________________
| UTHો નિVTTTT ||
દી, શ્રી પ્રભુદાસભાઈ એની વોરા
પરમ આદરણીય - મહામંત્ર આરાધક - આગમપ્રેમી ધર્મપ્રેમી - મુરબ્બી પૂ. શ્રી પ્રભુદાસભાઈ એન. વોરા પૂ. ગુરુદેવ આગમ અનુયોગપ્રવર્તક “કમલ’’ મુનિ મ.સા.ના પરિચયમાં આવતા માનવભવને સાર્થક કરવા “આગમ” પ્રત્યે ખૂબજ ઊંડાણથી જાણવાની ભાવના - આગમના કાર્યમાં ઉદાર દીલે લક્ષ્મીનો સદ્વ્યય કરવાની ઉત્તમ - ઉજ્જવળ ભાવના પ્રત્યક્ષ જોવા મળી છે. ખૂબજમિલનસાર -પ્રેમાળ - ધાર્મિક ક્ષેત્રે તેમજ પરમાર્થના કાર્યમાં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીનો સવ્યય ઘણો કરેલ - પાછળની જીંદગીમાં તેમના ભત્રીજા લાભશંકરભાઈ વગેરેએ મન મુકી સેવા
કરી. જેમના સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ એ બે મહામુલા ગુણોથી જેઓ સંસારના ઘણા કર્મબંધનના કારણોથી અલિપ્ત રહી અનર્થાદંડથી ઉગરી શક્યા હતા. નમ્રતા અને સંત સમાગમ તેમજ શ્રીમદ્ રાજચંદ્રના એક-એક પદ પ્રત્યે અહોભાવભર્યું જીવન જીવી માનવભવ ધન્ય બનાવ્યો.
તેમની જ્ઞાન પ્રત્યેની અંતરના ભાવભરી અભિરૂચી વંદનીય હતી. આગમઅનુયોગના કાર્યમાં તેમનો સહયોગ અભિવંદનીય રહ્યો. તેમની ઉદાર ભાવના દાદ માંગે તેવી હતી. તેમના તરફથી જ્ઞાન ભંડારોમાં પ૧ ગુજરાતી સેટ આપની હૃદયની ભાવનાને બિરદાવીએ છીએ.'
શ્રાવકરત્નને વંદનહો... આગમ અનુયોગના કાર્યમાં સહભાગી થવા બદલ આભારી છીએ.
T UTH HTTT ||
પ્રેમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ
શેઠશ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા શ્રી પુરણરાજી બોહરા
શ્રીમતી શૈલાદેવી બોહરા ધર્મપ્રેમી - કર્તવ્યપરાયણ - માનવભવને પરમાર્થના કાર્ય દ્વારા સફળ કરનાર શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી પ્રેમરાજ ગણપતરાજનું નામ જૈન સમાજમાં ખૂબજ આગળ પડતું હતું. તેઓનું મૂળ વતન મારવાડ પાલી જીલ્લામાં પીપળીયાકલાં છે. તેઓ જૈન સમાજમાં આગવું અગ્રગણ્ય સ્થાન ધરાવતા હતા. પી.જી.ફોઈલ્સ, પ્રેમગ્રુપના નામથી અનેક સ્થળે પેઢીઓ છે. તેમના સુપુત્ર ધર્મપ્રેમી શ્રી પૂરણરાજજી પણ ઉદાર દીલા અને કેળવણી ક્ષેત્રે - તબીબી ક્ષેત્રે નાત-જાતના ભેદભાવ વગર મૂકદાન ઉદાર દીલે આપી રહ્યા છે. પુરણરાજજીના ધર્મપત્ની શૈલાબેન ખૂબ દેઢધર્મી - પ્રિયધર્મી છે. આગમ અનુયોગના કાર્યમાં અનુમોદના ઉદાર દીલે આપવા બદલ આભારી છીએ. કુટુંબના સુકાની બની કુટુંબમાં સત્ય નીતિ અને સદાચારોનું સિંચન કરનાર આપને વંદન હો... હાઇne ga
www.diellorary