SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ziezel (1. eifafes) આ શબ્દનો પણ અર્થ પ્રતીક છે. એના માટે સહનાની શબ્દનો પણ પ્રયોગ થયો છે. પ્રતીકોના કેટલાક ચિહ્ન તિલોયપણતિ, ધવલામાં આપવામાં આવ્યા છે. પરંતુ એનું સંપૂર્ણ અને અત્યંત બૃહદ રૂપ ગોમ્મટસાર લબ્ધિસાર ક્ષપણાસારની ટીકાઓમાં ઉપલબ્ધ થાય છે. એને અર્થ સંદષ્ટિ અધિકારો દ્વારા પં. ટોડરમલે પોતાની સમ્યગ્નાન ચંદ્રિકા ટીકામાં સ્પષ્ટ કર્યું છે. અંકસંદષ્ટિ, અર્થસંદૃષ્ટિ અને રૂપસંદષ્ટિઓ પ્રચલિત રહી છે. 'અર્થ' થી વસ્તુઓના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પ્રમાણાદિનો બોધ થાય છે. પ્રમાણોની સંદષ્ટિને જ અર્થ - સંદષ્ટિ કહેવામાં આવી છે. આ બધામાં ઈકાઈ અવયવ જેવા કે સમય, પ્રદેશ, અવિભાગી પ્રતિચ્છેદ વગેરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આચારાંગનિર્યુકિત ગાથા ૫૦ માં નીચે પ્રમાણે ઉલ્લેખ આવ્યો છે. ૧ "गणियं णिमित्त जुत्ती संदिट्ठी अवितहं इमे णाणं । इय एगतमुबगया गुण पच्चाइय इमे अत्था ॥ ५०॥ ધાતાદિના નિયમ (laws of Indices) અનુયોગદ્વાર સૂત્રમાં ઘાતોનો ઉપયોગ મોટી સંખ્યાઓને નિરૂપિત ક૨વામાં માટે થયો છે. જેને સ્થાનમાન પધ્ધતિમાં પણ દર્શાવવામાં આવ્યા છે. ઉદાહરણાર્થ, કોટિકોટિમાં વીસ સ્થાન માન છે. એને ૨ ના છઠા વર્ગ અને પાંચમાં વર્ગના ગુણાકાર દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અથવા એને ૨ દ્વારા ૯૬ વાર છેદી શકાય છે. આ સંખ્યાને ૨૪માં સ્થાનની ઉપ૨ અને ૩૨માં સ્થાનની નીચે પણ બતાવવામાં આવ્યા છે. ૨ ઉત્તરાધ્યયન સૂત્રમાં કોઈપણ ગણિતીય રાશિની ધાતોને દર્શાવવાની વિધિ સ્પષ્ટ રીતે આપવામાં આવી છે. કોઈ પણ રાશિની બીજી ઘાતને વર્ગ ત્રીજી ઘાતને ઘન અને ચોથી ઘાતને વર્ગ-વર્ગ, છઠી ઘાતને ઘનવર્ગ અને બારમી ઘાતને ઘન-વર્ગ કહેવામાં આવી છે. ઘટ્યુંડાગમમાં ૨ ના ત્રીજો વર્ગસંવર્ગત (૨૫૬)૨૫ પ્રાયત થાય છે. ધવલામાં ઘાતાંકના બધા નિયમો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોટિ-કોટિ-કોટિ અને કોટા-કોટિ-કોટિ કોટિનીવચ્ચે સંખ્યા (૨)૨) અને (૨)(૨)પની વચ્ચે આવેલી છે. એ [(૧૦)] અને [(૧૦)] ની વચ્ચે આવેલી છે. ગોમ્મટસારમાં એને ૪ ૭૯,૨૨,૮૧૪૬૨,૫૧,૪૨,૬૪,૩૩,૭૫,૯૩,૫૪,૩૯,૫૦,૩૩૬ (ના),રૂપે દર્શાવવામાં આવી છે. એ મનુષ્યોને નિવાસના ક્ષેત્રફળ જણાવે છે. - હેમચંદ્રે (લ. ૧૦૮૬ ઈ.૫.) યમલ શબ્દનો ઉપયોગ કર્યો છે. (૧) આઠ સ્થાનમાનાના સમુહથી ૧ યમલપદ બને છે. જેનાથી પરિભાષિત સંખ્યા ૨૪માં સ્થાનથી ઉ૫૨ અને ૩૨માં સ્થાનથી નીચે બને છે. (૨) ત્રિયમલ પદનો અર્થ છઠો વર્ગ અને ચતુર્થમકલ પદનો અર્થ આઠમો વર્ગ થાય છ. એમાંથી જ્ઞાત થાય છે કે રાશિ છઠા વર્ગ અને આઠમાં વર્ગથી વચ્ચે આવેલી છે. ધવલ ગ્રંથોના સમાન્તર વિવરણ કરીને એ સ્પષ્ટ કરી શકાય છે.` (આ) સાથે દ્વિતીયવર્ગનો અર્થ (૨)× થાય છે. એ પ્રકારે દ્વિતીય સૂત્રનો અર્થ ક(^/,)૧/૨ સ્થાનમાન પધ્ધતિ (Place - Value Natation) = ક == *l. થાય છે. સ્થાનને પ્રાકૃતમાં ઠાણ કહેવામાં આવે છે. એનો અત્યધિક ઉપયોગ જૈન સાહિત્યમાં થયો છે. એ આકાશમાં કે શ્રેણીમાં વગેરે પ્રકરણોમાં ક્રમાદિના સૂચક છે. અનેક જૈન ગ્રંથોમાં ગણત્રી કરવાના અનેક સ્થાનોનું વિવરણ છે. વ્યવહાર સૂત્રમાં ગણના સ્થાન પદનો ઉપયોગ (થયો) છે. અંકલિપિ અને ગણિત લિપિભ શબ્દ સમવાયાંગ સૂત્ર માં છે. વિભિન્ન પ્રકારની લિપિની સૂચિ શ્યામાર્પ (લ.૧૫૧ ઈ.સ.) ના પ્રજ્ઞાપના સૂત્રમાં છે, કાષ્ટકર્મમાં પ્રયુકત વર્ણમાળાના રૂપો તથા પુસ્તક કર્મમાં પ્રયુકત વર્ણમાળાની વચ્ચે ભેદ પ્રાપ્ત થયો છે. આ પ્રકારે ભારતીય સંખ્યા પધ્ધતિના મૂળ ઉદ્ગમ તથા વિકાસને સુનિશ્ચિતત કરવા મકાટે કેવલ પેલિયોગ્રફિક સાથે નિર્ભર રહેવું યોગ્ય થશે નહિ. ૧. અર્થ સંદૅષ્ટિ અધિકાર ગોમ્મતસાર અને લબ્ધિસાર (ક્ષયળ સાર શર્મિત) ની બૃહદ્ ટીકાઓમાં ઉપલબ્ધ છે જે ગાંધી હરિભાઈ દેવકરણ ગ્રંથમાત્તા, કલકતા ૧૯૧૯માં પ્રકાશિત થઈ હતી. ૩. ઉ.સૂ., (૩૦, ૧૦, ૧૧) ૫. દત્ત (૧૯૨૯) ૨. ૪. ૬. ૭. અ. ૬. સૂ.ગા. ૧૪૨ ગો. સા. ક. ( અંગ્રેજી) પૃ. ૧૦૪ સમ. સૂત્ર ગાથા ૧૮ પ્ર.સૂત્ર, ગાથા ૩૭ - *?***********67 * For Private & Personal Use Only Jain Education International www.jaine||brary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy