગ પદ્ધતિથી આગમોનું સ્વાધ્યાય કરવાથી કેટલાય કઠિન વિષયો. આપોઆપ સમાહિત થઈ જાય છે, જેમકે -
૧. આગમોનો કઈ રીતે વિસ્તાર થયો છે આ સ્પષ્ટ થઈ જાય છે ? ૨. કયો પાઠ આગમ સંકલનના સમય પછી પ્રવિષ્ટ થયો છે ? ૩. આગમ પાઠોમાં આગમો લખવાના પહેલાં કે પછીથી વાચના ભેદને લીધે તથા દેશ કાળના
વ્યવધાનના કારણે લિપિ કાળમાં શું ફેર પડે છે ?
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org