________________
સંયોજકીય
પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય પ્રવર અનુયોગ પ્રવર્તક પં. રત્નમુનિ શ્રી કનૈયાલાલ જી.મ. 'કમલ' ના શુભાશીર્વાદથી દ્રવ્યાનુયોગનો ગુજરાતી ભાષાન્તરનો પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. જેનો અમને આનંદ છે.
પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી અનુયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી નવનીતભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી બચુભાઈ વગેરે હતાશ થઈ ગયા અને એમનો એવો સંકેત મળ્યો કે આ ભગી૨થ કાર્ય પૂર્ણ થવું મુશ્કેલ છે. મને પણ લાગ્યું કે લાબાં-લાંબા વિહારો અને દૂર-દૂરના ચાતુર્માસોને લીધે આ કામમાં અવરોધ આવી રહ્યો છે પણ ગુરૂદેવના અધૂરા કાર્યોને જલ્દીથી પૂર્ણ કરવાની લગન હતી. ગણિતાનુયોગનું કાર્ય પૂર્ણ કરી દ્રવ્યાનુયોગનું કાર્ય હાથ ધર્યું. ટ્રસ્ટીઓની પ્રેરણા એમાં પણ ઉત્સાહી કાર્યકર્તા શ્રી જયન્તીભાઈ સંઘવીની ખૂબજ પ્રેરણાથી આ કાર્ય પૂર્ણતાને પ્રાપ્ત થયું છે.
અલવ૨માં ચાતુર્માસ હતો ત્યારે મહામંત્રી સૌભાગ્યમુનિજીનો સાથે આગામી ચાતુર્માસ અમદાવાદમાં કરવાનો સંકેત મળ્યો ત્યારે ગૌતમમુનિજી સાથે વિચારણા કરી. દ્રવ્યાનુયોગના કાર્યને મુખ્યત્વે ધ્યાનમાં રાખી ચાતુર્માસ કરવાનો વિચાર બનાવ્યો. અનેકો સંઘોની ચાતુર્માસ કરાવવાની હાર્દિક ભાવના હોવા છતાં રાજસ્થાની સંઘ શાહીબાગને પ્રાથમિકતા આપી ૨૨૦૦ કિ.મી.નો ઉગ્ર વિહાર કરી પૂજ્ય પ્રવર્તક શ્રી રુપચંદજી મ.ની આજ્ઞાથી ચાતુર્માસ માટે પહોંચ્યા અને આ ભગીરથ કાર્યમાં સંલગ્ન થયા.
શ્રુતાચાર્યા ડૉ. મહાસતીજી મુક્તિપ્રભાજી જેઓની ધ્યાનસાધનામાં ખૂબજ રુચિ હોવા છતાં પોતાનો અમૂલ્ય સમય કાઢી આનું ભાષાન્તર કરવા માટે સમય ફાળવ્યો. સાથે ડૉ. દિવ્યપ્રભાજી, ડૉ. અનુપમાજી, શ્રી ભવ્યસાધનાજી, શ્રી વિરતિસાધનાજી, શ્રી વિરાગસાધનાજી, શ્રી સ્વયંસાધનાજી, શ્રી સહજસાધનાજી, શ્રી લક્ષિતસાધનાજી વગેરેએ ભાષાન્તર કરવામાં સહયોગ આપ્યો જેથી બધાં મહાસતીજીઓ સાધુવાદનો પાત્ર છે.
મારા સહયોગી મુનિવર ઉપપ્રવર્તક પ્રવચન ગજકેશરી શ્રી ગૌતમમુનિજીએ વ્યાખ્યાન વગેરેની બધી જવાબદારીઓ સહર્ષ નિભાવી અને સેવાભાવી શ્રી સંજયમુનિજી 'સરલ' જેઓ ગોચરી વગેરેની સમ્પૂર્ણ સેવા સુશ્રુસાની વ્યવસ્થામાં સહયોગી રહ્યા જેથી આ કાર્ય પૂર્ણતાને પ્રાપ્ત થયું. તદર્થ તેમનો ખૂબ જ આભારી છું.
મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિજી 'કુમુદ', પ્રાર્થના પટુ શ્રી જયવર્ધનજી જેઓની સાથે વર્ષાવાસ કરવાનું સૌભાગ્ય સાંપડયું અને જેઓએ વ્યાખ્યાન વગેરેની સમસ્ત પ્રવૃત્તિઓ સહર્ષ સ્વીકારી અને મને મુક્ત રાખ્યો તેથી તેમનો આભારી છું.
શ્રી માંગીલાલજી શર્મા જેમના ઉપર શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રના મેનેજમેન્ટની ખૂબજ મોટી જવાબદારી હોવા છતાં ફાઈનલ પ્રુફ જોઈ પ્રેસને લગતી બધી વ્યવસ્થા પૂરી પાડી અને મહાવીરજી શર્મા જેઓએ પ્રૂફ વગેરે જોઈ સમ્પૂર્ણ સહયોગ આપ્યો. તેઓ પરિશ્રમ કરવા બદલ ધન્યવાદને પાત્ર છે.
શ્રી દિલીપભાઈ શાહ (પ્રેસવાળા) જેઓએ ખૂબ જલ્દીથી કાર્યને વેગ આપ્યો. જેથી થોડા સમયમાં આ પ્રથમ ભાગ પ્રકાશિત થઈ શકયો.
કેટલાય સદ્ગૃહસ્થોના યોગદાનથી આ કાર્યપૂર્ણ થયું છે. અને ભવિષ્યમાં પણ સહુ લોકોનું યોગદાન મળશે. જેથી શેષ ત્રણ ભાગો પણ પ્રકાશિત થઈ શકશે એવી હાર્દિક અભિલાષા અને ગુરુદેવના આશીર્વાદથી આ કાર્ય જલ્દી સંપન્ન થશે એવી આશા છે.
આ ગ્રંથોનું સ્વાધ્યાય સ્વયં કરો અને બીજા લોકોને સ્વાધ્યાય કરવા પ્રેરણા કરો એ જ ગુરુદેવના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલી. ત્યારે જ અમારો પરિશ્રમ સફળ થશે.
ઉપપ્રવર્તક વિનયમુનિ ‘વાગીશ'
Jain Education International
XI
-
For Private & Personal Use Only
www.jainelibrary.org