SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ S S (05 o ન , , I IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII & BSW AW AT AT 6 IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII ૨. દ્રવ્યાનુયોગથી સંબંધિત શબ્દોનો કોષ પૃષ્ઠક સાથે આપેલો છે. ૩. જ્યાંથી પાઠ લીધા છે તે આગમોના સ્થળ નિર્દેશ સહિત પૃષ્ઠક સાથે સ્થળોની સૂચી આપી છે. સૂત્રાંક બધી જગ્યાએ આગમ સમિતિ વ્યાવરના આપ્યા છે. સ્થાનાંગના પાકોમાં મહાવીર વિદ્યાલયની પ્રતિના સૂત્રોકો આપ્યા છે. કયાંક-કયાંક અંગસુત્તાણિના સૂત્રોકો છે. ૪. અનુયોગ સંકલનનું કાર્ય ખૂબજ દુહ અને શ્રમસાધ્ય છે. સંપૂર્ણ સાવધાની રાખવા છતાં ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ, ચરણાનુયોગના કેટલાક પાઠો રહી ગયા છે તે બધાનું સંકલન આ પરિશિષ્ટમાં કર્યુ છે. - લગતાં વિષયોના સૂત્રાંક અને પૃષ્ઠક આપ્યા છે." ૫. સંકલનમાં પ્રયુક્ત આગમ વગેરે ગ્રંથોની સૂચી આપેલી છે. આ રીતે પાંચ પરિશિષ્ટો આપ્યા છે. આ બધાનું સંકલન શ્રી વિનયમુનિજી વાગીશ’ એ કર્યું છે. સહયોગનો આધાર : ચરણાનુયોગ વગેરેની જેમ દ્રવ્યાનુયોગનું સંકલનના સમ્પાદનમાં વિદુષી મહાસતીજી મુક્તિપ્રભાજી, શ્રી દિવ્યપ્રભાજી, શ્રી અનુપમાજી, ભવ્યસાધનાજી, વિરતિ સાધનાજી તથા તેમની સુશિક્ષિત શિષ્યાઓનો સક્યોગ રહ્યો છે. કેટલાય વર્ષો સુધી કઠોર પરિશ્રમ કરી તેઓએ દ્રવ્યાનુયોગની ફાઈલો તૈયાર કરી હતી. તેઓના શ્રમથી દ્રવ્યાનુયોગની એક વિસ્તૃત રુપરેખા અને સામગ્રી સંયોજિત થઈ. પછીથી તેમનો વિહાર પંજાબ બાજુ થવાથી કાર્ય થંભી ગયું. તેઓની શ્રુત-ભક્તિ અને આગમ-જ્ઞાન પ્રશંસનીય છે. સૌભાગ્યથી આગમજ્ઞ શ્રી તિલોકમુનિજીનો અને સ્વંભાત સંપ્રદાયના શ્રી મહેન્દ્રઋષિજી મ.નો અપ્રત્યાશિત સહયોગ મળ્યો. તેની સાથે જ પં. શ્રી દેવકુમારજી જૈનનો સહયોગ મળ્યો અને દ્રવ્યાનુયોગનું કાર્ય ધીરે-ધીરે સંપન્નતાના આરે પહોંચ્યું. અનુયોગ સમ્પાદન કાર્યમાં તો કેટલીયે અડચણો આવી. જેમ કે - આગમની શુદ્ધ સંસ્કરણની પ્રતોનો અભાવ, મળતા પાઠોનો ખડિતક્રમ અને ખાસ કરીને “નાવ” શબ્દનો અનપેક્ષિત અનાવશ્યક પ્રયોગ. છતાં પણ ધીરે-ધીરે આગમ સમ્પાદનનું કાર્ય આગળ વધ્યું તેમ આવતી અડચણો પણ ઓછી થઈ. મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ, જૈન વિશ્વભારતી લાડનું અને આગમ પ્રકાશન સમિતિ બાવર વગેરે આગમ પ્રકાશન સંસ્થાઓનો આ ઉપકાર જ માનવો જોઈએ કે જેથી આજે આગમોનું સુન્દર ઉપયોગી સંસ્કરણ ઉપલબ્ધ છે અને પહેલાની અપેક્ષાએ શુદ્ધ અને સુસમ્પાદિત છે. જો કે આજે પણ ઉક્ત સંસ્થાઓના નિર્દેશકોની આગમ સમ્પાદનની પ્રક્રિયા પૂરી વૈજ્ઞાનિક અને જેવી હોવી જોઈએ તેવી નથી, લિપિદોષ, લિપિકારની ભ્રમણા તથા વાચનાભેદ વગેરે કારણોથી આગમોના પાઠોમાં કેટલાય સ્થાને વ્યુત્ક્રમ નજરે પડે છે. પાઠ ભેદો તો છે જ, 'જાવ” શબ્દ કયાંક અનાવશ્યક જોડાયેલો છે. જેથી અર્થ વૈપરીત્ય પણ થઈ જાય છે. કયાંક તો જોડેલો જ નથી. કયાંક પૂરો પાઠ આપીને પણ 'જાવ” શબ્દ જોડી દીધો છે. જૂની પ્રતોમાં આ રીતે લેખન-દોષ રહી ગયો છે. જેથી આગમોનો ઉપયુક્ત અર્થ કરવામાં અથવા પ્રાચીન પાઠ પરમ્પરાઓને જાણવામાં મુશ્કેલી પડે છે. વિદ્વાન સમ્પાદકોએ આ વાત વિશેષરૂપથી ધ્યાનમાં રાખવી જોઈએ. જૂની પ્રતોમાં મળતા પાઠને જેમ છે એમ જ રાખવો ધ્રુવ આગમ શ્રદ્ધાનું રુપ નથી, આપણી શ્રુતભક્તિ શ્રતને વ્યવસ્થિત અને શુદ્ધરૂપમાં પ્રસ્તુત કરવામાં છે. કયારેક કયારેક-એક જ પાઠને મેળવવામાં તથા ઉપયુક્ત પાઠ નક્કી કરવામાં કેટલાય દિવસો અને હસતાઓ પૂરા થઈ જતા. પણ વિદ્વાન અનુસંધાતા તેને સાચા સ્વરૂપમાં જ પ્રસ્તુત કરે છે. આજે આવી રીતના આગમ સમ્પાદનોની આવશ્યકતા છે. હું મારી શારીરિક અસ્વસ્થતાને લીધે વિદ્વાન સહયોગીઓની અછતને લીધે તથા પરિપૂર્ણ સાહિત્યની અનુપલબ્ધિ અને સમયના અભાવને લીધે જેવો સંશોધિત અને શુદ્ધ પાઠ આપવા ઈચ્છતો હતો તે ૧. ગુજરાતી સંસ્કરણમાં આ પરિશિષ્ટ કાઢી નાખ્યો છે અને યથાસ્થાન પાઠો આપી દીધા છે. આ ! જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy