________________
૩પ૬ લોક પ્રજ્ઞપ્તિ
કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ
સૂત્ર ૧૩૨૧
प. तेणं भंते मणुआ किमाहारिस्संति ? उ. गोयमा! तेणं कालेणं तेणंसमएणं गंगासिंधुओ
महाणईओरहपहमित्तवित्थराओअक्खसोअप्पमाणमेत्तं जलं वोज्झिहिंति । सेवि अणं जले बहुमच्छकच्छभाइण्णे णो चेव णं आउबहुले भविस्सइ।
तए णं ते मणुआ सूरूग्गमणुमुहुत्तंसि अ सूरत्थमणूमुहुत्तं सि अ विले हिंतो णिद्धाइस्संति, विले हिंतो णिद्धाइत्ता मच्छकच्छभे थलाई गाहेहिंति, मच्छकच्छभे थलाइंगाहेत्ता सीआतवतत्तेहिं मच्छकच्छभेहिं इक्कवीसं वाससहस्साई वित्तिं कप्पेमाणा विहरिस्संतिए।
प. तेणंभंते! मणुआ णिस्सीला णिब्वया,णिग्गुणा, णिम्मेरा, णिप्पच्चक्खाणपोसहोववासा, ओसण्णं मंसाहारा, मच्छाहारा, खुड्डाहारा, कुणिमाहारा कालमासे कालं किच्चा कहिं गच्छिहिंति, कहिं उववज्जिहिंति ?
પ્ર. ભગવન્! તે મનુષ્ય શું આહાર કરશે ? ઉ. ગૌતમ ! એ કાળ અને તે સમયમાં ગંગા અને
સિંધુ મહાનદી એ બે નદીઓ રહેશે. જેમનો રથ ચાલવા માટે અપેક્ષિત પથ જેટલો માત્ર એનો વિસ્તાર થશે. એમના રથના ચક્રના છેદની ઊંડાઈ જેટલું ઊંડુ જળ રહેશે. એમાં અનેક મત્સ્ય (માછલી) તથા કાચબા રહેશે. એ જલમાં સજાતીય અસ્કાયના જીવનહી હોય. તે મનુષ્ય સૂર્યોદયના સમયે તથા સૂર્યાસ્તના સમયે પોતાના બિલમાંથી ઝડપી દોડીને નીકળશે. બિલમાંથી નીકળીને માછલીઓ અને કાચબાઓને પકડશે અને એને કિનારા પર લઈ જશે. કિનારા પર લાવીને રાત્રે ઠંડી દ્વારા અને દિવસમાં આતપ દ્વારા એને પકવશે. સુકવશે. આ પ્રકારે તે અતિસરસ ખાદ્યને પચાવવાને અસમર્થ પોતાના જઠરાગ્નિને અનુરૂપ એને આહાર યોગ્ય બનાવી લેશે. એ આહાર વૃત્તિ દ્વારા તેઓ એકવીસ હજાર વર્ષ
પર્યન્ત પોતાનો નિર્વાહ કરશે. પ્ર. ભગવદ્ ! તે મનુષ્યો જેઓ નિઃશીળ
શીળરહિત, આચારરહિત, નિવૃતિ-મહાવ્રત, અણુવ્રત રહિત, નિર્ગુણ-ઉત્તરગુણરહિત, નિર્મર્યાદ-કુલ વગેરેની મર્યાદાથી રહિત, પ્રત્યાખ્યાન ત્યાગ, પૌષધ અનેઉપવાસથી રહિત હશે. તેઓ પ્રાય : માંસભોજી મત્સભોજી, અહીં-તહીં ઉચ્છિષ્ટમુદતુચ્છધાન્યાદિકભાજી, કુણિપ(શબ)ભોજી, વસા(મદ)કે ચરબી વગેરે દુર્ગન્ધિત પદાર્થભોજી થશે. તેમનુષ્ય આયુષ્ય સમાપ્ત થતા મરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે. ગૌતમ ! તેઓ પ્રાય: નરકગતિ અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે. ભગવન્!તત્કાલવર્તી સિંહ, વાઘ, વરૂ, રીંછ, તરક્ષ, ચિતા, ગેંડા શરભ-અષ્ટાપદ, શિયાળ, બિલાડા, કૂતરા, જંગલી કૂતરા કે સુઅર, સસલા, ચીતલ તથા ચિલ્લક પ્રાય:માંસાહારી મસ્યાહારી, ક્ષુદ્રાહારી તથા કુણિમાહારી (શળાહારી) થશે. તેઓ આયુષ્ય સમાપ્ત થવાથી મરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! તેઓ પ્રાય: નરકગતિ અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે.
उ. गोयमा ! ओसण्णं णरगतिरिक्खजोणिएसु
उववज्जिहिंति । प. तीसेणंभंते!समाएसीहा, वग्घा, विगादीविआ,
अच्छा, तरस्सा, परस्परा,सरभ, सियाल बिराल સુના, ત્રિસુ, સસ વિત્તા, चिल्ललगा, ओसण्णं मंसाहारा, मच्छाहारा, खोद्दाहारा, कुणिमाहारा कालमासेकालं किच्चा कहिं गच्छिहिंति, कहिं, उववज्जिहिंति ?
उ. गोयमा ! ओसण्णं णरगतिरिक्खजोणिएस
उववज्जिहिंति। મ. સ. ૭, ૩, ૬, મુ. ૩૪
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org