________________
| UTમો fબTTT II
વાત્સલ્યમૂર્તિ પૂ. બાપૂજી (સ્વ.)
થી 4 લી. શs
અરિહંતશરણ તા. ૧૬-૧-૧૯૭૭
ધન્ય છે ધન્યવંતી ધરાને! આ ભાગ્યવંતી ભૂમિમાં કે. ડી. શેઠ જેવા વિરલ વ્યક્તિ - મહાનુભાવ - જન્મીને જેમણે સૌ કોઈને ભાગ્યવાન અને ધન્ય બનાવ્યા છે. વંદનીય પરિશ્રમ - સંપૂર્ણ વિવેક - ઉત્કટ ધર્મપ્રેમ-સહધર્મીને મદદરૂપ થવાના ઉત્તમગુણ વારસામાં તેમના લાડલા દીકરા શ્રી જગદીશભાઈને માતાપિતાએ અર્યા. ભૂલેલાંને કેડી બતાવનાર કે. ડી. શેઠના ઋણને કેમ ભૂલાય? જીવનબાગના માળી બની સંસ્કારનું સિંચન કરનારના ઉપકારને કેમ વિસરાય? સંસ્કાર તણુ સિંચન સદા વાત્સલ્ય ભાવે થાય છે. ધાર્મિક ભાવના - સરળતા -નિર્મળતા અને કોઈપણ દુઃખી પ્રત્યેની કરૂણા તથા હમદર્દીના સંસ્કારો આજે શ્રી જગદીશભાઈ તથા ધર્મપત્ની સપરિવારમાં જોવા મળે છે. આગમ અનુયોગ ટ્રસ્ટને આપેલ સહયોગ બદલ આપનાઆભારી છીએ.
| Uાનો નિri I
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ - નવરંગપુરા
શ્રી સંઘની સ્થાપના પૂર્વે ગુરુભગવંત આગમ અનુયોગ પ્રવર્તક પૂ. ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ. સા. નવરંગપુરા શેઠ શ્રી દેશરાજજી પુરણરાજજીના બંગલે ચાતુર્માસ આગમ અનુયોગના કાર્ય માટે કરેલ તે સમયે શ્રી રમણિકલાલ વિઠ્ઠલદાસ બાબરાવાળા - શ્રી કાંતિભાઈ સલોત - શ્રી બાલચંદભાઈ દર્શનાર્થે આવતાં - ધર્મસ્થાનકની પ્રેરણા મળી અને શ્રી સંઘની સ્થાપના થઈ તથા ગુરૂદેવનો પહેલો જ ચાતુર્માસ સંવત્ ૨૦૩૩ માં થયો. હાલશ્રી ભરતભાઈ જે. શેઠ - શ્રી મનોજભાઈ - શ્રી બીપીનભાઈ ચુડગર - શ્રી મહેશભાઈ સખીદા - શ્રી નટુભાઈ સોમાણી વગેરે નામી અનામી સક્રિય કાર્યકર્તાને કારણે આગમવાંચણી - ધર્મકરણી - સારા સારા ચાતુર્માસ થાય છે. આગમઅનુયોગમાં ફાળો આપવા બદલ ધન્યવાદને પાત્ર છે.
Penal Use Only
www.jane brary.one