SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનકવાસી જૈન સમાજના પ્રખ્યાત તત્વચિંતક આત્માથીં પૂજ્ય શ્રી મોહનષિજી મ.ના વિદુષીસુશિષ્યા જિનશાસનચંદ્રિકા મહાસતી ઉજ્જવલકુમારીજીની સુશિષ્યા ડૉ. મહાસતી મુક્તિપ્રભાજી, ડૉ. મહાસતી દિવ્યપ્રભાજી તથા તેમની કૃતાભ્યાસી શિષ્યાઓની સેવા આ કાર્યમાં સમર્પિત રહી છે. તેમની અવિરત શ્રુત-સેવાને કારણે જ આ મહાનુકાર્ય શીઘ્રતાથી સંપન્ન થઈ શક્યુ છે. તેમણે પૂજ્ય ગુરુદેવના યોગ્ય નિર્દેશન હેઠળ મૂળ પાઠ સંકલન, લેખન આદિ કાર્યમાં અનેક પરિષહ સહન કરી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાતી ભાષાંતર પણ તેમણે જ કર્યું છે તેથી અમે તેમના શિરઋણી છીએ. જૈન દર્શનનાં વિખ્યાત વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયા ભારતીય પ્રાચ્યવિદ્યાના પ્રતિનિધિ વિદ્વાન્ હતા. પ્રારંભથી જ તેમનો આત્મીય સહયોગ અનુયોગ કાર્યમાં પ્રાપ્ત થતો રહ્યો છે. તેમણે અતિ ઉદારતા તેમજ નિ:સ્વાર્થ ભાવનાથી આ કાર્યમાં માર્ગદર્શન, તેમજ સમય-સમય પર મૂલ્યવાન પરામર્શ પણ આપ્યા છે જેના કારણે તેમના કૃતજ્ઞતા વ્યક્ત કરવી તે અમારું પરમ કર્તવ્ય બની રહે છે. પં. શ્રી દેવકુમારજી જૈન બીકાનેરએ પણ શ્રી વિનયમુનિજીને સંપાદનકાર્યમાં મહદ્દઅંશે | ફાળો આપ્યો છે. આપશ્રી ઘણા સારા વિદ્વાન છો અમે આપના વિશેષ આભારી છીએ. જૈન દર્શનના સુપ્રસિદ્ધ વિદ્વાન તથા અધિકારી લેખક ડૉ. શ્રી સાગરમલજી જૈન એ ગ્રંથને અનુરૂપ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી અનુગૃહિત કર્યા છે જેથી અમે તેના કૃતજ્ઞી છીએ. જૈન ધર્મ તેમજ પ્રાકૃત સંસ્કૃત ભાષાના વિદ્વાન ડૉ. ધર્ધચંદજીએ પોતાનો મહત્વપૂર્ણ સમય ફાળ વી ભાવપૂર્વક દરેક અધ્યયનના આમુખ લખવાનું કાર્ય કર્યું છે અને તેમના આભારી છીએ. ટ્રસ્ટના સહયોગી સભ્ય મંડળના પણ અમે આભારી છીએ જેમના આર્થિક અનુદાન દ્વારા આ પS વિશાળ કાર્ય સંપન્ન કરવામાં સમર્થ બન્યા છીએ. ઉદારશીલા દાતાઓના સહયોગ માટે ઋણી છીએ. આ પ્રસંગે આગમ અનુયોગ પ્રકાશન પરિષદ, સાંડેરાવના માનનીય કાર્યકરો પ્રતિ પણ આભાર, વ્યક્ત કરીએ છીએ જેમણે આ અતિ દુ:સહ કાર્યઆરંભથી જ અતિ ઉત્સાહપૂર્વક આગળ વધારીઓ અમારી કાર્યશૈલીને માર્ગ બતાવ્યો. આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદને તેમનો સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવો દઢ વિશ્વાસ છે. આગમ વાણી પ્રતિ અત્યંત શ્રદ્ધાવંત બોટાદ સંપ્રદાયના પંડિત રત્નશ્રી અમીચંદજી મ. તથા લિંબડી સંપ્રદાયના શ્રી ભાસ્કરમુનિજીએ અનુયોગ ગ્રંથોના પ્રચાર-પ્રસાર માટે વિશેષ અભિરૂચિપૂર્વક જે સહયોગ પ્રદાન કર્યું છે તે એક આદર્શ અને અનુકરણીય કાર્ય છે. ટ્રસ્ટના માનદ્દમંત્રી શ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી ટ્રસ્ટની સંપૂર્ણ વ્યવસ્થા તેમજ સહ્યોગ એકત્ર કરવો.. આદિ કાર્ય માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. સ્થાનકવાસી જૈન સંઘ, નારણપુરા.. વગેરે અનેક સંસ્થાના સંચાલનકાર્ય કરવા ઉપરાંત પોતાનો અમૂલ્ય સમય આ કાર્ય માટે ફાળવી રહ્યા છે તેથી અમે તેમના વિશેષ આભારી છીએ. શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રના ટ્રસ્ટીઓના પણ આભારી છીએ. જેમણે મહાવીર કેન્દ્રના મેનેજર માંગીલાલજીને સમય-સમય પર આ કાર્ય માટે મોકલ્યા તેમજ એ પણ અથાગ પરિશ્રમ કર્યો છે. મુદ્રણ વાંચન માટે મહાવીરજી શર્માએ વિશેષ મહેનત પૂર્વક કાર્ય કર્યું છે. શ્રી દિલીપભાઈ (પ્રેસવાળા)એ પણ અત્યંત શીઘ્રતાથી કાર્યની પૂર્ણતા માટે સહકાર આપ્યો તે બદલ અમે સર્વના વિશેષરૂપથી આભારી છીએ. જ II I IIIIIII ધન્યવાદ. તા. ૭, ઓક્ટોબર-૨૦૦૨ નવનીતભાઈ ચુનીલાલ પટેલ અધ્યક્ષ જૈ. . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy