SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કોટાકોટિ દાલમિક પદ્ધતિથી અવતરિત થાય છે. યોજન' ખગોલ વિષયક માપ યોજના સાથે સંબંધિત છે. આ શબ્દો માટે જૈ. સિ. કો., જે. લ. તેમજ અ.રા.કો જુઓ. સૂત્ર. ૨૪, પૃ. ૧૧ આ સૂત્રમાં 'વારસદસાડા' અર્થાત્ ૧૦૦૦ વર્ષના આયુષ્યવાળા શબ્દ મહત્ત્વપૂર્ણ છે. જે ગણિત વિધિમાં દામિક સંકેતના રૂપમાં વિશેષ પ્રયુક્ત થયા છે. સૂત્ર ૨૫, પૃ. ૧૨. લોકનો આયામ-મધ્ય રત્નપ્રભા પૃથ્વીના અવકાશાન્તરના અસંખ્યાતમો ભાગ ઓળંગયા પછી પ્રાપ્ત થાય છે. અહીં આયામ-મધ્ય શબ્દ ભૂમિતિ શાસનનો છે. અને સાન્ત આયામ (લંબાઈ)ના મધ્યભાગની કલ્પના કરીને બે સરખા ભાગોમાં વહેંચવાનો નિર્દેશ છે. અવકાશાન્તર ભૂમિતિની દૃષ્ટિએ દૂરીના અંતરનો નિર્દેશ કરે છે. એ પ્રમાણે અસંખ્યાતમાં ભાગની કલ્પના પણ અદ્વિતીય છે. જે ગણિતમાં સીમા (અંત૨) શોધી કાઢવા માટે પ્રયુક્ત થાય છે. જુઓ જૈ. સિ. કો. ભાગ ૧, પૃ. ૨૧૪ વગેરે. સૂત્ર ૨૬, પૃ. ૧૩. લોકનો સમ-ભાગ” અને સંક્ષિપ્તભાગ' લોકસ્વરૂપની સંકલ્પનાઓ છે. એમાં ભૂમિતિ જ અભિપ્રેત છે. સૂત્ર ૨૭, પૃ. ૧૨. લોકનો વક્રભાગ' પણ વિગ્રહ કડક અર્થાતુ ભૂમિતિની સંકલ્પના છે. શ્વેતાંબર પરંપરાની મૂળ માન્યતાના આધારે એના વિચાર માટે જુઓ. વિ.પ્ર.પૃ. ૩૦૨ વગેરે, એનું તાત્પર્ય શોધનો વિષય છે. સૂત્ર ૨૮, પૃ. ૧૩ નીચેથી પહોળો, મધ્યમાં સાંકડો અને ઉપરથી ઊર્ધ્વ મૃદંગના ભૂમિતિય આકારનો લોક કહેવાય છે. સૂત્ર ૨૯, પૃ. ૧૩. આઠ પ્રકારની લોકસ્થિતિ ખગોળ વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. સૂત્ર ૩૦, પૃ. ૧૫. દસ પ્રકારની લોકસ્થિતિ જીવ અને પુદગલની ગમનશીલતા અંગેના પર્યાયો સાથે સંબંધ ધરાવે છે. એની સીમાઓ (મર્યાદાઓ) નિર્ધારિત કરે છે. એટલે આ ગતિ તેમજ સ્થિતિ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. સૂત્ર ૩૧, પૃ. ૧૬. અહીં ખગોળ વિજ્ઞાન અંગેની પૃચ્છા છે (જે) કાળના અનાદિ અને અનંતની સાથે સંકળાયેલ લોક સંરચનાને ' અભિપ્રેત કરે છે. અહીં ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય શબ્દોના અર્થ ખગોળવિજ્ઞાન સંદર્ભે જુદા-જુદા છે. અહીં કાળના બે મોટા યુગ અવસર્પિણી કાળ તેમજ ઉત્સર્પિણી કાળ શબ્દ યુગ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. ભારતમાં યુગ વિજ્ઞાન દ્વારા પ્રહાદિ ભ્રમણનો જયોતિષમાં ઉપયોગ આર્યભટ્ટ (લગભગ ઈ.પાંચમી સદી) કર્યો છે. એના પૂર્વે પણ માત્ર વૈદિક ગ્રંથોમાં જ નહીં પરંતુ જૈન ગ્રંથોમાં પણ યુગ વિભિન્ન પ્રકારે રચવામાં આવ્યો છે. આના પર વધારે શોધ ફ્રાન્સના રોજર વિલર્ડ કોમ્યુટર દ્વારા કર્યો છે. સૂત્ર ૩૨, પૃ. ૧૭ લોક સાન્ત છે કે અનંત છે તે અંગેનું સમાધાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણ આદિનો સાપેક્ષ ઉત્તર આપી કરવામાં આવ્યું છે. વિભિન્ન પ્રમાણે પ્રસ્તુત કરીને એ દર્શાવ્યું છે કે દ્રવ્યની અપેક્ષાએ આ લોક સાંત, ક્ષેત્રની અપેક્ષાએ લોક સાન્ત, કાળની અપેક્ષાએ લોક અનંત અને ભાવની અપેક્ષાએ પણ લોક અનંત છે. આ પ્રમાણે અહીં ગણિતિય સાપેક્ષતા દ્વારા સમાધાન સ્થાપવામાં આવ્યું છે. દ્રવ્ય લોક અંગેનું ગણિતીય વિવરણ સૂત્ર ૪૨, પૃ. ૧૯ - લોકમાં બે પ્રકારના અસ્તિત્વ રૂપ વસ્તુઓ અથવા પદાર્થ ઉલેખિત છે. જે ખગોળ વિજ્ઞાન તેમજ ખગોળ સંરચના વિષયક છે. આગળના બે સૂત્રોમાં પણ એ પ્રમાણે ખગોળ વિષયક વિજ્ઞાન તેમજ સંરચના બતાવવામાં આવેલ છે. સૂત્ર ૫૧, પૃ. ૨૧ લોક વિષયક દ્રવ્યો અને એની સંખ્યા દર્શાવી ખગોળ સંરચનાનું રૂ૫ વર્ણવવામાં આવ્યું છે. 38 33 3G/499 $$$ M 2 MAY 30 331 335 386 38gg) 303 36) | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy