________________
કાના૦૦
-
દ્રવ્યનો અર્થ છે તે ધ્રુવ સ્વભાવી તત્ત્વ જે જુદા-જુદા પર્યાયો (સ્થિતિઓ) ને પ્રાપ્ત કરીને પણ પોતાના મૂળગુણ (સ્વભાવન)ને છોડે નહીં.
જુદા-જુદા દૃષ્ટિકોણો અને જુદી-જુદી શૈલિયોથી દ્રવ્યોની વ્યાખ્યા, વર્ગીકરણ અને પ્રસ્તુતિ જેમાં થતી હોય તે દ્રવ્યાનુયોગ કહેવાય છે.
ચાર અનુયોગોમાંથી દ્રવ્યાનુયોગનો વિષય ખૂબજ વિશાળ છે. જટિલ અને દુરૂહ પણ છે. સમસ્ત વિશ્વના મૂળ દ્રવ્યો બે છે - જીવ અને અજીવ. ભગવાનની વાણીનો મુખ્ય સૂત્ર છે ‘અસ્થિ નીવા અસ્થિ અનીવા જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યની વ્યાખ્યા સંપૂર્ણ દ્રવ્યાનુયોગનો આધારભૂત વિષય છે.
પંચાસ્તિકાયમાં એક જીવ છે જીવાસ્તિકાય, તથા ૨. ધર્માસ્તિકાય ૩. અધર્માસ્તિકાય ૪. આકાશાસ્તિકાય અને ૫. પુદ્ગલાસ્તિકાય - આ ચાર અસ્તિકાય અજીવ છે. આજ રીતે ષડ્વવ્યોમાં પણ જીવ દ્રવ્ય એક છે અને બીજા પાંચ દ્રવ્યો અજીવ છે.
દર્શનની ભાષામાં જીવને ચૈતન્ય અને અજીવને જડ કહે છે. આ સંપૂર્ણ સંસાર જડ-ચેતન, જીવ-અજીવથી વ્યાપ્ત છે.
-
તત્ત્વજીજ્ઞાસુઓમાં જીવ-અજીવના સંબંધમાં અર્થાત્ જડ ચૈતન્યના વિષયમાં કેટલાય પ્રકારની જિજ્ઞાસાઓ હોય છે અને તેઓ તેનું સમાધાન શોધે છે. જડ-ચેતનની જિજ્ઞાસા જેટલી સહજ છે તેનું સમાધાન તેટલું જ જટિલ અને ગહન છે.
પહેલી વાતતો સમાધાન કરવાવાળા જ્ઞાની તત્ત્વજ્ઞ પુરુષો ખૂબ જ ઓછા છે.
બીજી વાત – જીવ-અજીવ વિષયક સાહિત્યનો બહુજ વિસ્તાર છે અને વિવિધ આગમોમાં ફેલાયેલો છે. આગમોમાં કેટલાય સ્થાનો પર કેટલાય પ્રસંગોમાં પ્રશ્નોત્તરના રુપે જીવ-અજીવ વિષયક ચર્ચાઓ છે. આ ચર્ચાઓ કયાંક વિસ્તૃત રુપે તો કયાંક સંક્ષિપ્ત અને ક્યાંક ઘણા ઓછા પ્રમાણમાં છે. લગભગ બધા આગમોમાં જીવ-અજીવ વિષયક જુદા-જુદા પ્રકારની જુદી-જુદી સામગ્રી વિખરાયેલી પડી છે. જીવના સેંકડો વિષયો અને ઉપવિષયો આગમોમાં આવે છે. કેટલાય પ્રકારના પ્રશ્નોત્તરો અને ચર્ચાઓ પણ છે. તે બધા સંબંધિત વિષયો અને પ્રસંગોને તેમજ ચર્ચાઓ અને તેના વર્ણકોને યાદ રાખવા, ધારણામાં સ્થિર કરવા સામાન્ય બૌદ્ધિકો માટે ખૂબ જ કપરું છે. આગમોના વિશેષજ્ઞ જ્ઞાની ગુરૂઓ પ્રમાણમાં ઘણા ઓછા હોવાથી તે વિષયોને સમજવા અને તેના પૂર્વાપર સંબંધો મેળવી ચિન્તન-મનન કરવાનું કામ ખૂબ જ દુરુષ છે. આ વિઘ્નોથી ભરપૂર સ્વલ્પ જીવનમાં સમસ્ત કાર્યને પુરું પાડવું ખૂબ જ કપરું છે.
જીવ વગેરે કોઈ પણ વિષયની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સમગ્ર આગમોનું અધ્યયન કરી તેમાંથી જે તે વિષયની માહિતી દરેક વિદ્વાનો અને આગમ માટે સંભવ નથી. કેમ કે ન તો આ વિપુલ સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થાય છે અને જો મળે તો પણ આ વિશાળ મહાસાગરના આલોહન (મન્થન)ની જેમ આ બધા આગમોનું આલોકન (મન્થન) ખૂબજ મહેનત અને સમય માંગી લે છે. આવા સમયમાં દ્રવ્યાનુયોગના જિજ્ઞાસુ વ્યક્તિઓ માટે પ્રસ્તુત સંકલન ખૂબજ ઉપયોગી નીવડશે.
આના સંપાદનમાં હું જિજ્ઞાસુજનોની મુશ્કેલીઓ અનુભવી અને જુદી-જુદી સરળ પદ્ધતિઓ પ્રયોજી છે. જીવ-અજીવ વગેરે વિષયોનું વર્ગીકરણ કર્યુ છે અને પ્રત્યેક વિષયના ભેદ-પ્રભેદોને લગતા જયાં પણ જે તે આગમોનો પાઠ મળે છે તેને જુદા-જુદા અધ્યયનો, શીર્ષકો, ઉપશીર્ષકોમાં વહેંચ્યા છે અને
Jain Education International
XII
For Private & Personal Use Only
www.jainelibrary.org