SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ લોક પ્રજ્ઞપ્તિ કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ સૂત્ર ૧૩૨૧ तेणं भरहे वासे गामागर-णगर-खेडकब्बडमडंब-दोणमुह-पट्टणासमगयं जणवयं, चउप्पयगवेलए,खहयरेपक्खिसंधेगामारण्णप्पयारणिरए तसे अपाणे, बहुप्पयारे रूक्खगुच्छ-गुम्म-लय-वल्लि-पवालं कुरमादीए तणवणस्सइकाए ओसहीओ अ विद्धंसेहिंति, पवयगिरिडोंगरूत्थलभट्टिमादीए अवेअड्ढगिरिवज्जे विरावेहिंति, सलिल-बिल-विसमगत्तणिण्णुण्णयाणि अ गंगासिंधुवज्जाइं समीकरेहिति। જેનાથી ભરતક્ષેત્રના ગામ, આકર (ખાણ), ખેટ (ગામડું) કબૂટ(નગર)મડબ, દ્રોણ મુખ, પટ્ટન આશ્રમ નિવાસી મનુષ્યો, ગાય વગેરે ચોપગા પ્રાણીઓ, ખેચર(આકાશગામી) પક્ષીઓ, ગામ અને વનમાં રહેનારા લીન્દ્રિયાદિ ત્રસો અને પ્રાણીઓ તથા અનેક પ્રકારના વૃક્ષો, નવમાલિકા વગેરેગુલ્મો, અશોકલતા વગેરેલતાઓ, વાલુક્ય આદિ ગુચ્છો, બેલાઓ, પાંદડાઓ, અંકુર ઈત્યાદિ બાદર વનસ્પતિકાયિક ઔષધિઓનો તે નાશકરી નાંખશે. વૈતાય વગેરે શાશ્વત પર્વતો સિવાયના અન્ય પર્વતો, વૈભાર વગેરે ક્રીડા-પર્વતો, ચિત્રકૂટ વગેરે ડુંગરો, પથ્થરાલ ટીબાઓ, ધૂળવર્જિત ભૂમિ પઠારોને ખેદાન મેદાન કરી નાખશે. ગંગા અને સિંધુ મહાનદી સિવાય બાકીનાજલ, સ્રોતો, ઝરણા, વિષમગર્તખાડાટેકરાવાળા ગડુઢો (ખાડ)નિમ્ન, ઉન્નત નીચા ઊંચા જલ સ્થાનોને સમાન કરી દેશે અર્થાતુ એનું નામ નિશાન મટાવી દેશે. ભગવન્! એ કાળમાં ભરતક્ષેત્રની ભૂમિના આકારભાવ સ્વરૂપ કેવા હશે ? ગૌતમ ! એ સમયે ભૂમિ અંગારા જેવી, અગ્નિ કણો જેવી, ગરમ રાખ જેવી, તપેલા કવેલુ (નળિયા) જેવી, સર્વત્ર એક સરખી તપેલી જ્વાળા જેવી હશે. એમાં ધૂળ, રજ, રેતી, કાદવકીચડ, પાતળો કીચડ કે જેમાં પગ ખેંચી જાય એવો પ્રચૂર કીચડ ખૂબ પ્રમાણમાં થશે. (પૃથ્વી પર ચાલનારા ફરનારા પ્રાણીઓને એના પર ચાલવાનું ખૂબ કઠિન થશે.) ભગવન્! એ કાળમાં ભરતક્ષેત્રના મનુષ્યોનો આકાર સ્વરૂપ કેવું હશે ? ઉ. ગૌતમ! એ સમયે મનુષ્યોના રૂપ, વર્ણ, ગંધ રસ, સ્પર્શ, અનિષ્ટ, અકાત્ત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ તથા અમનોહર થશે. એમનો સ્વર હીન, દીન, અનિષ્ટ, એકાન્ત, અપ્રિય, અમનોગમ્ય અને અમનોજ્ઞ થશે.એનું વચન અનાદેય અશોભિત થશે. તેઓ નિર્લજ્જ થશે. કૂટ, કપટ, કલહ, બંધ અને વૈર ભાવમાં નિરત (રહેનારા)થશે, મર્યાદાને ઓળંગવાને તત્પર રહેશે, અકાર્ય કરવામાં સદા તત્પર રહેશે. प. तीसे णं भंते ! समाए भरहस्स वासस्स भूमीए केरिसए आयारभावपडोयारे भविस्सइ ? उ. गोयमा ! भूमी भविस्सइ इंगालभूआ, मुम्मुरभूआ, छारिअभूआ, तत्तकवेल्लुअभूआ, तत्तसमजोइभूआ, धूलिबहुला, रेणुबहुला, पंकबहुला, पणयबहुला, चलणिबहुला, बहूणं धरणिगोअराणं सत्ताणं दुन्निक्कमा या वि भविस्सइ। ઉ प. तीसे णं भंते ! समाए भरहे वासे मणुआणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ? उ. गोयमा! मणुआ भविस्संति दुरूवा, दुव्वण्णा, दुगंधा, दुरसा, दुफासा अणिट्ठा अकंता, अप्पिआ, असुभा, अमणुन्ना, अमणामा। हीणस्सरा, दीणस्सरा, अणिट्ठस्सरा, अकंतस्सरा, अप्पिअस्सरा, अमणामस्सरा, अमणुण्णस्सरा । अणादेज्जवयणपच्चायाता, णिल्लज्जा, कूड-कवड-कलह-बंध-वेर-निरया मज्जायातिक्कमप्पहाणा, अकज्जणिच्वुज्जुया, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy