________________
પ
પ્રકાશકીય
EET
,
,
222222222222222222
, ,
, ,
જિનવાણીરૂપ શ્રુત-આગમ શાસ્ત્રોને વિદ્વાન આચાર્યોએ ચાર અનુયોગમાં વિભક્ત કર્યા છે. વર્ષે ૧. ધર્મકથાનુયોગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણાનુયોગ, ૪. દ્રવ્યાનુયોગ.
અમારાં ટ્રસ્ટે આ ચાર અનુયોગનું પ્રકાશનકાર્ય સ્વ-હસ્તક લીધું છે. નિરંતર પ્રયાસ, જન-સહયોગ ES તથા પૂજ્ય ગુરુદેવ શ્રી કન્વેયાલાલજી મહારાજ કમલ” ના અથાગ અધ્યવસાયના પ્રતાપે અમારાં લક્ષ્યને
| સિદ્ધ કરવા આગળ પ્રસ્થાન કરી રહ્યા છીએ. ચારેય અનુયોગોનું હિંદી ભાષાંતર તથા ત્રણ અનુયોગોનું ગુજરાતી ભાષાંતર સહિત પ્રકાશનકાર્ય સંપૂર્ણ થઈ ચુક્યુ છે તથા જે જે વિદ્વાનો તથા આગમ અભ્યાસીઓ સામે આ ગ્રંથ રજૂ થયા તે સર્વજનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
દીર્ઘકાળથી જેની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા તે દ્રવ્યાનુયોગનું કાર્ય પૂર્ણતાની કક્ષાએ આવી પહોંચ્યું છે, તથા ગુજરાતી સંસ્કરણનો પ્રથમ ભાગ પાઠકોના હાથમાં છે. દ્રવ્યાનુયોગનો વિષય S જૈન દર્શનનો પ્રાણ મનાય છે, દ્રવ્યાનુયોગના સમ્યફજ્ઞાન થયા વગર સમ્યક્દર્શનની સ્પર્શના અસંભવ છે. માટે જ પ્રત્યેક મુમુક્ષુએ દ્રવ્યાનુયોગનું અધ્યયન, સ્વાધ્યાય તથા મનન કરવું આવશ્યક છે.
વૈદિક પરંપરાની અનુસાર માન્યતા છે કે – ભગવાન વિષ્ણુએ દેવ-દાનવ અર્થાત્ સંસારની સમગ્ર વિશિષ્ટ શક્તિઓના સહકારથી સમુદ્ર મંથન કરી અનેક અમૂલ્ય રત્નો, મહાનતત્વો સહિત 'અમૃત” ની પ્રાપ્તિ કરી હતી.
આગમ શાસ્ત્ર રૂપ સમુદ્ર-મંથનમાં અવિરત પ્રયત્નશીલ રહી તથા અનુકૂળ - પ્રતિકૂળ પરિસ્થિતિ S વચ્ચે પણ પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી કયાલાલજી મહારાજે જૈનાચાર્ય પૂજ્ય શ્રી સ્વામીદાસજી મ.
ની પરંપરાનાં પૂજ્ય ગુરુદેવ શ્રી ફતેહચંદજી મ., શ્રી પ્રતાપચંદજી મ., તપસ્વી શ્રી વક્તાવરમલજી મ.ની પ્રેરણા તથા આશીર્વાદથી તેમજ એમના નિરન્તર પ્રયાસથી અને દઢ અધ્યવસાયથી દ્રવ્યાનુયોગ રૂપ 'અમૃત” પ્રદાન કરી અમને અનુગૃહિત કર્યા છે. આપ તથા સર્વજન ઘણાં જ સૌભાગ્યવાન બન્યા છે અને આપણે પૂજ્ય ગુરુદેવનાં ચિરકૃતજ્ઞી છીએ.
અનુયોગ સંપાદન પ્રકાશનકાર્યમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કનૈયાલાલજી મ. કમલ' એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું છે. એવા જીવનદાતા, શ્રત ઉપાસક સંત પ્રતિ આભાર વ્યક્ત કરવો એ માત્ર ઔપચારિકતા જ ગણાશે, ભવિષ્યની પેઢી યુગોના યુગો સુધી એમણે કરેલ ઉપકારને સ્મરણ કરી શ્રુત-બહુમાન કરશે તે જ તેમના પ્રત્યેની અંત:કરણપૂર્વકની કૃતજ્ઞતા ગણાશે. - પૂજ્ય ગુરુદેવના સેવાભાવી શિષ્ય શ્રી વિનયમુનિજી પણ શ્રમણ જીવનની આવશ્યક ચર્યા જેવી ઉં કે, સેવા, વ્યાખ્યાન, વિહાર, આદિને સમ્યકરૂપે પરિપાલન કરી અવિરત અનુયોગ સંપાદનકાર્યમાં ગુરુ | દેવના પરમ સહયોગી રહ્યા છે. મુનિજીએ મહાસતીજી ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, ડૉ. શ્રી અનુપમાજી દ્વારા પ્રેરણા લઈ આ કાર્યમાં અથાગ પરિશ્રમ કર્યો છે. પાઠ મેળવવો, સંશોધન કરવું, પ્રેસ કોપી તપાસવી, પ્રૂફ જોવા વગેરે સર્વ કાર્ય તેમણે જ કર્યા છે. આપશ્રીએ પૂજ્ય ગુરુદેવના અધૂરા કાર્યને પૂર્ણ કરવાના હેતુથી અમદાવાદમાં ચાતુર્માસ અર્થે પધાર્યા, અતિશય પરિશ્રમના ફળ સ્વરૂપ આ ગુજરાતી સંસ્કરણ પ્રકાશિત થઈ રહ્યું છે. આ ગ્રંથને પૂર્ણ કરવાનું શ્રેય તેમના જ ફાળે છે. એમનો ઉપકાર અને કદાપિ વિસરીશું નહિ.
0
,
0
0
0
, Cછે 6) CS CS CS
0
0
0
)
)
(
SSSSSSS
S
(
6
) C (0) C
N S
S S
S
S
.
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org